ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જામનગરમાં લગ્નની લાલચ આપી દોઢ લાખ પડાવ્યા, યુવતી થોડા દિવસમાં જ ગાયબ થઈ ગઈ

ક્રાઈમ / જામનગરમાં લગ્નની લાલચ આપી દોઢ લાખ પડાવ્યા, યુવતી થોડા દિવસમાં જ ગાયબ થઈ ગઈ

Published By: Hiralal Parmar

Last Updated: 03:04 PM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગર ખાતે રહેતા ૪૮ વર્ષીય ડોલરભાઈ વ્યાસે લગ્નના નામે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદમાં ડોલરભાઈએ પ્રવીણ ભટ્ટ, કાશી રાઠવા અને પિન્કી પટેલ સામે આરોપ મૂક્યો છે.

ADVERTISEMENT

જામનગર ખાતે રહેતા ૪૮ વર્ષીય ડોલરભાઈ વ્યાસે લગ્નના નામે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદમાં ડોલરભાઈએ પ્રવીણ ભટ્ટ, કાશી રાઠવા અને પિન્કી પટેલ સામે આરોપ મૂક્યો છે.

કાશી નામની મહિલા સાથે લગ્ન

ડોલરભાઈનાં ૪૮ વર્ષની ઉંમરે પણ લગ્ન થયાં ન હોવાથી તેમનાં ફોઈના દીકરા લાલજી ભટ્ટે ભાવનગરમાં રહેતા પ્રવીણ ભટ્ટનો સંપર્ક કરાવ્યો હતો. પ્રવીણને લગ્ન માટે યુવતી શોધવાનું કહેતાં તેણે ડોલરભાઈની મુલાકાત કાશી નામની મહિલા સાથે કરાવી હતી. કાશીએ પોતાની ભત્રીજી પિન્કી પટેલ સાથે ડોલરભાઈનાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. બંનેએ એકબીજાને પસંદ કરતાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

11 જોડી કપડાં અને દોઢ લાખ રુપિયા આપ્યાં

આ દરમિયાન પ્રવીણ અને કાશીએ ડોલરભાઈને લગ્ન માટે 11 જોડી કપડાં અને દોઢ લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું. ડોલરભાઈએ અમદાવાદમાં રહેતી પોતાની ભાણી શિવાનીને ફોન કરી રૂપિયા અંગે વાત કરી હતી. શિવાનીએ ડોલરભાઈને અમદાવાદ બોલાવી દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ પિન્કીએ તે પીરિયડમાં હોવાનું કહી લગ્ન થોડા દિવસ બાદ કરવાની વાત કરી હતી.

વધુ વાંચો : અંજારમાં બોયફ્રેન્ડ સાથે વાત કરતાં પિતાએ ઘરમાં ગોંધી રાખીને દીકરી સાથે દુષ્કર્મ આચર્યું, માતાએ ફોટા પાડ્યાં

ડોલરભાઈએ મંગળસૂત્ર પહેરાવીને દુલ્હન ઘેર લાવ્યાં

ડોલરભાઈએ તેને મંગળસૂત્ર પહેરાવી દીધું હતું અને પિન્કી તેમના ઘરે રહેવા આવી હતી, જોકે તે ડોલરભાઈ સાથે કોઈ સંબંધ રાખતી ન હતી અને ઘરના કામમાં પણ મદદ કરતી ન હતી. થોડા દિવસ બાદ પિન્કીએ તેના સંબંધીના મૃત્યુની વાત કરી ગામ જવાનું કહી ઘર છોડ્યું હતું. ત્યાર બાદ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. લગ્નના નામે રૂપિયા પડાવાયા હોવાની શંકા જતાં ડોલરભાઈએ અંતે ત્રણેય સામે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

jamnagar jamnagar news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ