ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાહોદના ડુંગર પર યુવક-યુવતીએ ગળેફાંસો ખાધો, ઝાડ સાથે લટકતી હાલતમાં લાશો મળી
Last Updated: 12:13 PM, 6 October 2026
ADVERTISEMENT
દાહોદના સિંગવડના હીરાપુર ડુંગર પર યુવક-યુવતીએ ઝાડ સાથે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જીવન ટૂંકાવતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સ્થાનિક લોકોની નજર મૃતદેહ પર પડતાં તેમણે ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ રણધીકપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વિસ્તારની તપાસ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં રણધીપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં લાઈવ થઈને જીવન ટૂંકાવ્યું
યુવક અને યુવતીએ સોશિયલ મીડિયામાં લાઈવ થઈને જીવન ટૂંકાવ્યું હતું જેનો એક વીડિયો વાયરલ થયો છે.
ADVERTISEMENT
આપઘાતનું શું કારણ? રહસ્ય ઘૂંટાયું
ADVERTISEMENT
યુવક-યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ નથી પોલીસને પ્રેમસંબંધનો મામલો લાગી રહ્યો છે. રણધીપુર પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.