બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ''તું મારી સામે કેમ જુએ છે?'' કહીને કપડાંના વેપારીનો છરીથી જીવલેણ હુમલો
Last Updated: 04:38 PM, 21 August 2026
સરસપુર વિસ્તારમાં સફલ-૧૦માં કપડાનો ધંધો કરતા નૂરભાઈ ઘાંચી પર પાડોશની રેડીમેડ કપડાંની દુકાનમાં કામ કરતા રફીક મનસુરીએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. તું મારા સામે કેમ જુએ છે? કહી રફીકે નૂરભાઈ સાથે ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત નૂરભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
બનાવ અંગે શહેરકોટડા પોલીસે રફીક વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ નૂરભાઈ ઘાંચી સરસપુરના સફલ-૧૦માં કપડાંની દુકાન ચલાવે છે. તેમની દુકાનની બાજુમાં આવેલી રેડીમેડ કપડાંની દુકાનમાં રફીક નોકરી કરે છે. બંનેની દુકાનો નજીક હોવાથી બંને એકબીજાથી પરિચિત હતા. દરમિયાન કોઈ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ સમયે રફીકે નૂરભાઈને તું મારી સામે કેમ જુએ છે? કહીને ઉશ્કેરાઈ ઝઘડો કર્યો હતો. બોલાચાલી ઉગ્ર બનતા રફીકે છરી કાઢી નૂરભાઈ પર હુમલો કરી દીધો હતો. છરીના ઘા વાગતાં નૂરભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા. બનાવ બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને નૂરભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી સક્રિય થઈ ત્રણ હવામાન સિસ્ટમ, અમદાવાદમાં શનિ-રવિ મેઘમહેરની આશા
બીજી તરફ ઘટનાની જાણ થતાં શહેરકોટડા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે નૂરભાઈની ફરિયાદના આધારે રફીક વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે. પોલીસ હવે હુમલા પાછળનું ચોક્કસ કારણ, છરી ક્યાંથી આવી અને અગાઉ બંને વચ્ચે કોઈ તકરાર હતી કે નહીં તે અંગે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT