ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / કોકપિટમાં જીવલેણ હુમલો છતાં ન હારી હિંમત, અંદરથી દરવાજો ખોલી બચાવ્યા હતા દરેકના જીવ

Hijack Scare / કોકપિટમાં જીવલેણ હુમલો છતાં ન હારી હિંમત, અંદરથી દરવાજો ખોલી બચાવ્યા હતા દરેકના જીવ

Published By: Nirav Kumar

Last Updated: 08:03 AM, 2 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે સાહસ અને સમયસૂચકતા દાખવીને કોકપિટનો દરવાજો અંદરથી અનલોક કર્યો હતો. તેમના આ એક જ નિર્ણયને કારણે હુમલાખોર પર કાબૂ મેળવી શકાયો અને વિમાનમાં સવાર 174 મુસાફરોના જીવ બચી ગયા.

ADVERTISEMENT

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી 'ફ્લાયદુબઈ'ની ફ્લાઈટમાં એક રુંવાડા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી હતી. ફ્લાઈટ દરમિયાન કો-પાઈલટે અચાનક ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મચ્છર પર છરી વડે હુમલો કરી દીધો હતો. આ અચાનક થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ અને લોહીલુહાણ થવા છતાં કેપ્ટન સ્મિતે પોતાની હિંમત અને સૂઝબૂઝ ગુમાવી નહોતી.

કો-પાઈલટ સતત વાર કરી રહ્યો હોવા છતાં કેપ્ટન મચ્છરે અસાધારણ સાહસ બતાવીને કોકપિટના દરવાજાનું ઈમરજન્સી રિલીઝ મેકેનિઝમ ચાલુ કર્યું અને અંદરથી દરવાજો અનલોક કરી દીધો. ઉલ્લેખનીય છે કે, સુરક્ષા કારણોસર બહારથી ગમે તેટલો કોડ નાખવામાં આવે તો પણ કોકપિટનો દરવાજો અંદરથી જ અનલોક કરવો પડે છે અને આ સ્વિચ હુમલાખોર કો-પાઈલટ તરફની બાજુએ હતું.

મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ કેપ્ટને ઈમરજન્સી સિગ્નલ મોકલ્યા અને કેબિન ક્રૂ સાથે સંપર્ક સાધીને દરવાજો ખોલી આપ્યો. દરવાજો ખુલતા જ ફ્લાઈટ સ્ટાફ અંદર ધસી આવ્યો અને હુમલાખોર કો-પાઈલટ પર કાબૂ મેળવી લીધો. કેપ્ટન સ્મિત મચ્છરના આ અદ્ભુત સમયસૂચકતા અને બહાદુરીને કારણે વિમાનમાં સવાર તમામ 174 મુસાફરોનો બચાવ થયો હતો આજે સમગ્ર વિશ્વ આ ભારતીય રીયલ હીરોની બહાદુરીને સલામ કરી રહ્યું છે.

અજય સિંહે કહ્યું કે આ માત્ર સ્પાઈસજેટ માટે નહીં પરંતુ આખા દેશ માટે ગર્વનો પળ છે. સ્મિતે પોતાની ફરજ અદા કરી છે. પાયલટની સૌથી મોટી જવાબદારી યાત્રીઓની સુરક્ષા છે. હુમલાખોરનો સામનો કરવો, કોકપિટનું દરવાજું ખોલવો અને નીચે તરફ ઝડપથી પડતા વિમાનને કાબૂમાં લેવું છે, આ બધું અસાધારણ સાહસનું કામ હતું.

વધુ વાંચો : ફ્લાઇટ FZ1073ના કોકપીટમાં કેપ્ટન પર હુમલો, વિમાન ક્રેશ કરવાના પ્રયાસનો આરોપ, સાઉદીએ ઓમાની કો-પાયલટને UAEને સોંપ્યો

અજય સિંહે કહ્યું કે આ માત્ર સ્પાઈસજેટ માટે નહીં, પરંતુ આખા દેશ માટે ગર્વનો પળ છે. સ્મિતે પોતાની ફરજ અદા કરી. પાયલટની સૌથી મોટી જવાબદારી યાત્રીઓની સુરક્ષા છે. હુમલાખોરનો સામનો કરવો, કોકપિટનું દરવાજું ખોલવું અને નીચે તરફ ઝડપથી ગિરતા વિમાનને કાબૂમાં લેવું – આ બધું અસાધારણ સાહસનું કામ હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smit Machhar knife attack flydubai

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ