ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શું BCCIના પ્રેશરથી હરમનપ્રીતે આપ્યું રાજીનામું? જુઓ ઈનસાઈડ સ્ટોરી

સ્પોર્ટ્સ / શું BCCIના પ્રેશરથી હરમનપ્રીતે આપ્યું રાજીનામું? જુઓ ઈનસાઈડ સ્ટોરી

Published By: Pravin Joshi

Last Updated: 04:30 PM, 6 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીસીસીઆઈ (BCCI) ની રિવ્યૂ મીટિંગના બીજા જ દિવસે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ત્રણેય ફોર્મેટની કપ્તાની છોડવાની જાહેરાત કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે.

ADVERTISEMENT

માત્ર 24 કલાક પહેલા સુધી જે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં હતી, તેણે અચાનક જ કેપ્ટન્સી પદ પરથી રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે. આ નિર્ણય ગુવાહાટીમાં BCCI સચિવ દેવજીત સૈકિયા, હેડ કોચ અમોલ મજુમદાર, હરમનપ્રીત કૌર અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંઘાના વચ્ચે યોજાયેલી હાઇ-પ્રોફાઇલ રિવ્યૂ મીટિંગના બીજા જ દિવસે આવ્યો છે. આ બંધ રૂમ મીટિંગ બાદ જ હરમનપ્રીતે સોશિયલ મીડિયા પર 'શાંતિ' અને 'સંતોષ' સાથે પદ છોડવાની જાહેરાત કરી, જેનાથી આ નિર્ણય સ્વેચ્છિક હતો કે દબાણપૂર્વક લેવડાવવામાં આવ્યો હતો તેવી અટકળો તેજ થઈ ગઈ છે.

Harmanpreet-Kaur

શું વધતી ઉંમર અને ટી-20 વર્લ્ડ કપનું પ્રદર્શન કારણ બન્યું?

હરમનપ્રીત કૌર છેલ્લા 17 વર્ષથી ભારતીય ક્રિકેટમાં સક્રિય છે. તેની જ કપ્તાની હેઠળ ભારતે 2025 માં દક્ષિણ આફ્રિકાને હરાવીને પ્રથમ વખત મહિલા વનડે વર્લ્ડ કપ જીત્યો હતો અને સતત બીજી વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આમ છતાં, હાલ તેની 37 વર્ષની ઉંમર અને આ વર્ષની શરૂઆતમાં T20 વર્લ્ડ કપમાં ભારતનું ખરાબ પ્રદર્શન અને હરમનપ્રીતનું ફ્લોપ ફોર્મ તેના રાજીનામા પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. પૂર્વ ખેલાડી ડાયના એડુલ્જી સહિતના નિષ્ણાતોએ પણ અગાઉ સ્મૃતિ મંઘાનાને સુકાની પદ સોંપવાની માંગ કરી હતી.

2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ સુધી રમવાની હતી ઈચ્છા

પંજાબના મોગાની વતની અને ભારતની એકમાત્ર વર્લ્ડ કપ વિજેતા મહિલા કેપ્ટન હરમનપ્રીતે અગાઉ 2028 ના લોસ એન્જલસ ઓલિમ્પિક્સ સુધી ટીમનું નેતૃત્વ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના માટે ભારતે ક્વોલિફાય પણ કરી લીધું છે. તેણે 2016 માં T20, 2022 માં ODI અને 2023 માં તમામ ફોર્મેટની કપ્તાની સંભાળી હતી. પોતાના કાર્યકાળ દરમિયાન તેણે 5 ટેસ્ટ, 51 ODI અને 155 T20 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે.

વધુ વાંચો : BCCI સાથે રિવ્યૂ મીટિંગ બાદ હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટની કેપ્ટનશીપ છોડી

ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ શેર કરતા હરમનપ્રીતે લખ્યું કે, તેણે ટીમ માટે પોતાનું સર્વસ્વ આપ્યું છે. કપ્તાની છોડવા છતાં તે એક ઓલરાઉન્ડર ખેલાડી તરીકે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં મેદાન પર રમત ચાલુ રાખશે. હવે ભારતીય મહિલા ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં જ સ્મૃતિ મંઘાનાને નવી સુકાની તરીકે જાહેર કરે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TeamIndia HarmanpreetKaur BCCI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ