ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દરરોજ માત્ર ₹151 ની બચત અને આજીવન મળશે ₹80,000 નું પેન્શન! જાણો LIC ની આ ખાસ સ્કીમ વિશે
6 ફોટો ગેલેરી
Last Updated: 05:08 PM, 4 October 2026
1/6
લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) દેશના દરેક વર્ગ માટે અલગ-અલગ પ્રકારના પ્લાન્સ ઓફર કરે છે. આ તમામમાં LIC ની 'જીવન ઉમંગ' (Jeevan Umang) પોલિસી ખુબ જ લોકપ્રિય છે, કારણ કે આ એક જ પોલિસીમાં ઇન્શ્યોરન્સ કવરેજ, આજીવન પેન્શન, બોનસ અને ટેક્સ છૂટનો 'ચોગ્ગો' મળી જાય છે. આ એક નોન-લિંક્ડ, પાર્ટિસિપેટીંગ, હોલ-લાઇફ ઇન્શ્યોરન્સ અને સેવિંગ્સ પ્લાન છે.
2/6
આ પોલિસી 30 દિવસના બાળકના નામે પણ લઈ શકાય છે અને મહત્તમ 55 વર્ષની ઉંમરની વ્યક્તિ પણ ખરીદી શકે છે. વિમાની રકમ (Sum Assured): ઓછામાં ઓછું ₹2 Lakh નું બીમું કરાવવું જરૂરી છે, જ્યારે મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી. પોલિસી ટર્મ: આ પોલિસીની મેચ્યોરિટી પોલિસીધારક 100 વર્ષનો થાય ત્યારે થાય છે. પ્રીમિયમ પેઇંગ ટર્મ (PPT): એન્ટ્રી એજ પ્રમાણે 15, 20, 25 અથવા 30 વર્ષ માટે પ્રીમિયમ ચુકવણીનો સમયગાળો પસંદ કરી શકાય છે. (જેમ કે, 51 થી 55 વર્ષની વ્યક્તિ માટે માત્ર 15 વર્ષનો વિકલ્પ ઉપલબ્ધ છે).
ADVERTISEMENT
3/6
પોલિસી ખરીદ્યા બાદ પસંદ કરેલો પ્રીમિયમ ટર્મ (PPT) પૂર્ણ થતાં જ પોલિસીધારકને 100 વર્ષની ઉંમર સુધી દર વર્ષે સમ એશ્યોર્ડના 8% બરાબર ગેરેન્ટેડ રકમ (પેન્શન) ખાતામાં જમા થતી રહે છે. જ્યારે પોલિસીધારક 100 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે બેસિક સમ એશ્યોર્ડની સાથે આખી પોલિસી દરમિયાન ભેગું થયેલું સિમ્પલ રિવર્ઝનરી બોનસ અને ફાઇનલ એડિશનલ બોનસ ચૂકવવામાં આવે છે.
4/6
આ પોલિસીમાં ભરેલા પ્રીમિયમ પર આવકવેરા કલમ 80C હેઠળ ટેક્સ છૂટ મળે છે. સાથે જ મેચ્યોરિટી અને પેન્શનની રકમ સેક્શન 10(10D) હેઠળ સામાન્ય રીતે ટેક્સ-ફ્રી હોય છે. પોલિસી દરમિયાન અણધારી ઘટના કે મૃત્યુના કિસ્સામાં નોમિનીને સમ એશ્યોર્ડ અને જમા બોનસની રકમ મળી જાય છે. (8 વર્ષથી નાના બાળકના કિસ્સામાં રિસ્ક કવર પોલિસીના 2 વર્ષ અથવા બાળકના 8 વર્ષ પૂર્ણ થવા પર શરૂ થાય છે).
ADVERTISEMENT
5/6
જો 35 વર્ષના વાલી પોતાના 2 વર્ષના બાળકના નામે ₹10 Lakh ની પોલિસી 20 વર્ષ માટે લે છે, તો ADDB (એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી બેનિફિટ) અને PWB (પ્રીમિયમ વેવર બેનિફિટ) રાઇડર સાથે વાર્ષિક પ્રીમિયમ આશરે ₹55,765 બને છે (એટલે કે રોજના માત્ર ₹153). બાળકની ઉંમર 22 વર્ષ થયા પછી દર વર્ષે આજીવન તેના ખાતામાં ₹80,000 જમા થશે. જો વાલી સાથે કોઈ અણબનાવ બને તો PWB રાઇડરને લીધે તમામ ભવિષ્યના પ્રીમિયમ માફ થઈ જાય છે અને પોલિસી ચાલુ રહે છે.
6/6
જો કોઈ વ્યક્તિ 20 વર્ષની ઉંમરે ₹10 Lakh ની પોલિસી 20 વર્ષના પ્રીમિયમ ટર્મ માટે લે છે, તો ADDB રાઇડર સાથે વાર્ષિક પ્રીમિયમ આશરે ₹54,985 આવે છે (રોજના ₹151). 40 વર્ષની ઉંમરથી દર વર્ષે ખાતામાં આજીવન ₹80,000 પેન્શન તરીકે ક્રેડિટ થશે. જો પોલિસી ટર્મ પૂર્ણ થયાના 5 વર્ષ પછી (જ્યારે ₹4 Lakh પેન્શન મેળવી લીધું હોય) કોઈ દુર્ઘટના બને તો વર્તમાન બોનસ દર મુજબ નોમિનીને આશરે ₹41 થી ₹42 Lakh ની રકમ રિસ્ક કવર તરીકે મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ