ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દરવાજો બંધ થતા જ પેસેન્જર 'વંદે ભારત'ની બહાર રહી ગયો, તો પછી શું થયું? જુઓ Video

RPFને સલામ / દરવાજો બંધ થતા જ પેસેન્જર 'વંદે ભારત'ની બહાર રહી ગયો, તો પછી શું થયું? જુઓ Video

Published By: Nirav Kumar

Last Updated: 09:19 PM, 6 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાવડા સ્ટેશન પર વંદે ભારતના ઓટોમેટિક દરવાજા બંધ થતાં એક મુસાફર ટ્રેનની બહાર રહી ગયો હતો. જેથી RPF જવાને તરત ડ્રાઇવરને ઇશારો કરી ટ્રેન રોકાવી અને મુસાફરને અંદર ચઢાવી દીધો હતો. જેનો વીડિયો વાયરલ થયો છે.

ADVERTISEMENT

હાવડા સ્ટેશન પર એક મુસાફર વંદે ભારત એક્સપ્રેસમાં ચઢી શક્યો નહીં. જેમાં ટ્રેનના ઓટોમેટિક દરવાજા બંધ થઈ ગયા અને ટ્રેન આગળ વધવા લાગી હતી. મુસાફર ગભરાઈને ટ્રેનની સાથે ચાલતો રહ્યો હતો. આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે લોકો હાર માની લે છે પણ અહીં RPFના એક જવાને જે કર્યું તેના કારણે આ ઘટના ચર્ચામાં આવી છે.

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે મુસાફર ખૂબ પરેશાન છે. તે ટ્રેનની આસપાસ ફરી રહ્યો છે અને સમજી શકતો નથી કે હવે શું કરવું. દરવાજા બંધ થઈ ગયા હોવાથી અંદર જવાનું મુશ્કેલ હતું. તેને મદદ માટે આસપાસ જોયું અને આખરે ત્યાં હાજર RPF જવાનને આખી વાત કહી.

જવાને કહ્યું નહીં કે ‘હવે ટ્રેન નીકળી ગઈ’મુસાફરની મુશ્કેલી સાંભળીને RPF જવાને તેને એમ કહીને ટાળ્યો નહીં કે હવે ટ્રેન છૂટી ગઈ છે. તે તરત જ ટ્રેનના ડ્રાઇવર તરફ દોડી ગયો. જે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે વંદે ભારત ધીમે-ધીમે આગળ વધી રહી છે અને જવાન પણ તેની સાથે દોડીને ડ્રાઇવરની કેબિન તરફ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે હાથથી ઇશારા કરીને ડ્રાઇવરને સમજાવવાની કોશિશ કરે છે. જવાનની કોશિશ સફળ થઈ. ડ્રાઇવરે ઇશારો સમજી લીધો અને ટ્રેન રોકી દીધી. ત્યારબાદ મુસાફરને રાહત મળી અને તે ટ્રેનમાં ચઢી શક્યો.

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા

આ વીડિયો વાયરલ થયા બાદ લોકો RPF જવાનની તત્પરતા અને સૂઝબૂઝની ભારે પ્રશંસા કરી રહ્યા છે. જેમાં અમુક યુઝર્સ મુસાફરને પણ સમયસર ટ્રેનમાં ચઢવાની જવાબદારીનું ધ્યાન રાખવાની સલાહ આપી રહ્યા છે. જેમાં અમુકે મજાકિયા કોમેન્ટ્સ પણ કરી. આ આખી ઘટનામાં RPF જવાનની તાત્કાલિક કાર્યવાહીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જો જવાન સમયસર ડ્રાઇવર સુધી ન પહોંચ્યો હોત તો મુસાફર માટે ટ્રેન પકડવી મુશ્કેલ બની જાત.

વધુ વાંચો : 8 કલાકથી ધરણાં પર બેઠેલા રાહુલ-પ્રિયંકા ગાંધીની દિલ્હી પોલીસ દ્વારા અટકાયત; મામલો જ્ઞાનેશ કુમારનો

વંદે ભારતના દરવાજા શા માટે ઓટોમેટીક બંધ થાય છે?

વંદે ભારત એક્સપ્રેસ ભારતીય રેલવેની હાઈ-સ્પીડ ટ્રેનોમાંની એક છે. ટ્રેનની ઝડપ અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમાં આધુનિક ઓટોમેટિક પ્લગ ડોર સિસ્ટમ લગાવવામાં આવી છે. ટ્રેન ચાલુ થયા બાદ આ દરવાજા આપમેળે બંધ થઈ જાય છે અને ટ્રેન અટક્યા બાદ જ ખુલે છે. તેનો હેતુ મુસાફરોને ચાલતી ટ્રેનથી થતા જોખમથી બચાવવાનો છે. આ દરવાજાઓને કારણે ટ્રેનની અંદરનું વાતાવરણ પણ વધુ સારી રીતે નિયંત્રિત રહે છે. ખાસ કરીને એર કન્ડિશનિંગ માટે. વંદે ભારત 160 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપે દોડી શકે છે આથી દરવાજાનું આ રીતે ઓટોમેટિક લોક થવું સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્વનું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Howrah Station RPF jawan Vande Bharat

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ