ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પિકનિક બની મોતની સફર! દરિયાએ 8 વિદ્યાર્થીઓને ભરખી લીધા

મહારાષ્ટ્ર / પિકનિક બની મોતની સફર! દરિયાએ 8 વિદ્યાર્થીઓને ભરખી લીધા

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:10 PM, 1 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra News:મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના દિવેઆગર બીચ પર એક મોટી દુર્ઘટના બની છે. પીકનીક પર આવેલા છાત્રોને દરિયો ભરખી ગયો છે. આઠ વિદ્યાર્થીઓના મૃતદેહ સમુદ્રમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ગુરુવારે (૧ ઓક્ટોબર) એક મોટી દુર્ઘટના બની. પિકનિક પર ગયેલા આઠ વિદ્યાર્થીઓ દરિયામાં ડૂબી ગયા. આ ઘટના દિવેઆગર બીચ પર બની. અહેવાલો અનુસાર પુણે જિલ્લાના આલંદીથી એક ખાનગી ક્લાસના છાત્રો પિકનિક માટે દિવેઆગર આવ્યા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર કે દરિયાના પાણીની ઉડાઇ અને લહેરોનો અંદાજ ની હોવાને કારણે આ દુ:ખદ અકસ્માત થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

દિવેઆગર રાયગઢના શ્રીવર્ધન તાલુકામાં આવેલું એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. ઘટનાની માહિતી મળતાં તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓ બચાવ કાર્યમાં મદદ કરી હતી. વ્યાપક પ્રયાસો પછી આઠેય લોકોના મૃતદેહ દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

VTV Digital 1

આ પણ વાંચોઃ રાજનીતિ / ભાજપના રાજ્યસભા સાંસદ રાજેશ શુક્લને HCની નોટિસ, ચૂંટણીમાં ખોટા એફિડેવિટનો છે મામલો

આ ઘટનાથી ખળભળાટ મચી ગયો

બધા મૃતદેહોને વધુ કાર્યવાહી માટે બોરલી પંચટન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં જરૂરી ઔપચારિકતાઓ અને વધુ તપાસ ચાલી રહી છે. પિકનિક કરનારાઓ પુણેના આલંદીથી દિવેઆગર આવ્યા હતા. અકસ્માતના સમાચાર ફેલાતાં જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દુ:ખદ ઘટનાથી વિસ્તારમાં શોક અને ગભરાટનું વાતાવરણ સર્જાયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diveagar Beach Raigad News Picnic

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ