ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 8 કલાકથી ધરણાં પર બેઠેલા રાહુલ-પ્રિયંકા ગાંધીની દિલ્હી પોલીસ દ્વારા અટકાયત; મામલો જ્ઞાનેશ કુમારનો

નેશનલ / 8 કલાકથી ધરણાં પર બેઠેલા રાહુલ-પ્રિયંકા ગાંધીની દિલ્હી પોલીસ દ્વારા અટકાયત; મામલો જ્ઞાનેશ કુમારનો

Published By: Pravin Joshi

Last Updated: 09:13 PM, 6 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં મંગળવારે 'INDIA' ગઠબંધનનું પ્રદર્શન ઉગ્ર બનતાં પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત વિપક્ષના 50 થી વધુ સાંસદો અને લગભગ 250 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

ADVERTISEMENT

ચૂંટણી પંચ (ECI) ની કાર્યપ્રણાલી અને મતદાર યાદીના વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) ના વિરોધમાં મંગળવારે દિલ્હીના માર્ગો પર ભારે રાજકીય વિરોધ જોવા મળ્યો હતો. સંસદ ભવનથી ચૂંટણી પંચના મુખ્યાલય 'નિર્વાચન સદન' તરફ માર્ચ કરી રહેલા વિપક્ષી સાંસદોને પોલીસે અટકાવતાં વાતાવરણ તંગ બન્યું હતું. ત્યારબાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય વરિષ્ઠ નેતાઓ ચૂંટણી પંચથી માત્ર 100 મીટર દૂર આવેલા આકાશવાણી ભવનના પરિસરમાં વૃક્ષ નીચે ધરણા પર બેસી ગયા હતા.

રાત્રે લગભગ 8 વાગ્યે દિલ્હી પોલીસનો ભારે કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષના નેતાઓની અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન પોલીસ અને નેતાઓ વચ્ચે ભારે ધક્કામુક્કી થઈ હતી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર 50 થી વધુ સાંસદો સહિત લગભગ 250 જેટલા પ્રદર્શનકારીઓની અટકાયત કરીને તેમને કિંગ્સવે કેમ્પ સ્થિત નવી પોલીસ લાઈન્સમાં લઈ જવામાં આવ્યા છે.

'અમે કરોડો ભારતીયોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ, તો આયુક્ત કેમ નથી મળતા?' - રાહુલ ગાંધી

પોલીસ અટકાયત બાદ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને પોલીસ પર તીખો હુમલો કર્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, અમે દેશમાં વોટની ચોરી અંગે પ્રશ્નો પૂછવા માગીએ છીએ, પરંતુ અમને રોકવામાં આવ્યા. આજે 300 થી વધુ વિપક્ષી સાંસદો ચૂંટણી પંચને મળવા આવ્યા હતા. અમે કરોડો ભારતીયોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ, છતાં ચૂંટણી આયુક્ત અમને કેમ નથી મળી રહ્યા? પોલીસ અમને કેમ ધમકાવી રહી છે અને રોકી રહી છે?

રાહુલ ગાંધીએ પોલીસ અધિકારીઓને પણ સવાલ કર્યો હતો કે, જો તમે મને અહીંથી હટાવવા માગતા હોવ તો હટાવી દો, પરંતુ મને કહો કે આ દેશમાં હું ક્યાં બેસી શકું? ઇન્ડિયા ગેટ પર, જંતર-મંતર પર કે રસ્તા પર?

ચૂંટણી પંચના ગેટ પર તંગદિલી

ચૂંટણી પંચના મુખ્ય ગેટ બહાર તે સમયે ભારે ઉત્તેજના સર્જાઈ હતી જ્યારે કાર્યકર્તાઓએ અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને ગેટ તોડવાની કોશિશ દરમિયાન સુરક્ષાકર્મીઓ સાથે તીખી ઝપાઝપી થઈ હતી. વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163 હેઠળ મનાઈહુકમ લાગુ હોવાથી પોલીસે આકાશવાણી ભવનમાં પ્રવેશેલા કાર્યકર્તાઓને બસમાં બેસાડીને દૂર કર્યા હતા. કોંગ્રેસના સૂત્રો મુજબ, વિપક્ષ તરફથી ચૂંટણી આયુક્તોને મળવા માટે ઔપચારિક પત્ર પણ પાઠવવામાં આવ્યો છે.

વધુ વાંચો : CEC જ્ઞાનેશ કુમારને મળવા પર અડગ રાહુલ ગાંધી, કહ્યું-'ડરી ગયા છે', આકાશવાણી ભવનમાંથી આપી ચેતવણી

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુનો પ્રહાર: 'આ નાટક ક્યાં સુધી ચાલશે?'

બીજી તરફ વિપક્ષના આ પ્રદર્શન પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પલટવાર કરતાં કહ્યું કે, "કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી દરરોજ ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ પર હુમલા કરે છે, તેને હવે બંધ કરવાનો સમય આવી ગયો છે. 2014 થી આ ડ્રામા સતત ચાલી રહ્યો છે. લોકશાહીમાં જો તમે જનતાની સેવા કરશો તો તમને જનાદેશ મળશે. જનાદેશ ન મળતાં ચૂંટણી પંચને અપશબ્દો કહેવા યોગ્ય નથી." રિજિજુએ ઉમેર્યું કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના કાર્યકર્તાઓ પાસેથી નિઃસ્વાર્થ સેવા કરતા શીખવું જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PriyankaGandhi RahulGandhi DelhiPolice

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ