ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : દિલ્હીમાં પગ મૂકતાં જ અભિજિત દીપકેની થઈ અટકાયત, વિમાનમાંથી ઉતારીને બસમાં બેસાડીને લઈ જવાયા

જંતર-મંતર / VIDEO : દિલ્હીમાં પગ મૂકતાં જ અભિજિત દીપકેની થઈ અટકાયત, વિમાનમાંથી ઉતારીને બસમાં બેસાડીને લઈ જવાયા

Published By: Hiralal Parmar

Last Updated: 11:28 AM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના જંતર-મંતર પ્રદર્શનની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યાં છે. પોલીસે CJP ફાઉન્ડર અભિજિત દીપકે સહિતના નેતાઓની અટકાયત કરી છે.

ADVERTISEMENT

કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપકો અભિજીત દિપકે, આશુતોષ રંકા અને સૌરભ દાસને દિલ્હી પહોંચતા જ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરવાના ઇરાદા સાથે મુંબઈથી દિલ્હી ગયા હતા. તેમને ફ્લાઇટની અંદર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન, દિપકેને એમ કહેતા સાંભળી શકાય છે કે, "હું ફક્ત ધરપકડ કરવા આવ્યો છું. મારી ધરપકડ કરો.

અભિજીતે વિમાનની અંદરથી વીડિયો સંદેશ જાહેર કર્યો

અભિજીત દિપકેએ વિમાનની અંદરથી એક વીડિયો સંદેશ જાહેર કર્યો, જેમાં તેમણે કહ્યું, "દિલ્હી પોલીસ અમારી સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરી રહી છે. આવીને અમારી ધરપકડ કરો. આ અરાજકતા છે. ઇન્દિરા ગાંધીના સમયમાં પણ આવું બન્યું ન હતું. હું ડરવાનો નથી.

યુટ્યુબર ધ્રુવ રાઠીની અટકાયત

સીજેપીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનના એક દિવસ પહેલા ભારત પહોંચેલા યુટ્યુબર ધ્રુવ રાઠીને તેમના ગુરુગ્રામ નિવાસસ્થાનેથી અટકાયતમાં લેવામાં આવ્યા છે. તેમણે એક દિવસ પહેલા ઇન્ડિયા ગેટની પણ મુલાકાત લીધી હતી. દિલ્હી પોલીસની એક ટીમ વહેલી સવારે તેમના સેક્ટર 56 કેન્દ્રીય વિહાર નિવાસસ્થાને પહોંચી હતી. પોલીસે બળજબરીથી તેમના ઘરમાં ઘૂસીને ધ્રુવ રાઠીની અટકાયત કરી હતી. તે સમયે તેમની માતા પણ ઘરમાં હાજર હતી. અહેવાલો સૂચવે છે કે પોલીસ ટીમમાં લગભગ 50 સભ્યો હતા. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

દિલ્હીમાં કોકરોચનું આંદોલન

ઉલ્લેકનીય છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સરને હટાવવાના મામલે દિલ્હીમાં અભિજિત દીપકેની આગેવાનીમાં મોટું વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. પ્રદર્શનમાં ભાગ લેવા માટે અભિજિત દીપકે મુંબઈથી દિલ્હી આવ્યાં હતા પરંતુ તેઓ પગ મૂકે તે પહેલાં જ તેમની અટકાયત કરી લેવાઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

delhi CJP Protest

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ