ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / RBIની મોનિટરી પોલિસી કમિટીની બેઠક શરૂ, 7 ઓક્ટોબરે રેપો રેટ થશે જાહેર, શું EMI વધશે?

RBI Meeting / RBIની મોનિટરી પોલિસી કમિટીની બેઠક શરૂ, 7 ઓક્ટોબરે રેપો રેટ થશે જાહેર, શું EMI વધશે?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:03 PM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI MPC Meet: મીટિંગ 5 થી 7 ઓક્ટોબર સુધી ચાલશે, અને તેના પરિણામો 7 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. આ વખતે ચર્ચાનું કેન્દ્ર મોઘવારી છે, જે આરબીઆઇના 4% લક્ષ્યાંકથી સતત ઉપર રહ્યો છે.

ADVERTISEMENT

RBI MPC Meet: મીટિંગ 5 થી 7 ઓક્ટોબર સુધી ચાલશે, અને તેના પરિણામો 7 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. આ વખતે ચર્ચાનું કેન્દ્ર મોઘવારી છે, જે આરબીઆઇના 4% લક્ષ્યાંકથી સતત ઉપર રહ્યો છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની ત્રણ દિવસીય બેઠક સોમવારથી શરૂ થઈ. મોઘવારીમાં તાજેતરના વધારા બાદ બજારો અને અર્થશાસ્ત્રીઓ નજીકથી જોઈ રહ્યા છે કે શું કેન્દ્રીય બેંક લગભગ ચાર વર્ષ પછી ફરીથી વ્યાજ દર વધારવાનો નિર્ણય લેશે. જો એમ થાય તો ફેબ્રુઆરી 2023 પછી આ પહેલો રેપો રેટ વધારો હશે. મીટિંગ 5 થી 7 ઓક્ટોબર સુધી ચાલશે, અને તેના પરિણામો 7 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. આ વખતે ચર્ચાનું કેન્દ્ર મોઘવારી છે, જે આરબીઆઇના 4% લક્ષ્યાંકથી સતત ઉપર રહ્યો છે.

એક સર્વે કરાયેલા જેમાં લગભગ 60% અર્થશાસ્ત્રીઓએ ઓક્ટોબર મીટિંગમાં 25 બેસિસ પોઇન્ટના વધારાનું અનુમાન લગાવ્યું છે. જો આરબીઆઇ આમ કરશે, તો રેપો રેટ 5.25% થી વધીને 5.50% થશે. અર્થશાસ્ત્રીઓ માને છે કે વધતી જતી મોઘવારી અને ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતો આરબીઆઇને વધુ કડક વલણ અપનાવવા માટે મજબૂર કરી શકે છે.

મોઘવારી શા માટે ચિંતાનો વિષય છે?

ઓગસ્ટ 2026 માં છૂટક મોઘવારી દર 4.82% પર રહ્યો. આ સતત ત્રીજો મહિનો હતો જ્યારે ફુગાવો આરબીઆઇના 4% લક્ષ્યાંકથી ઉપર રહ્યો. ખાદ્ય અને ઉર્જાના ભાવમાં વધારો થવાથી એવી ચિંતા પણ વધી છે કે મોઘવારીનું દબાણ અર્થતંત્રના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે. આ જ કારણ છે કે બજારમાં વ્યાજ દરમાં વધારાની ચર્ચાઓ વધુ તીવ્ર બની છે.

વિવિધ સંસ્થાઓના અંદાજ શું છે?

જાપાની બ્રોકરેજ નોમુરાનો અંદાજ છે કે આરબીઆઇ ઓક્ટોબર અને ડિસેમ્બર બંને બેઠકોમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. આ વર્ષના અંત સુધીમાં રેપો રેટ 5.75% સુધી લાવી શકે છે.

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (UBI) ના સંશોધન અહેવાલ મુજબ FY27 દરમિયાન રેપો રેટ 6% સુધી પહોંચી શકે છે. રિપોર્ટમાં મોઘવારી અને વૈશ્વિક કોમોડિટીના ભાવને મુખ્ય જોખમ ગણાવ્યુ છે.

બેંક ઓફ અમેરિકાનુ અનુમાન સૌથી આક્રમક માનવામાં આવે છે. તેના અનુસાર ઓક્ટોબરથી શરૂ થતા ચક્રમાં કુલ 100 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે, જે 2027 ના પહેલા છ મહિના સુધીમાં રેપો રેટ 6.25% સુધી પહોચી શકે છે. મોર્ગન સ્ટેનલી પણ એવું જ માને છે કે મોઘવારીને નાથવા માટે આરબીઆઇને આગામી મહિનાઓમાં અનેક તબક્કામાં વ્યાજ દરમાં વધારો કરવો પડી શકે છે. બ્રોકરેજ દ્વારા કુલ 100 બેસિસ પોઈન્ટ સુધીના વધારાની સંભાવના કરાઇ છે.

તમારા EMI પર કેટલી અસર પડી શકે છે?

રેપો રેટમાં વધારાનો સૌથી વધુ પ્રભાવ ફ્લોટિંગ-રેટ હોમ લોન, કાર લોન અને અન્ય રિટેલ લોન પર પડે છે. ઉદાહરણ તરીકે જો કોઈ ગ્રાહકે 20 વર્ષ માટે 50 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય અને વ્યાજ દર 8.50% થી વધીને 8.75% થાય, તો તેમનો ઇએમઆઇ આશરે 43,400 રૂપિયાથી વધીને 44,200 રૂપિયા થઈ શકે છે, જેના પરિણામે દર મહિને આશરે 800 રૂપિયાનો વધારાનો બોજ પડશે.

VTV Digital 1

આ પણ વાંચોઃ બિઝનેસ / દુનિયા પર મંડરાયો ખાદ્ય સંકટનો ખતરો, નાણામંત્રી નિર્મલા સિતારમણે આપી ચેતવણી

જો આવનાર સમયમાં કુલ 100 બેસિસ પોઈન્ટનો વધારો થાય અને વ્યાજ દર 9.50% સુધી પહોંચે, તો ઇએમઆઇ દર મહિને આશરે રૂ.3200 વધી શકે છે. જોકે વાસ્તવિક અસર બેંક, લોનની મુદત, વ્યાજ દર રીસેટ ચક્ર અને ગ્રાહકના લોન કરાર પર આધારિત રહેશે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

EMI RBI RBI Meeting

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ