ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / શેરમાર્કેટમાં થશે મોટી ઉથલપાથલ! માર્કેટ ખુલતાની સાથે જ આ 20 શેરોમાં જોવા મળશે મોટી હલચલ
Last Updated: 05:21 PM, 4 October 2026
ADVERTISEMENT
નવા અઠવાડિયાના પહેલા જ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે, 5 October ના રોજ ભારતીય શેરબજારમાં કોર્પોરેટ ખબરોને કારણે ઘણા શેરો ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સના રડાર પર રહેશે. HDFC Bank માં CEO ની નિમણૂકથી લઈને Bajaj Finance ના ફંડ રેઝિંગ અને વ્યાપારી આંકડાઓને લીધે આ 20 સ્ટોક્સમાં મોટો ઉછાળો કે ઘટાડો જોવા મળી શકે છે.
ADVERTISEMENT
દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંકે અનુપ બાગચીને નવા MD અને CEO તરીકે નિયુક્ત કર્યા છે. RBI તરફથી તેમના 3 વર્ષના કાર્યકાળને મંજૂરી મળતા જ લીડરશીપને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કંપનીના બોર્ડે પ્રેફરેન્શિયલ ઇશ્યૂ દ્વારા ₹5,800 કરોડ સુધીનું ફંડ એકત્રિત કરવા માટે ઇક્વિટીમાં કન્વર્ટ થઈ શકે તેવા વોરન્ટ્સ ઈશ્યૂ કરવાની મંજૂરી આપી છે.
ADVERTISEMENT
વેદાંત ગ્રુપની આ કંપનીનું સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ટોટલ મેટલ પ્રોડક્શન 5% વધીને 2.71 લાખ ટન થયું છે, જ્યારે સેલેબલ મેટલ પ્રોડક્શન 7% વધીને 2.64 લાખ ટન નોંધાયું છે.
ADVERTISEMENT
સરકારી બેંક ઇન્ડિયન બેંકનો કુલ બિઝનેસ બીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 14.2% ની મજબૂત વૃદ્ધિ સાથે ₹15.96 લાખ કરોડ થયો છે.

ADVERTISEMENT
કંપનીને મિર્ગીની દવા Perampanel ટેબ્લેટના ઉત્પાદન અને વેચાણ માટે યુએસ એફડીએ (US FDA) તરફથી ફાઇનલ મંજૂરી મળી ગઈ છે.
રેલવે ક્ષેત્રની આ પબ્લિક સેક્ટર કંપનીને ઈસ્ટ કોસ્ટ રેલવે તરફથી મળેલા આઈપી-બેઝ્ડ વીડિયો સર્વેલન્સ સિસ્ટમનો મોટો ઓર્ડર કેન્સલ થયો છે.
યુકો બેંકનો ગ્લોબલ બિઝનેસ બીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 18.84% વધીને ₹6.37 લાખ કરોડ પહોંચ્યો છે. બેંકના ટોટલ એડવાન્સિસ 24.68% વધીને ₹2.88 લાખ કરોડ થયા છે.

કેમિકલ ક્ષેત્રની આ કંપનીને 29 સપ્ટેમ્બર 2026 ના રોજ CGST વિભાગ તરફથી ₹266.32 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) બાબતે શો-કોઝ નોટિસ મળી છે.
ફાર્મા કંપનીની યુએસ સબસિડિયરી DRL Inc પર ટેક્સ વર્ગીકરણમાં ભૂલ કરવા બદલ 32,350 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.
બંધન બેંકના લોન અને એડવાન્સિસ 30 સપ્ટેમ્બર સુધી વાર્ષિક 13.1% વધીને ₹1.58 લાખ કરોડ નોંધાયા છે, જ્યારે રિટેલ ટર્મ ડિપોઝિટ 16.8% વધીને ₹79,340 કરોડ થઈ છે.

કેનરા બેંકના ગ્લોબલ બિઝનેસમાં 15.8% નો ઉછાળો આવ્યો છે અને તે ₹30.71 લાખ કરોડ ના સ્તરે પહોંચી ગયો છે.
Accenture ના મજબૂત Q4 પરિણામો અને FY 2027 ના શ્રેષ્ઠ આઉટલુકને કારણે ઇન્ફોસિસના US ADR માં 1 ઓક્ટોબરના રોજ પ્રી-માર્કેટમાં 8% નો ઉછાળો જોવા મળ્યો હતો.
મેંગેનીઝ ઉત્પાદક સરકારી કંપનીએ ઓક્ટોબર 2026 માટે મેંગેનીઝ ઓરની કિંમતોમાં તમામ ગ્રેડ પર 5% નો વધારો કર્યો છે.

પંજાબ નેશનલ બેંકને કથિત ઇનસાઇડર ટ્રેડિંગ નિયમોના ભંગ બદલ SEBI તરફથી એડમિનિસ્ટ્રેટિવ વોર્નિંગ મળી છે.
કંપનીએ એલેક્ઝાન્ડર જ્યોર્જને 1 ઓક્ટોબર 2026 થી 31 માર્ચ 2031 સુધીના સમયગાળા માટે નવા MD તરીકે નિયુક્ત કર્યા છે.
કંપનીનું રો કોલ પ્રોડક્શન સપ્ટેમ્બરમાં 20.7% વધીને 25.7 લાખ ટન પહોંચ્યું છે.

આઈડીબીઆઈ બેંકનો કુલ બિઝનેસ ક્વાર્ટર 2 માં વાર્ષિક 18% ની વૃદ્ધિ સાથે ₹6.27 લાખ કરોડ થયો છે.
સીએમડીનો વધારાનો પ્રભારી સંભાળી રહેલા ડાયરેક્ટર ફાઇનાન્સ ડૉ. બિજય કુમાર મહંતીનો કાર્યકાળ 1 ઓક્ટોબર 2026 થી વધુ 3 મહિના માટે લંબાવવામાં આવ્યો છે.
અનૂપ બાગચીના HDFC Bank માં ગયા બાદ કંપનીએ સિદ્ધાર્થ મિશ્રાને 5 વર્ષ માટે નવા MD અને CEO બનાવ્યા છે.
બેંક ઓફ બરોડાનો ગ્લોબલ બિઝનેસ 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં વાર્ષિક 17.45% વધીને ₹32.64 લાખ કરોડ એ પહોંચી ગયો છે.
(ડિસ્ક્લેમર (અસ્વીકરણ): આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી બજારના અનુમાનો અને આંતરરાષ્ટ્રીય સેન્ટિમેન્ટ સંબંધી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. કમોડિટી માર્કેટમાં રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈપણ પ્રકારનું રોકાણ કે ખરીદી કરતા પહેલાં તમારા પ્રમાણિત નાણાકીય સલાહકાર (Financial Advisor) ની સલાહ લેવી હિતાવહ છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો