ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો માટે આવતી કાલે મતદાન

રાજનીતિ / ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો માટે આવતી કાલે મતદાન

Published By: Hiralal Parmar

Last Updated: 02:57 PM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આવતી કાલે રવિવારે મતદાન થવાનું છે.

ADVERTISEMENT

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આવતી કાલે રવિવારે મતદાન થવાનું છે ત્યારે રાજકીય જંગમાં ક્યાંક ત્રિપાંખિયો મુકાબલો છે, તો ક્યાંક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે ૧૩૦ ઉમેદવારો મેદાનમાં છે. જોકે, આમ આદમી પાર્ટીની તમામ બેઠકો પર ઉમેદવારો ન હોવાથી કેટલીક બેઠકો પર ચૂંટણીનો મુકાબલો મર્યાદિત બન્યો છે. ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ૧૨ બેઠકો પર સીધી ટક્કર હોવાથી આ બેઠકોનાં પરિણામો બંને પક્ષ માટે મહત્ત્વનાં બની છે.

૧૨ બેઠકો પર સીધી ટક્કર, બાકીની બેઠકો પર સમીકરણ અલગ

આમ આદમી પાર્ટીનાં ચાર ઉમેદવારીપત્રો રદ થયાં હતાં, જ્યારે ત્રણ ઉમેદવારોએ ફોર્મ પાછાં ખેંચ્યાં હતાં. અન્ય કેટલીક બેઠકો પર પણ આપના ઉમેદવારો મેદાનમાં નથી. જ્યાં ત્રણેય પક્ષો વચ્ચે મુકાબલો છે ત્યાં મતવિભાજન પરિણામને અસર કરી શકે છે, જ્યારે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર ધરાવતી બેઠકો પર બંને પક્ષના ઉમેદવારોની વ્યક્તિગત છબી, સ્થાનિક પ્રશ્નો અને સંગઠનશક્તિ મહત્ત્વની બની રહેશે. આપના વોર્ડ નંબર સાતના ઉમેદવાર રાહુલ વાઘેલાએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. આપના નેતાઓએ ઉમેદવારો પર દબાણ અને ધમકીના આક્ષેપ કર્યા છે, જ્યારે ભાજપે આક્ષેપો નકાર્યા છે. આ વિવાદે ચૂંટણીના અંતિમ તબક્કામાં રાજકીય ગરમાવો વધાર્યો છે.

૨૨ બેઠકો મહિલાઓ માટે અનામત

૪૪ બેઠકોમાંથી ૨૨ બેઠકો મહિલાઓ માટે અનામત હોવાથી મહિલા ઉમેદવારોની ભૂમિકા પણ મહત્ત્વની રહેશે. મતદાન દરમિયાન સ્થાનિક વિકાસ, રસ્તા, પાણી, ગટર, સફાઈ અને જાહેર પરિવહન જેવા પ્રશ્નો મતદારોના નિર્ણયને અસર કરી શકે છે. હવે ચૂંટણીમાં પક્ષોના વચનો સામે મતદારોનો પ્રતિસાદ કેવો રહે છે તે મતદાન બાદ ૧૩ ઑક્ટોબરે પરિણામ જાહેર થશે. ત્યારે સ્પષ્ટ થશે કે ગાંધીનગરમાં ભાજપ પોતાનું વર્ચસ્વ જાળવી રાખે છે, કોંગ્રેસ પડકાર ઊભો કરે છે કે આપ કેટલીક બેઠકો પર પોતાની હાજરી મજબૂત બનાવે છે.

પક્ષપલટાના ડર વચ્ચે કોંગ્રેસની સાવચેતી

ચૂંટણીમાં ઉમેદવારોને મેદાનમાં ટકાવી રાખવાનો મુદ્દો પણ ચર્ચામાં છે. કોંગ્રેસે તેના તમામ ૪૪ ઉમેદવારોને પક્ષપલટો ન કરવા અંગે બાંયધરીપત્રો લીધાં હોવાનો દાવો કર્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે કેટલાક ઉમેદવારોને ફોર્મ પાછાં ખેંચાવવા દબાણ કરવામાં આવ્યું હતું. આ આક્ષેપો અંગે ભાજપ તરફથી અલગ દાવો કરવામાં આવ્યો છે.

વધુ વાંચો : VIDEO : દિલ્હીમાં પગ મૂકતાં જ અભિજિત દીપકેની થઈ અટકાયત, વિમાનમાંથી ઉતારીને બસમાં બેસાડીને લઈ જવાયા

ભાજપનો વિકાસનો દાવો, કોંગ્રેસના પાયાની સુવિધાઓના સવાલ

ભાજપે ગાંધીનગરને ‘સ્પોર્ટ્સ કેપિટલ’ અને ‘કોન્ફરન્સ સિટી’ તરીકે વિકસાવવાની સાથે નવા રસ્તા, ઓવરબ્રિજ, AI આધારિત ટ્રાફિક સિગ્નલ, થીમ આધારિત સેક્ટર અને આધુનિક શહેરી સુવિધાઓનાં વચનો આપ્યાં છે. રાંધેજામાં ક્રિકેટ સ્ટેડિયમ, પેથાપુરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને અંબાપુરની વાવના વિકાસની યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gandhinagar Municipal Corporation election

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ