ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / સસ્તું થયું સોનું, ચાંદીની ચમક વધી, જાણો આજે તમારા શહેરમાં કેટલો છે સોના-ચાંદીનો ભાવ?
5 ફોટો ગેલેરી
Last Updated: 01:21 PM, 5 October 2026
1/5
સોના અને ચાંદીના ભાવમાં વધઘટનો દોર ચાલુ છે. હાલમાં સોના-ચાંદી અંગે બજારના અંદાજો અલગ છે, જ્યાં કેટલાક નોંધપાત્ર ઉછાળાની આગાહી કરી રહ્યા છે, ત્યાં અન્ય અહેવાલોમાં ભાવના અલગ-અલગ સ્તરોની ચર્ચા કરવામાં આવી છે. આ સંજોગોમાં, ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે 5 ઓક્ટોબરે ભાવ વધ્યા છે કે ઘટ્યા છે તે જાણવું મહત્વપૂર્ણ છે. આવો ભાવ પર એક નજર કરીએ.
2/5
આજે આંતરરાષ્ટ્રીય બજારમાં, ખાસ કરીને કોમેક્સ પર, સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. કોમેક્સના આંકડા મુજબ, આ અહેવાલ લખાય છે તે સમયે સોનાના ભાવમાં 0.06%નો વધારો થયો હતો અને તે પ્રતિ ઔંસ 4,164.80 ડોલરની સપાટીએ પહોંચ્યું હતું. બીજી તરફ, ચાંદીના ભાવમાં 1.46%નો વધારો નોંધાયો હતો અને તે પ્રતિ ઔંસ 61.300 ડોલરના ભાવે ટ્રેડ થઈ રહી હતી.
ADVERTISEMENT
3/5
સ્થાનિક બુલિયન બજારમાં સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. બજાર ખુલતાની સાથે જ સોનું પ્રતિ 10 ગ્રામ આશરે 1.49 લાખ રુપિયાના ભાવે ટ્રેડ થતું જોવા મળ્યું હતું, જ્યારે ચાંદીના ભાવ વધીને પ્રતિ કિલોગ્રામ 2.26 લાખ રુપિયાની નજીક પહોંચ્યા હતા. ગુજરાતમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ માટે પ્રતિ ગ્રામ અંદાજે 13,675 રુપિયા થી 13,779 રુપિયા અને 24 કેરેટ માટે પ્રતિ ગ્રામ અંદાજે 14,468 રુપિયા થી 14,918 રુપિયા છે.
4/5
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, આ અહેવાલ લખાયો તે સમયે, ઓક્ટોબર ડિલિવરી માટેના સોનાના ભાવમાં 1,043 રુપિયાનો ઘટાડો થયો હતો અને તે પ્રતિ 10 ગ્રામ 1,49,347 રુપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી તરફ, ચાંદીના ભાવમાં 697 રુપિયાનો વધારો થયો હતો અને તેનો ભાવ પ્રતિ કિલોગ્રામ 2,26,393 રુપિયા પર પહોંચ્યો હતો.
ADVERTISEMENT
5/5
આજે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. પરિણામે, 24 -કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ દીઠ આશરે 149,540 લાખના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે 22-કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ દીઠ 137,078 લાખની આસપાસ છે. તે જ સમયે, 18-કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ દીઠ 112,155 રુપિયાની નજીક ટ્રેડ થઈ રહ્યું છે. ભારતમાં ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ દીઠ આશરે 226,770 લાખ નોંધાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ