ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Fieldmarshalએ ભારતના પ્રથમ ARAI મંજૂર TREM V અનુરૂપ 15 HP અને 18 HP કેટેગરીના સિંગલ સિલિન્ડર ડીઝલ એન્જિન લોન્ચ કર્યા
Last Updated: 07:08 PM, 1 October 2026
ADVERTISEMENT
રાજકોટ, 1 ઓક્ટોબર, 2026: Make-in-Indiaને પ્રોત્સાહન આપતી રાજકોટ સ્થિત ડીઝલ એન્જિન, ટ્રેક્ટર અને અન્ય એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સની ભારતીય મેન્યુફેક્ચરિંગ કંપની Fieldmarshal P.M. Diesels Pvt. Ltd.એ 15 HP અને 18 HP કેટેગરીમાં ભારતના પ્રથમ ARAI (Automotive Research Association of India) મંજૂર ‘TREM V’ અનુરૂપ સિંગલ સિલિન્ડર ડીઝલ એન્જિન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીની છ દાયકાથી વધુ સમયની એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની સફરમાં આ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે.
ADVERTISEMENT
કોમ્પેક્ટ ટ્રેક્ટર અને કૃષિ મશીનરી માટે વિકસાવવામાં આવેલા આ નેકસ્ટ જનરેશન એન્જિનમાં Fieldmarshalની એન્જિનિયરિંગ નિપુણતા સાથે ક્લીનર ટેક્નોલોજી, ઇંધણ કાર્યક્ષમતા, ટકાઉપણું અને કોમ્પેક્ટ એન્જિનિયરિંગને જોડવામાં આવ્યા છે.
આ લોન્ચ સ્વદેશી ટેક્નોલોજીના વિકાસ, આત્મનિર્ભર ભારત અને Make in India પ્રત્યે Fieldmarshalની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. સાથે જ કંપનીને અદ્યતન એન્જિન, ટ્રેક્ટર, કૃષિ મિકેનાઇઝેશન અને એલાઇડ એન્જિનિયરિંગ સોલ્યુશન્સ ક્ષેત્રે વૃદ્ધિના આગામી તબક્કા માટે વધુ મજબૂત સ્થિતિમાં મૂકે છે.
ADVERTISEMENT
નવા એન્જિનમાં સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી EGR સિસ્ટમ આપવામાં આવી છે, જે ક્લીનર એમિશન અને સ્મૂથ ઓપરેશનમાં મદદ કરે છે અને સાથે જ નવીનતમ TREM V એમિશન જરૂરિયાતોનું પાલન કરવામાં સક્ષમ બનાવે છે. Fieldmarshalએ તેની TREM V એન્જિન ટેક્નોલોજી સંબંધિત ભારતમાં અનેક નેશનલ પેટન્ટ પણ ફાઇલ કર્યા છે, જે સ્વદેશી R&D, એન્જિનિયરિંગ ડેવલપમેન્ટ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના નિર્માણ પર કંપનીના વધતા ધ્યાનને દર્શાવે છે.
આ એન્જિન મુશ્કેલ ઓપરેટિંગ વાતાવરણ અને લાંબા સમય સુધી કામ કરવા માટે વિકસાવવામાં આવ્યા છે, જેમાં મજબૂત બાંધકામ સાથે કોમ્પેક્ટ ડિઝાઇન, કાર્યક્ષમ કૂલિંગ અને સરળ મેન્ટેનન્સની સુવિધા આપવામાં આવી છે.
ADVERTISEMENT
લોન્ચ અંગે વાત કરતાં Fieldmarshal P.M. Dieselsના ડિરેક્ટર શ્રી રિશી પટેલે જણાવ્યું હતું કે, “અમારા TREM V એન્જિન પ્લેટફોર્મનો વિકાસ Fieldmarshalની એન્જિનિયરિંગ ક્ષેત્રની સફરમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. છ દાયકાથી વધુ સમયથી, અમારું ધ્યાન વાસ્તવિક ઓપરેટિંગ પરિસ્થિતિઓને અનુરૂપ વિશ્વસનીય પ્રોડક્ટ્સ વિકસાવવા પર રહ્યું છે. ARAI TREM V અનુરૂપ અમારા 15 HP અને 18 HP સિંગલ સિલિન્ડર એન્જિનોનું લોન્ચ અને આ ટેક્નોલોજી સંબંધિત અમારા અનેક નેશનલ પેટન્ટ ફાઇલિંગ્સ, સ્વદેશી ભારતીય એન્જિનિયરિંગની વધતી ક્ષમતાને દર્શાવે છે.”
આ લોન્ચ Shridev ટ્રેક્ટર બ્રાન્ડ દ્વારા ભારતમાં Fieldmarshalની કોમ્પેક્ટ ટ્રેક્ટર કેટેગરીમાં હાજરીને પણ વધુ મજબૂત બનાવે છે. 20 HPથી ઓછી ક્ષમતાવાળા ટ્રેક્ટર સેગમેન્ટનો ભારતના કુલ ટ્રેક્ટર માર્કેટમાં આશરે 3% હિસ્સો છે, જેમાં વાર્ષિક ઇન્ડસ્ટ્રી વોલ્યુમ આશરે 40,000થી 45,000 યુનિટ હોવાનું અનુમાન છે.
ADVERTISEMENT
Fieldmarshal હાલમાં તેના Shridev 12 HP, 15 HP અને 18 HP ટ્રેક્ટર રેન્જ દ્વારા આ કેટેગરીમાં કાર્યરત છે અને આગામી ત્રણ વર્ષમાં ભારતના 20 HPથી ઓછી ક્ષમતાવાળા ટ્રેક્ટર સેગમેન્ટમાં 10થી 15% હિસ્સો મેળવવાની દિશામાં ધીમે ધીમે આગળ વધવાનું લક્ષ્ય ધરાવે છે.
કંપની ટૂંકા સમયમાં 30 HP સુધીના ટ્રેક્ટર રજૂ કરવાની યોજના ધરાવે છે, જ્યારે લાંબા ગાળાના R&D રોડમેપમાં 100 HP સુધીના ટ્રેક્ટર વિકસાવવાનો સમાવેશ થાય છે. કંપનીનો હેતુ Shridevને હાલમાં કોમ્પેક્ટ ટ્રેક્ટરમાં તેની મજબૂત હાજરીથી આગળ વધારીને વિવિધ HP કેટેગરી ધરાવતી એક વ્યાપક ટ્રેક્ટર બ્રાન્ડ તરીકે ધીમે ધીમે વિકસાવવાનો છે, જે ભારતીય અને આંતરરાષ્ટ્રીય બંને માર્કેટ માટે હશે.
ADVERTISEMENT
“અમારી મહત્વાકાંક્ષા 15 HP અને 18 HP કેટેગરીથી ઘણી આગળ છે. અમે એન્જિન, ટ્રેક્ટર અને કૃષિ મિકેનાઇઝેશન ક્ષેત્રે વ્યાપક ટેક્નોલોજી અને પ્રોડક્ટ રોડમેપ તૈયાર કરી રહ્યા છીએ, સાથે સાથે વોટર સોલ્યુશન્સ, ક્લીન એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત સાધનોના ક્ષેત્રમાં પણ વિસ્તરણ કરી રહ્યા છીએ. અમારો હેતુ Fieldmarshalની એન્જિનિયરિંગ ક્ષેત્રની કુશળતાને નવી ટેક્નોલોજી અને એવા પ્રોડક્ટ્સ સાથે જોડવાનો છે, જે ભારત અને વૈશ્વિક સ્તરે ગ્રાહકોની આગામી પેઢીની જરૂરિયાતો પૂરી કરી શકે,” શ્રી રિશી પટેલે જણાવ્યું.
1963માં M/s Patel Manufacturers તરીકે સ્થાપિત થયેલી Fieldmarshal કંપની શરૂઆતમાં દર વર્ષે માત્ર 80 ડીઝલ એન્જિનના ઉત્પાદનની ક્ષમતા ધરાવતી હતી, જે હવે દર વર્ષે 1,60,000થી વધુ એન્જિનના ઉત્પાદનની ક્ષમતા ધરાવતી કંપની તરીકે વિકસિત થઈ છે. ગ્રુપે મજબૂત મેન્યુફેક્ચરિંગ અને OEM રિલેશનશિપ્સ સ્થાપિત કર્યા છે, જેમાં Shapar ખાતે Mahindra & Mahindra સાથેની જોઈન્ટ મેન્યુફેક્ચરિંગ કોલાબરેશન તેમજ Sonalika, ACE અને KAMCO સહિતની અગ્રણી કંપનીઓ સાથેના OEM રિલેશનશિપ્સનો સમાવેશ થાય છે. તેની ડેડિકેટેડ Shridev ટ્રેક્ટર મેન્યુફેક્ચરિંગ સુવિધાની દરરોજ 100 ટ્રેક્ટર સુધીની પ્રોડક્શન ક્ષમતા છે.
ADVERTISEMENT
ઇન્ટરનેશનલ એક્સપાન્શન Fieldmarshalની ફ્યુચર સ્ટ્રેટેજીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. Fieldmarshalના પ્રોડક્ટ્સ પહેલેથી જ 60થી વધુ દેશોમાં પહોંચી રહ્યા છે અને કંપની હાલમાં એક્સપોર્ટ માર્કેટ્સ માટે Euro V અનુરૂપ એન્જિન વિકસાવી રહી છે, જ્યારે ભવિષ્યના વિકાસના રોડમેપમાં 100 HP સુધીની વધુ HP કેટેગરીનો સમાવેશ થાય છે.
Fieldmarshal ધીમે ધીમે 100 HP સુધીના ટ્રેક્ટર વિકસાવીને તેની નિકાસ કરવાની પણ યોજના ધરાવે છે, જેનાથી વિદેશી ડિસ્ટ્રિબ્યુટર્સ, કૃષિ સાધનોના મેન્યુફેક્ચર્સ અને OEM કસ્ટમર્સ સાથેની તકો વધુ મજબૂત થશે.
ગ્રુપની લોંગ-ટર્મ ગ્રોથ સ્ટ્રેટેજી તેના ટ્રેડિશનલ એન્જિન અને એગ્રીકલ્ચરલ બિઝનેસથી પણ ઘણી આગળ છે. Fieldmarshal વિવિધ પ્રોડક્ટ કેટેગરી, ટેક્નોલોજી અને ઇન્ડસ્ટ્રી સેગમેન્ટમાં ધીમે ધીમે ડાયવર્સિફિકેશન લાવવાની યોજના ધરાવે છે, જેમાં અદ્યતન એન્જિન અને ટ્રેક્ટર, કૃષિ મિકેનાઇઝેશન, ગાર્ડન ટૂલ્સ અને ઇમ્પ્લિમેન્ટ્સ, વોટર સોલ્યુશન્સ, Fieldmarshal–Voltuel દ્વારા ક્લીન એનર્જી અને એનર્જી સ્ટોરેજ તેમજ ક્લીનિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ અને EV વાહન સેગમેન્ટનો સમાવેશ થાય છે.
Fieldmarshal ઔદ્યોગિક, કોમર્શિયલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મ્યુનિસિપલ ઉપયોગ માટે એક ડેડિકેટેડ ક્લીનિંગ ઇક્વિપમેન્ટ વર્ટિકલ વિકસાવી રહી છે. આ પોર્ટફોલિયોમાં કોમ્પેક્ટ અને મિડિયમ ડ્યુટી મોડલથી લઈને ટ્રક પર લગાવી શકાય તેવી સિસ્ટમ્સ સુધીની સ્વીપિંગ અને સ્ક્રબિંગ મશીનોનો સમાવેશ થશે, જેમાં વિવિધ ઓપરેટિંગ જરૂરિયાતોને અનુરૂપ પેટ્રોલ, ડીઝલ, ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વિકલ્પો ઉપલબ્ધ હશે.
ગ્રુપ તેની સ્થાપિત મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ અને R&D ક્ષમતાઓનો ઉપયોગ કરીને ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે કૃષિ, રહેણાંક, કોમર્શિયલ, ઔદ્યોગિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન, મ્યુનિસિપલ, સરકારી અને સંસ્થાકીય માર્કેટની જરૂરિયાતો પૂરી કરતો પ્રોડક્ટ પોર્ટફોલિયો વિકસાવવાનું લક્ષ્ય ધરાવે છે.
TREM V એટલે Tractor Emission Stage V. તે કૃષિ મશીનરી, ખાસ કરીને ટ્રેક્ટર, પાવર ટિલર અને કમ્બાઇન હાર્વેસ્ટર માટે ભારતનું નવી પેઢીનું એમિશન સ્ટાન્ડર્ડ છે. તેનો હેતુ રોડ વ્હીકલ્સ માટેના BS-VI સાથે વ્યાપક રીતે સમાન છે, પરંતુ TREM ઓફ-રોડ/કૃષિ સાધનો માટેનું અલગ રેગ્યુલેટરી ફ્રેમવર્ક છે. MoRTHએ 2020માં TREM નામને CEV એમિશન સ્ટાન્ડર્ડથી અલગ કર્યું હતું.
TREM Vનું પાલન કરવાનો દાવો કરતા ટ્રેક્ટર/એન્જિન મેન્યુફેક્ચરરે એ સુનિશ્ચિત કરવું પડે છે કે તેના એન્જિન અને એમિશન કંટ્રોલ સિસ્ટમ નીચે દર્શાવેલા પ્રદૂષકો માટે નક્કી કરવામાં આવેલી મર્યાદાઓનું પાલન કરે:
આ સાધનો માટે AIS-137 અને સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ હેઠળની સંબંધિત ટેસ્ટ પ્રોસેસ થકી નક્કી કરાયેલ ટાઇપ-એપ્રૂવલ અને કન્ફોર્મિટી-ઓફ-પ્રોડક્શન (CoP) ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ