ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 103 ગણા સબસ્ક્રિપ્શન બાદ આ IPOનું 5 ઓક્ટોબરે લિસ્ટિંગ, જાણો GMP અને લિસ્ટિંગ ગેઈનના સંકેતો

બિઝનેસ / 103 ગણા સબસ્ક્રિપ્શન બાદ આ IPOનું 5 ઓક્ટોબરે લિસ્ટિંગ, જાણો GMP અને લિસ્ટિંગ ગેઈનના સંકેતો

Published By: Nirav Kumar

Last Updated: 05:29 PM, 4 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેન્ચમાર્ક ઇન્ફોટેકનો IPO રોકાણકારોમાં ખુબ ફેમસ રહ્યો છે અને હવે મજબૂત લિસ્ટિંગની શક્યતા છે. જેમાં 5 ઓક્ટોબરે NSE SME પર લિસ્ટ થતા આ શેરની પર્ફોમન્સ પર નજર રાખવી રસપ્રદ રહેશે.

ADVERTISEMENT

બેન્ચમાર્ક ઇન્ફોટેક સર્વિસિસ એક ઇન્ટિગ્રેટેડ IT અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ કંપની છે. તેનું 42 કરોડ રૂપિયાનો IPO 25થી 29 સપ્ટેમ્બર સુધી ઓપન હતો. અને રોકાણકારોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. જેમાં કુલ મળીને તે 103.12 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જેમાં QIB ભાગ 88.62 ગણો, NII 136.92 ગણો અને રિટેલ રોકાણકારોનો ભાગ 96.90 ગણો ભરાયો હતો.

હવે આ શેર્સ 5 ઓક્ટોબરે NSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થવાના છે. ઇશ્યુ પ્રાઇસ 110 રૂપિયા હતી અને ડિમેટ એકાઉન્ટમાં શેર્સ 1 ઓક્ટોબરે ક્રેડિટ થઈ ગયા છે. ગ્રે માર્કેટમાં હાલની GMPરૂપિયા 25 જેટલી છે, જે ઇશ્યુ પ્રાઇસની સરખામણીમાં લગભગ 22.73 ટકાનું પ્રીમિયમ દર્શાવે છે. આ સંકેતો મજબૂત લિસ્ટિંગ તરફ ઇશારો કરે છે પણ નિષ્ણાતો કહે છે કે અંતિમ પરિણામ કંપનીની કારોબારી સ્થિતિ અને લિસ્ટિંગના દિવસની બજાર પરિસ્થિતિ પર પણ આધાર રાખે છે.

IPOમાં 37 કરોડ રૂપિયાના નવા શેર્સ જારી થયા છે અને બાકીના શેર્સ ઓફર ફોર સેલ દ્વારા વેચાયા છે. નવા શેર્સમાંથી મળેલા પૈસામાંથી આશરે 30 કરોડ રૂપિયા વર્કિંગ કેપિટલ માટે 4.59 કરોડ રૂપિયા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે અને 3.18 કરોડ રૂપિયા IPO ખર્ચ માટે વપરાશે.

કંપની સરકારી વિભાગો, PSU, સંસ્થાઓ અને ખાનગી ક્લાયન્ટ્સને એન્ડ-ટુ-એન્ડ ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ પૂરા પાડે છે. તેમાં નેટવર્કિંગ, સ્ટ્રક્ચર્ડ કેબલિંગ, ફાઇબર ઓપ્ટિક, સર્વેલન્સ સિસ્ટમ, ઓડિયો-વિઝ્યુઅલ સોલ્યુશન્સ, ડેટા સેન્ટર, ક્લાઉડ અને વાર્ષિક મેન્ટેનન્સ સર્વિસનો સમાવેશ થાય છે. તાજેતરમાં AI લેબ સેટઅપનું કામ પણ શરૂ કર્યું છે.

વધુ વાંચો : 9 વર્ષ બાદ ટેક્સ સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી? 7 ઓક્ટોબરે લેવાશે નિર્ણય

જેમાં નાણાકીય બાજુએ કંપની મજબૂત દેખાય છે. FY 2024-26 દરમિયાન નેટ પ્રોફિટ આશરે 163 ટકાના CAGRથી વધીને 10.22 કરોડ અને કુલ આવક લગભગ 36 ટકાના CAGRથી 63.99 કરોડ પર પહોંચી છે. જેમાં માર્ચ 2026ના અંતે કુલ દેવું માત્ર 2.71 કરોડ હતું જ્યારે રિઝર્વ અને સરપ્લસ 26.44 કરોડ હતા.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IT company Benchmark Infotech New IPO

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ