ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / LICના આ હિટ પ્લાનમાં નિયમિત રોકાણ કરીને ₹28 લાખ સુધીનું ફંડ તૈયાર થઈ શકે, જાણો કેટલું રોકાણ કરવું પડશે ?

photo-story

6 ફોટો ગેલેરી

LIC Plan / LICના આ હિટ પ્લાનમાં નિયમિત રોકાણ કરીને ₹28 લાખ સુધીનું ફંડ તૈયાર થઈ શકે, જાણો કેટલું રોકાણ કરવું પડશે ?

Last Updated: 11:44 AM, 6 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

LIC બાળકો, વડીલો, યુવાનો અને મહિલાઓ સહિત તમામ વર્ગના લોકોની જરૂરિયાતોને અનુરૂપ વિવિધ પ્લાન રજૂ કરે છે. આમાંનો જ એક પ્લાન છે LICનો 'જીવન લક્ષ્ય પ્લાન', જે રોકાણના અનેક લાભો પ્રદાન કરે છે. આ લોકપ્રિય પ્લાનમાં રોકાણ કરવાથી તમને વીમા કવચ અને બચત-સંબંધિત લાભો એમ બંને મળે છે. દર મહિને માત્ર 5,000 રુપિયા જેટલી રકમનું રોકાણ કરીને, તમે પ્લાનની મુદત પૂરી થવા પર 28 લાખ રુપિયાથી વધુની રકમ એકત્રિત કરી શકો છો.

1/6

photoStories-logo

1. એન્યુઅલ ઇનકમ બેનેફિટવાળા પ્લાન

LIC જીવન લક્ષ્ય પ્લાન એ નોન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ અને વ્યક્તિગત જીવન વીમા યોજના છે. તે પોલિસીધારકને 'વાર્ષિક આવકનો લાભ' પ્રદાન કરે છે, જે પરિવાર અને બાળકોની ચોક્કસ જરૂરિયાતો પૂરી કરવામાં આર્થિક રીતે મદદરૂપ સાબિત થાય છે. પોલિસીની મુદત પૂર્ણ થાય તે પહેલાં પોલિસીધારકનું મૃત્યુ થાય તેવા સંજોગોમાં, નોમિની અથવા કાયદેસરના વારસદારને એકમ રકમ ચૂકવવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. જેટલુ ઇચ્છો એટલુ લઇ શકો છો સમ-ઇશ્યોર્ડ

LIC જીવન લક્ષ્ય પોલિસી માટે લઘુત્તમ મૂળ વીમા રકમ 1 લાખ રુપિયા છે, જ્યારે મહત્તમ વીમા રકમ માટે કોઈ ઉપલી મર્યાદા નથી. બીજા શબ્દોમાં કહીએ તો, તમારી પાસે કોઈપણ રકમનો વીમો પસંદ કરવાની સુગમતા છે. આ પ્લાન 13 થી 25 વર્ષની પોલિસી મુદત સાથે ઉપલબ્ધ છે અને પ્રીમિયમની ચુકવણી પોલિસીની મુદત કરતાં ત્રણ વર્ષ ઓછા સમયગાળા માટે કરવાની રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. LIC એ પ્લાન માટે નક્કી છે એજ લિમિટ

LIC જીવન લક્ષ્ય પ્લાનની વય મર્યાદા અંગે વાત કરીએ તો, જો તમે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી હોય તો તમે આ પોલિસી ખરીદવા માટે પાત્ર છો. આ જીવન વીમા પોલિસી માટે પ્રવેશની મહત્તમ ઉંમર 50 વર્ષ છે, જ્યારે મેચ્યોરિટી સમયે મહત્તમ ઉંમર 65 વર્ષ છે. એકવાર તમે આ પ્લાન ખરીદી લો, પછી પ્રીમિયમની ચુકવણી માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક અથવા વાર્ષિક ધોરણે કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મોટા ફંડ જોડાઇ શકે છે ગણિત

જો કોઈ વ્યક્તિ 15 લાખ રુપિયાની વીમા રકમ અને 25 વર્ષની પોલિસી મુદત સાથે LIC જીવન લક્ષ્ય પ્લાન ખરીદે છે, તો તેમણે માત્ર 22 વર્ષ સુધી જ પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. LICના કેલ્ક્યુલેટર મુજબ, પોલિસીધારકે દર મહિને 5,169 રુપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. આ રીતે બનશે 28.5 લાખ રુપિયા

LIC જીવન લક્ષ્ય યોજના જીવન વીમા કવચ અને વિવિધ લાભોની સાથે સાથે મોટી રકમ એકત્રિત કરવાની સુવિધા પણ પૂરી પાડે છે. LICના કેલ્ક્યુલેટર મુજબ, જો 29 વર્ષની વ્યક્તિ ૨૫ વર્ષની મુદત માટે 15 લાખની વીમા રકમ ધરાવતી પોલિસી ખરીદે, તો પોલિસીની મેચ્યોરિટી વખતે તેમને ડબલ બોનસ સહિત 28.50 લાખ રુપિયા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

benefits lic hit scheme jeevan lakshya invest
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ