ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સુરતના સમાચાર / શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે બ્રાહ્મણ-જૈન સમાજમાં રોષ, નિવેદન પરત ખેંચી માફી માંગે નહીં તો આંદોલનની ચીમકી

વિવાદ / શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે બ્રાહ્મણ-જૈન સમાજમાં રોષ, નિવેદન પરત ખેંચી માફી માંગે નહીં તો આંદોલનની ચીમકી

Published By: Vishal Khamar

Last Updated: 12:34 PM, 3 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શંકરસિંહ વાઘેલાના બ્રાહ્મણ, પાટીદાર અને વાણિયા સમાજ અંગેના નિવેદન સામે બ્રહ્મ સમાજનો વિરોધ. હિરેન જોશીએ નિવેદન પરત ખેંચી માફી માંગવાની કરી માંગ.

ADVERTISEMENT

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બ્રાહ્મણ, પાટીદાર અને વાણિયા સમાજ અંગે કરેલા નિવેદનને લઈને બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા વાઘેલાના નિવેદનની સખત શબ્દોમાં ટીકા કરવામાં આવી છે. સમાજના આગેવાન હિરેન જોશીએ જણાવ્યું કે, નિવેદન પરથી વાઘેલાની માનસિકતા સ્પષ્ટ થાય છે અને તેમણે તાત્કાલિક પોતાનું નિવેદન પરત ખેંચી સમાજની માફી માંગવી જોઈએ.

બ્રહ્મ સમાજે આ સમગ્ર મામલાને રાજકીય પ્રયાસ ગણાવી આરોપ લગાવ્યો છે કે નકારાત્મક પ્રસિદ્ધિ મેળવવા માટે સમાજોમાં વિભાજન ઊભું કરતું નિવેદન કરવામાં આવ્યું છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે ગુજરાતના હિત માટે કોઈ રાજકીય નેતા આગળ આવે તેનું સ્વાગત છે, પરંતુ સમાજોમાં વર્ગવિગ્રહ ઊભો થાય તેવા નિવેદનો સ્વીકાર્ય નથી. જો વાઘેલા નિવેદન પરત ખેંચીને માફી નહીં માંગે, તો આગામી દિવસોમાં બ્રાહ્મણ સમાજ સહિત અન્ય સમાજોના આગેવાનો સાથે ચર્ચા કરીને આંદોલનની નીતિ નક્કી કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે જૈન સમાજમાં રોષ, માફીની માંગ

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના તાજેતરના નિવેદનને લઈને જૈન સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. જૈન સમાજના અગ્રણી નિરવ શાહે નિવેદન આપતા જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રી જેવા જવાબદાર પદ પર રહી ચૂકેલી વ્યક્તિ તરફથી આ પ્રકારનું નિવેદન આવવું યોગ્ય નથી.

નિરવ શાહે આક્ષેપ કર્યો હતો કે, વાઘેલાના નિવેદનથી જૈન, બ્રાહ્મણ અને પટેલ સમાજની લાગણી દુભાઈ છે. તેમણે કહ્યું કે દરેક સમાજ પોતાની પરંપરા, માન્યતા અને સંસ્કૃતિ મુજબ કાર્ય કરે છે, જ્યારે આદિવાસી સમાજ પ્રત્યે પણ તમામ સમાજોમાં લાગણી અને સન્માન છે. તેમના જણાવ્યા મુજબ, આવા નિવેદનો સમાજો વચ્ચે ભેદભાવ અને વિખવાદ ઊભો કરી શકે છે. તેમણે શંકરસિંહ વાઘેલાને અપીલ કરતાં કહ્યું કે, આ મુદ્દો આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં તેમણે પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી તમામ સમાજની માફી માંગવી જોઈએ.

શંકરસિંહ વાઘેલાના નિવેદન પર બ્રહ્મ સમાજનો વિરોધ

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના તાજેતરના નિવેદનને લઈને બ્રહ્મ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશ દવેએ VTVNEWS સાથેની વાતચીતમાં વાઘેલાના નિવેદનને વિવાદિત ગણાવી તેનો વિરોધ નોંધાવ્યો હતો. દવેએ આક્ષેપ કર્યો હતો કે કોઈ ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવાના હેતુથી આ પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું હોય તેમ લાગે છે. તેમણે વધુમાં કહ્યું કે શંકરસિંહ વાઘેલા રાજકારણમાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા આવ્યા છે. વાઘેલાના નિવેદનને વખોડતા દવેએ પડકાર ફેંક્યો હતો કે જો વાઘેલા મેલું ઉપાડવા તૈયાર હોય તો તેઓ રૂ. 5 લાખ આપવા તૈયાર છે. સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા વચ્ચે લાઇમલાઇટમાં આવવા માટે આ પ્રકારના નિવેદનો કરવામાં આવી રહ્યા છે. જોકે, આ તમામ દાવા યજ્ઞેશ દવેના આક્ષેપો અને નિવેદન તરીકે જ રજૂ કરવામાં આવે છે.

શંકરસિંહ વાઘેલાના નિવેદનને લઈને દિનેશ બાંભણિયાની પ્રતિક્રિયા

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના તાજેતરના નિવેદનને લઈને ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે. બાંભણિયાએ આક્ષેપ કર્યો કે, “બાપુ ચૂંટણી સમયે ફરી આવા નિવેદનો કરી રહ્યા છે. તેમના નિવેદનો બાલ્યાવસ્થામાં કરેલા નિવેદનો જેવા છે અને તે બુદ્ધિનું પ્રદર્શન છે.”

આ પણ વાંચોઃ ભાજપના જવાહર ચાવડાનો સરકાર સામે બળાપો, બેરોજગારી મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છતાં પ્રતિભાવ ન મળ્યાનો દાવો

દિનેશ બાંભણિયાએ વધુમાં જણાવ્યું કે, શંકરસિંહ વાઘેલાના નિવેદનોને લઈને પાટીદાર સમાજ અને બ્રહ્મ સમાજ દ્વારા માનવ અધિકાર આયોગમાં ફરિયાદ સાથે પિટિશન કરવામાં આવશે. તેમણે આક્ષેપ કર્યો કે આવા નિવેદનો સમાજમાં વર્ગવિગ્રહ ઊભો કરી શકે છે અને સામાજિક એકતાને અસર પહોંચાડી શકે છે. તેમણે શંકરસિંહ વાઘેલાને આવા નિવેદનો ટાળવા અપીલ પણ કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Brahmin community Gujarat politics Shankarsinh Vaghela

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ