ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / WhatsApp પર PAN Card અપડેટની ફાઈલ મોકલી વૃદ્ધ વેપારીના છેતર્યા, મોબાઈલનું રિમોટ ઍક્સેસ મેળવી ખાતામાંથી ₹5.19 લાખ ઉપાડી લીધા

ગુજરાત / WhatsApp પર PAN Card અપડેટની ફાઈલ મોકલી વૃદ્ધ વેપારીના છેતર્યા, મોબાઈલનું રિમોટ ઍક્સેસ મેળવી ખાતામાંથી ₹5.19 લાખ ઉપાડી લીધા

Published By: Nidhi Panchal

Last Updated: 12:49 PM, 6 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં સાયબર ઠગાઈ અને વિઝા કૌભાંડના બે ગંભીર બનાવો સામે આવ્યા છે, જેમાં વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. બીજી તરફ, સમાધાનના બહાને બોલાવી યુવક પર પાઈપ-છરીથી હુમલો કરાતા હત્યાની કોશિશનો ગુનો નોંધાયો છે.

ADVERTISEMENT

નિકોલમાં રહેતા અને કૃષ્ણનગરમાં કાપડનો વેપાર કરતા ૬પ વર્ષીય વેપારી સાથે બેન્ક ઓફ ઈન્ડિયાના નામે સાયબર ઠગાઈ થઈ છે. વેપારીને વોટ્સએપ પર પાનકાર્ડ અપડેટ કરવા માટે એપીકે ફાઈલ મોકલી ભેજાબાજે તેમના મોબાઈલનું સંચાલન મેળવી લીધું હતું. ત્યાર બાદ ખાતામાંથી પાંચ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. પ.૧૯ લાખ ટ્રાન્સફર કરી લેવાયા છે. નિકોલના ભક્તિરાજ બંગલોઝમાં રહેતા ખુશાલસિંહ ખેમસિંહ રાજપૂત કૃષ્ણનગરમાં દીપક ટેક્સટાઇલ્સ નામે ઇન્ડ‌િસ્ટ્રયલ કાપડનો વેપાર કરે છે. તેઓ બેન્ક ઓફ ઈન્ડિયામાં બચતખાતું ધરાવે છે. ૩ જૂનના રોજ તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ‘BOI PAN CARD UPDATE.apk’ નામની ફાઈલ મોકલવામાં આવી હતી.

fraud

બેન્ક તરફથી મેસેજ આવ્યો હોવાનું માની તેમણે પરિવારના ભાઈની મદદથી ફાઈલ ખોલી હતી અને તેમાં જરૂરી વિગતો ભરી હતી. ફાઈલ ખોલ્યા બાદ ભેજાબાજે મોબાઈલનું સંચાલન મેળવી લીધું હતું. ૪ જૂનના રોજ રૂ. પાંચ લાખ ઉપડી ગયાનો મેસેજ આવતાં વેપારી બેન્કની નિકોલ શાખાએ પહોંચ્યા હતા. તપાસમાં પાંચ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. પ.૧૯ લાખ ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું છે. વેપારીએ ૧૯૩૦ પર જાણ કર્યા બાદ સાયબર ક્રાઈમમાં અજાણ્યા મોબાઈલધારક અને નાણાં મેળવનારા ખાતાધારકો સામે ફરિયાદ નોંધાવી છે.

વેપારી પાસેથી રૂ. ૮૦ લાખ પડાવ્યા

ચાર દિવસમાં અમેરિકા મોકલવાની લાલચ આપી વેપારી પાસેથી રૂ. ૮૦ લાખ પડાવ્યા. ફેક ઈ-વિઝા અને ફ્લાઈટ ટિકિટ બતાવી બાપુનગરની આંગડિયા પેઢીમાં નાણાં જમા કરાવ્યાં. ઓઢવમાં ડાય કાસ્ટિંગની ફેક્ટરી ધરાવતા બાવન વર્ષીય વેપારીને પુત્ર અને પુત્રવધૂને માત્ર ચાર દિવસમાં અમેરિકા મોકલવાની લાલચ આપીને રૂ. ૮૦ લાખની છેતરપિંડી થઈ છે. કલોલના બે એજન્ટ સહિતની ટોળકીએ ઈ-બિઝનેસ વિઝા અને ફ્લાઇટ ટિકિટની લાલચ આપી વેપારી પાસેથી પુત્ર-પુત્રવધૂના અસલ પાસપોર્ટ મેળવી લીધા હતા. ત્યાર બાદ બાપુનગરની આંગડિયા પેઢીમાં નાણાં જમા કરાવડાવ્યાં હતાં.

કંચનબહેનને અમેરિકા મોકલવા માટે સંપર્ક કર્યો

નાના ચિલોડામાં રહેતા અને ઓઢવમાં ઝીંકલ ડાય કાસ્ટિંગ ચલાવતા જીતેન્દ્રભાઈ પટેલે પુત્ર જીલ અને પુત્રવધૂ કંચનબહેનને અમેરિકા મોકલવા માટે સંપર્ક કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ મારફતે સુખબીરસિંહ બાજવા અને તેના માણસોના સંપર્કમાં આવ્યા બાદ મેમ્કો ખાતે બેઠક થઈ હતી. કલોલના શિવેન બારોટ અને જય બારોટે ચાર દિવસમાં અમેરિકા મોકલવાના બહાને કુલ રૂ. ૧.૧પ કરોડનો ખર્ચ થશે તેમ કહી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર બાદ ૬ નવેમ્બરે રૂ. પપ લાખ અને ૭ નવેમ્બરે રૂ. રપ લાખ મળી કુલ રૂ. ૮૦ લાખ બાપુનગરની વી. પટેલ આંગડિયા પેઢીમાં જમા કરાવ્યા હતા. આરોપીઓએ વોટ્સએપ પર ઈ-વિઝા અને ફ્લાઇટ ટિકિટ મોકલી હતી. ઓનલાઈન ચકાસણીમાં વિઝા બનાવટી હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ નાણાં પરત ન મળતાં તપાસ કરતાં રૂ. પપ લાખ રાજકોટ અને રૂ. રપ લાખ સુરતથી અજાણ્યા શખ્સોએ ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું છે. આ અંગે સીઆઈડી ક્રાઈમની આર્થિક ગુના શાખાએ છ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સમાધાનના બહાને બોલાવી યુવક પર પાઈપ-છરીથી હુમલો

માધવપુરા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોધ્યો

શાહીબાગની ગવર્નમેન્ટ એ-કોલોનીમાં રહેતા મુનાવર વાઘેલા પર અગાઉના ઝઘડાની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો છે. આરોપીઓ સમાધાન કરવાના બહાને મુનાવરને બાઈક પર બેસાડી શાહીબાગમાં તેના મામાના ઘરે લઈ ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ આરોપીઓએ પાઈપ અને છરી વડે હુમલો કરતાં મુનાવર ઈજાગ્રસ્ત થયો છે. આ દરમિયાન તેના પુત્ર અયાનને પણ માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મુનાવર વાઘેલાએ આ અંગે માધવપુરા પોલીસ સ્ટેશનમાં આસિફ શમા, મોહસીન સોઢા, મોહસીન સંધી અને મહંમદ હનીફ વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ અગાઉ મુનાવર અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો.

આ પણ વાંચો : ભાવનગરના ત્રાપજમાં ટ્રેલર-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 લોકોનાં મો*ત, ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળા ઉમટ્યા

આ ઝઘડાની અદાવત રાખીને આરોપી આસિફ શમાએ મુનાવરને સમાધાનની વાત કરી પોતાની સાથે બાઈક પર બેસાડ્યો હતો. ત્યાર બાદ મુનાવરને શાહીબાગમાં આવેલા તેના મામા મહંમદ સંધીના ઘરે લઈ જવામાં આવ્યો હતો. સમાધાનની વાત વચ્ચે અચાનક આરોપીઓએ મુનાવર પર પાઈપ અને છરી વડે હુમલો શરૂ કરી દીધો હતો. હુમલામાં મુનાવરને ઈજાઓ પહોંચી હતી. પિતાને બચાવવા દરમિયાન તેના પુત્ર અયાનને પણ આરોપીઓએ માર માર્યો હતો. ઘટનાના પગલે મુનાવરે માધવપુરા પોલીસનો સંપર્ક કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cyber Fraud America Visa Scam Ahmedabad Crime

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ