ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મોત સામે લડીને પણ બચાવ્યા 180 જીવ, કેપ્ટન સ્મિત મચ્છર પર કોકપિટમાં હુમલા બાદ પત્ની સોનલની ભાવુક આપવીતી

photo-story

10 ફોટો ગેલેરી

નેશનલ / મોત સામે લડીને પણ બચાવ્યા 180 જીવ, કેપ્ટન સ્મિત મચ્છર પર કોકપિટમાં હુમલા બાદ પત્ની સોનલની ભાવુક આપવીતી

Last Updated: 08:18 PM, 4 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ફ્લાયદુબઈની ઘટનામાં કેપ્ટન સ્મિત મચ્છરે અસાધારણ હિંમત બતાવી અને પત્ની સોનલે પણ મુશ્કેલ સમયમાં મજબૂતી દાખવી હતી. જેમાં પતિની સારવાર અને ઝડપી સ્વસ્થતા માટે પરિવારની પ્રાર્થના સાથે દેશભરથી સપોર્ટ મળી રહ્યો છે.

1/10

photoStories-logo

1. ફ્લાયદુબઈ ઘટના

ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં કોકપિટની અંદર થયેલા હુમલાએ સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરના પરિવાર માટે તો આ સમય કપરા પરીક્ષાનો રહ્યો. પતિ પર હુમલાની ખબર મળતાં તેમની પત્ની સોનલ મચ્છર આઘાતમાં પડી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. સોનલે જણાવી આપવીતી

આ અંગે સોનલે જણાવ્યું કે એ સમયે તેની સ્થિતિ એવી હતી કે તેમને શું કરવું અને કેવી રીતે પ્રતિક્રિયા આપવી એ પણ સમજાતું નહોતું. પરિવાર અને મિત્રો તેમની સાથે ઉભા રહ્યા અને સ્મિતની સ્થિતિ અંગે મળતા દરેક અપડેટે તેમને થોડી રાહત આપી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/10

photoStories-logo

3. હુમલાની ખબર મળતાં જ સોનલ આઘાતમાં

સોનલ માટે 30 સપ્ટેમ્બરનો દિવસ ક્યારેય ભૂલી શકાય એવો નથી. ફ્લાઇટ દરમિયાન સ્મિત પર હુમલો થયો હોવાની માહિતી મળતાં જ તેઓ અંદરથી હચમચી ગયા હતા. તેમને જણાવ્યું કે તે સમયે તેઓ એટલા ગભરાઈ ગયા હતા કે પરિસ્થિતિને કેવી રીતે સંભાળવી તેની પણ સમજ નહોતી. સ્મિતની સ્થિતિ અંગે સત્તાવાળાઓ પાસેથી મળતી માહિતી જ પરિવાર માટે સૌથી મોટો સહારો બની હતી. જ્યારે ખબર પડી કે સ્મિતની સ્થિતિ સ્થિર છે ત્યારે પરિવારની ચિંતા થોડી ઓછી થઈ. મુશ્કેલીના આ સમયમાં મિત્રો અને પરિવારજનો સતત તેમની સાથે રહ્યા જેના કારણે સોનલને હિંમત મળી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. હોસ્પિટલમાં સ્મિતને મળ્યા બાદ સોનલને મળી મોટી રાહત

1 ઓક્ટોબરે સોનલ અબુધાબીની હોસ્પિટલમાં સ્મિતને મળવા પહોંચી હતી. જેમાં પતિને પોતાની આંખો સામે જોઈને તેમને સૌથી મોટી રાહત એ વાતની થઈ કે સ્મિતની યોગ્ય સારવાર થઈ રહી છે.સોનલના જણાવ્યા પ્રમાણે, સ્મિતની સારવાર યુએઈના ડોક્ટરો ઉપરાંત સૈન્યના ડોક્ટર પણ કરી રહ્યા છે. તેમને વિશ્વાસ છે કે સ્મિતને સારી સારવાર મળી રહી છે અને તે ધીમે ધીમે સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે. હાલ સોનલનું સંપૂર્ણ ધ્યાન સ્મિતની રિકવરી પર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/10

photoStories-logo

5. નેતન્યાહૂ સ્મિત સાથે વાત કરવા માંગે છે, તો સોનલે શું કહ્યું?

ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ સ્મિત સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાની વાત સામે આવી હતી. આ અંગે સોનલે સ્પષ્ટ કર્યું કે સ્મિતની તબિયત સુધરે ત્યાર બાદ તેઓ પોતે જ આ વાતચીત માટે યોગ્ય વ્યક્તિ રહેશે. સોનલનું માનવું છે કે હાલ સ્મિતને આરામ અને સારવારની જરૂર છે. જ્યારે તેમની તબિયત અને માનસિક સ્થિતિ સંપૂર્ણરીતે સુધરશે ત્યારે તેઓ નેતન્યાહૂ સાથે વાત કરી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. પ્રધાનમંત્રી મોદીએ સ્મિત સાથે કરી વાત

આ ઘટનાના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત દરમિયાન સ્મિતે જણાવ્યું હતું કે હુમલા બાદ તેઓ જમીન પર પડી ગયા હતા. લગભગ 17 વર્ષના પાઇલટ તરીકેના અનુભવને કારણે તેમને તરત સમજાઈ ગયું હતું કે વિમાન ઝડપથી ઊંચાઈ ગુમાવી રહ્યું છે. એ સમયે પોતાની જિંદગી બચાવવાની સાથે તેમના મનમાં વિમાનમાં બેઠેલા મુસાફરોનો પણ વિચાર હતો. કોઈ મુસાફરને નુકસાન ન થાય તે માટે તેમને પોતાની ક્ષમતા મુજબ પરિસ્થિતિનો સામનો કર્યો. સ્મિતની હિંમત, ધીરજ અને મુશ્કેલ સમયે નિર્ણય લેવાની ક્ષમતાની પ્રધાનમંત્રી મોદીએ પ્રશંસા કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/10

photoStories-logo

7. ફ્લાયદુબઈની ફ્લાઇટમાં આખરે શું બન્યું હતું?

30 સપ્ટેમ્બરે ફ્લાયદુબઈની FZ1073 ફ્લાઇટ દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી. ઉડાન દરમિયાન કોકપિટમાં ગંભીર ઘટના બની અને કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ, કો-પાઇલટે કોકપિટમાં સ્મિત પર હુમલો કર્યો હતો. હુમલા બાદ વિમાન અચાનક ઝડપથી નીચે આવવા લાગ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. બીજા પાઇલટોએ ફ્લાઇટનું નિયંત્રણ સંભાળ્યું

ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં સ્મિતે કોકપિટનો દરવાજો ખોલવામાં મદદ કરી. ત્યારબાદ વિમાનમાં રહેલા બીજા લોકો કોકપિટ સુધી પહોંચ્યા અને હુમલાખોરને કાબૂમાં લીધો. બાદમાં વિમાનમાં હાજર બીજા પાઇલટોએ ફ્લાઇટનું નિયંત્રણ સંભાળ્યું અને સાઉદી અરેબિયાના તબુકમાં વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. અહેવાલો અનુસાર વિમાનમાં લગભગ 180 લોકો સવાર હતા અને તમામ લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા. ઘટનાના કારણો અને હુમલા પાછળની મંશા અંગે તપાસ ચાલી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/10

photoStories-logo

9. કોણ છે સોનલ મચ્છર?

સોનલ મચ્છર કેપ્ટન સ્મિત મચ્છરની પત્ની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ મુંબઈના રહેવાસી છે. ફ્લાઇટની આ ઘટનાથી લઈને અત્યાર સુધી તેઓ સતત સ્મિતની સારવાર અને સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી રહ્યા છે. સોનલે મુશ્કેલીના આ સમયમાં દેશભરમાંથી મળતી શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં લોકોના મેસેજ તેમને અને તેમના પરિવારને આ મુશ્કેલ સમયમાં હિંમત આપી છે. હાલ સોનલની સૌથી મોટી ઈચ્છા એક જ છે કે, સ્મિત સંપૂર્ણરીતે સ્વસ્થ થાય અને વહેલી તકે પોતાના પરિવાર પાસે ઘરે પરત ફરે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. 2013માં થઈ હતી સોનલ અને સ્મિતની સગાઈ

સોનલ જોગી અને સ્મિત મચ્છરની મુલાકાત વર્ષ 2013માં થઈ હતી. 1 મે 2013ના રોજ બંનેની સગાઈ થઈ હતી અને ત્યારબાદ બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન બાદ બંનેએ થાઈલેન્ડમાં હનીમૂન મનાવ્યું હતું. સમય સાથે બંનેએ જીવનની અનેક યાદગાર પળો સાથે વિતાવી. બાદમાં તેમના જીવનમાં બાળકનું આગમન થયું અને પરિવાર વધુ ખુશહાલ બન્યો. આજે જ્યારે સ્મિત હોસ્પિટલમાં જીવનની સૌથી મુશ્કેલ લડાઈ લડી રહ્યા છે ત્યારે સોનલ સહિત આખો પરિવાર તેમના જલદી સાજા થવાની રાહ જોઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Flydubai incident cockpit attack global attention
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ