ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / Ranabaali Film Trailerમાં વિજય દેવરકોંડાનો રૌદ્ર અવતાર, અંગ્રેજોના અત્યાચાર જોઈને ધ્રૂજી ઊઠશો
Last Updated: 05:48 PM, 9 October 2026
ADVERTISEMENT
વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાન્નાની સ્ટારર ફિલ્મ "રાણાબલી" 16 ઓક્ટોબર 2026 ના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. રાહુલ સાંકૃતીયન દ્વારા દિગ્દર્શિત, આ એક્શન ફિલ્મ સ્વતંત્રતા પહેલાના ભારતમાં પૃષ્ઠભૂમિમાં એક બહાદુર યોદ્ધાની કહાની દર્શાવે છે. રિલીઝ પહેલા, નિર્માતાઓએ ગત દિવસોમાં ટ્રેલર રિલીઝ કર્યું છે.
ADVERTISEMENT
3 મિનિટ 56 સેકન્ડનું ટ્રેલર એક એવી દુનિયા દર્શાવે છે જ્યાં લોકો જુલમી બ્રિટિશ શાસન હેઠળ પીડાય છે. જ્યારે ગરીબો દુષ્કાળ સામે જજૂમી રહ્યા છે, ત્યારે દેવતાઓ દ્વારા આશીર્વા પ્રાપ્ત એક યોદ્ધા પોતાના લોકોને બચાવવાનો પડકાર સ્વીકારે છે અને, બધી મુશ્કેલીઓ છતાં ભયંકર યુદ્ધ માટે તૈયાર થાય છે.
ADVERTISEMENT
રણબાલી ટ્રેલર રિવ્યૂ
ટ્રેલરમાં કહાનીનો વિશાળ અવકાશ સ્પષ્ટપણે દર્શાવે છે, અને પ્રોડક્શન વૈલ્યૂ અને વીજ્યૂઅલ્સ કહાનીને અનુરૂપ છે. જો કે એડિટિંગમાં કોઈ ખાસ હાઇ પોઇંટ નથી અને ક્યારેક થોડો ધીરે-પિટે રીતે નજર આવે છે. વધુમાં, "એક" તારણહાર (મસીહા) નો કોન્સેપ્ટ અને આધ્યાત્મિક જાગૃતિનો સંકેત કંઈક અંશે ઘસાયેલ લાગે છે.
ADVERTISEMENT
ટ્રેલર જોઇને આ ક્ષેત્રના નિષ્ણાતોને લાગે છે કે ફિલ્મ વધુ પડતી નાટકીય લાગે છે. નાનીની તાજેતરની ફિલ્મ "ધ પેરેડાઇઝ" માં પણ આવું જ દૃશ્ય જોવા મળ્યું હતું, જે બધી ઘોંઘાટવાળી હતી અને તેમાં કોઇ ગહેરાઇ ન હતી. "રાણાબલી" ટ્રેલરમાં અંગ્રેજો દ્વારા ભારતીયોની ક્રૂર હત્યાનું પણ ચિત્રણ કરવામાં આવ્યું છે, જે થોડું વિચલિત કરી શકે છે. જો કે તે પ્રેક્ષકોમાં લાગણીઓ જગાડવા માટે જબરજસ્તી કરાયુ હોય તેવું લાગે છે. જ્યારે હિંસાનો ઉપયોગ ફક્ત ચોકાવવા માટે કરાય છે, ત્યારે તેની અસર ઓછી થાય છે. તે પ્રેક્ષકોમાં ઇચ્છિત લાગણીઓ જગાડી નથી શકતુ જેવી આશા રાકવામાં આવી હોય છે. તાજેતરના વર્ષોમાં ઘણી ફિલ્મોમાં આ રીતે હિંસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને તે હવે પ્રેક્ષકોને અસંવેદનશીલ બનાવવાના તબક્કે પહોંચી ગયું છે.
જોકે ફાઇનલ કટ અથવા રિલીઝ થવા સુધી પહેલા કહાની અને કિરદારોના વિકાસનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવું જલ્દબાજી હશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ મનોરંજન / 'કાળા હરણ' ફિલ્મ વિવાદ: સલમાન ખાનને 4 અઠવાડિયામાં જવાબ આપવા દિલ્હી હાઈકોર્ટની નોટિસ
ADVERTISEMENT
રશ્મિકા અને વિજયનો રોમાંસ જોવા મળશે
વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ફરી એકવાર મોટા પડદા પર તેમની કેમિસ્ટ્રી દર્શાવશે, અને તેમના ચાહકોને ફિલ્મમાં એક્શન અને રોમાંસનું મિશ્રણ ગમશે તેવી અપેક્ષા છે. વધુમાં "ધ મમ્મી" અભિનેતા અનોલ્ડ વોસ્લો મુખ્ય વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે, તેથી તે જોવાનું રસપ્રદ રહેશે કે તે ફિલ્મના સાચા ખલનાયકને કેટલી અસરકારક રીતે રજૂ કરે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ