ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / ''ના આવો...'', અમેરિકા જનારા ભારતીયોને કપલની વણમાંગી સલાહ, જુઓ શું કહ્યું?

NRI / ''ના આવો...'', અમેરિકા જનારા ભારતીયોને કપલની વણમાંગી સલાહ, જુઓ શું કહ્યું?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:56 AM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: અમેરિકામાં રહેતા એક ભારતીય દંપતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેઓ યુવાનોને અમેરિકા ન આવવાની સલાહ આપે છે

ADVERTISEMENT

Viral Video: અમેરિકામાં રહેતા એક ભારતીય દંપતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેઓ યુવાનોને અમેરિકા ન આવવાની સલાહ આપે છે, જેમાં વિઝા અનિશ્ચિતતા અને સાંસ્કૃતિક ભેદભાવ જેવા અનેક મુખ્ય કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભારતના ઘણા યુવાનો અભ્યાસ અને નોકરી માટે વિદેશ જવાનું સ્વપ્ન જુએ છે, પરંતુ અમેરિકામાં રહેતા એક ભારતીય દંપતી માને છે કે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા એક સ્ટ્રીટ ઇન્ટરવ્યુમાં સુહાસ અને પ્રિયંકા નામના એક ભારતીય દંપતીએ યુવાનોને અમેરિકા આવવાનો નિર્ણય લેતા પહેલા બે વાર વિચાર કરવા વિનંતી કરી. તેમના નિવેદનથી સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ છે.

કપલે યુએસ યુએસ નહી આવવાની સલાહ કેમ આપી?

ઇંટરવ્યુંમાં જ્યારે સુહાસને પુછવામાં આવ્યુ કે વિદેશમાં સ્થાયી થવા માંગતા યુવાનોને શું કહેશે, તો તેનો સીધો જવાબ હતો- "આવશો નહીં." સુહાસે જણાવ્યું કે જ્યારે તે અમેરિકા આવ્યો હતો, ત્યારે ભારતમાં સારી કારકિર્દી અને જીવનધોરણ ખૂબ મુશ્કેલ હતું. ત્યારે અમેરિકા આવવું એ એક સરળ વિકલ્પ હતો, પરંતુ આજે ભારતમાં તકો અને રોકાણમાં વધારો થયો છે. તેના મતે અમેરિકા આવીને લોકો જે કંઈ પ્રાપ્ત કરે છે તે હવે ભારતમાં પણ શક્ય છે.

વિઝા અને ગ્રીન કાર્ડનો તણાવ

દંપતીએ અમેરિકામાં રહેવાના ઘણા વ્યક્તિગત અને માનસિક નુકશાન ગણાવ્યા. તેમણે કહ્યું કે પરિવાર, મિત્રો અને પોતાના વતનથી દૂર વિદેશી દેશમાં એડજસ્ટ થવું ખૂબ મુશ્કેલ છે. સુહાસે સ્વીકાર્યું કે આટલા વર્ષો પછી પણ તેઓ હજુ પણ વિદેશમાં સંપૂર્ણપણે ઘર જેવું અનુભવતા નથી. તેમણે કહ્યું કે ભારતીયો માટે, ગ્રીન કાર્ડ માટે લાંબી રાહ જોવી, નોકરી ગુમાવવાનો સતત ડર અને તેમના જીવનસાથીની કારકિર્દીમાં લાગનાર બ્રેકએ એક મોટી કિંમત છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ NRI / 15 સપ્ટેમ્બરથી બદલાઈ રહ્યાં છે અમેરિકાના આ નિયમો, જે ભારતીયોને કરશે સીધી અસર

સોશિયલ મીડિયા પર લોકો વિભાજિત થયા

જ્યારે યૂજર્સએ સુહાસને પૂછ્યું કે તે ભારત કેમ પાછો નથી આવતો, ત્યારે તેમણે કહ્યુ એક વાર વિદેશમાં જીવન સ્થાપિત કર્યા પછી પાછા ફરવું ખૂબ ખર્ચાળ અને માનસિક રીતે કઠીન હોય છે. તેણે કહ્યું, "જો મારે આજે 2026 માં ફરીથી આ નિર્ણય લેવો પડે, તો હું ક્યારેય અમેરિકા ન આવું."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NRI News United States Indian Couple

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ