ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / અકાળે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા પિતૃઓનું શ્રાદ્ધ ક્યારે કરવું? જાણો ચતુર્દશી શ્રાદ્ધના ખાસ નિયમો
5 ફોટો ગેલેરી
Last Updated: 05:48 PM, 4 October 2026
1/5
પિતૃપક્ષ હાલ ચાલી રહ્યો છે અને આ વર્ષે તે 10 ઓક્ટોબર રવિવાર સુધી ચાલશે. જેમાં દરેક તિથિનું અલગ મહત્ત્વ છે અને સામાન્ય રીતે જે તિથિએ વ્યક્તિનું અવસાન થયું હોય તે જ તિથિએ તેમનું શ્રાદ્ધ કરવાની પરંપરા છે. પરંતુ જો કોઈ પરિવારજનનું અકાળે મૃત્યુ થયું હોય જેમ કે અકસ્માત, આત્મહત્યા, હથિયારના ઘા, હિંસા, ઝેર, આગ કે પાણીમાં ડૂબવાથી તો તેમના માટે અલગ તિથિ નક્કી કરવામાં આવી છે.
2/5
ADVERTISEMENT
3/5
જો કોઈની મૃત્યુ સામાન્ય સંજોગોમાં ચતુર્દશી તિથિએ થઈ હોય તો તેમનું શ્રાદ્ધ આ દિવસે કરવું નહીં. તેના બદલે સર્વ પિતૃ મોક્ષ અમાસના દિવસે કરવું વધુ યોગ્ય માનવામાં આવે છે. મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય મૃત્યુવાળા માટે ચતુર્દશીએ શ્રાદ્ધ કરવાથી ઘરમાં અશાંતિ અને વિવિધ મુશ્કેલીઓ આવી શકે છે.
4/5
જો અકાળ મૃત્યુની તિથિ યાદ ન હોય તો પણ ચતુર્દશીએ કરેલું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન પિતૃઓને ફળ આપે છે. જેમાં કોઈ કારણસર શ્રાદ્ધ કરી ન શકો તો દક્ષિણ દિશા તરફ હાથ જોડીને શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું સ્મરણ કરવાથી પણ તેમની કૃપા બની રહે છે. જેમાં સમર્થ હોવા છતાં શ્રાદ્ધ ન કરનાર પ્રત્યે પિતૃઓ નારાજ થઈ શકે છે.
ADVERTISEMENT
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ