ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / બારડોલીમાં કપડાંનું માપ આપવા ગયેલી યુવતી સાથે દરજીએ કરી અશ્લિલ હરકતો, સમાજના લોકોના પોલીસ સ્ટેશને ધામા
Last Updated: 07:34 PM, 1 October 2026
ADVERTISEMENT
સુરતના બારડોલીમાં દરજી કામ કરનાર એક શખ્સે યુવતી સાથે અશ્લિલ હરકતો કરી હતી. યુવતી કપડાંનું માપ આપવા આવી હતી. મઢી ગામની કોમલ ટેલર્સના દરજી દિનેશ મારવાડી સામે છેડતીનો આરોપ છે. યુવતીએ પરિવારને જાણ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આરોપી દિનેશ મારવાડીની ધરપકડ કરી છે. આ ઘટના બાદ ચૌધરી સમાજ અને રાજસ્થાની સમાજના લોકો પોલીસ સ્ટેશને ધામા નાખ્યાં હતા.
ADVERTISEMENT
જુનાગઢમાં જાહેરમાં યુવતીની છેડતી
ઉલ્લેખનીય છે કે જુનાગઢના મોતીબાગ વિસ્તારમાં આલ્ફા હાઈસ્કૂલ નજીક યુવતીની જાહેરમાં છેડતીના બનાવે ચકચાર મચી હતી. યુવતી ચાલીને જઈ રહી હતી ત્યારે મોટરસાયકલ પર આવેલા શખ્સે યુવતીનો હાથ પકડી તેને દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. બનાવની ગંભીરતાને પગલે બી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે આસપાસના વિસ્તારમાં આવેલા અંદાજે 75 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી મોટરસાયકલને ટ્રેસ કરી હતી. CCTV ફૂટેજના આધારે પોલીસે છેડતીના આરોપી કિશન ધામેચાની ધરપકડ કરી હતી. આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. બાદમાં આરોપીને કોર્ટમાં રજૂ કરતાં જેલહવાલે કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
ADVERTISEMENT
પોલીસ તપાસ દરમિયાન આરોપી સુધી પહોંચવા માટે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ ખંગાળવામાં આવ્યા હતા. પોલીસે અંદાજે 75 જેટલા CCTV કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા.CCTV ફૂટેજના આધારે પોલીસને શંકાસ્પદ મોટરસાયકલ અંગે મહત્વની કડી મળી હતી. પોલીસે મોટરસાયકલને ટ્રેસ કરી તેના આધારે તપાસ આગળ ધપાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે પોલીસે છેડતીના આરોપી કિશન ધામેચાને ઝડપી લીધો હતો.આરોપીની ધરપકડ બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી હતી. પોલીસ આરોપીને ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ઘટનાસ્થળે આરોપીએ કઈ રીતે યુવતીનો પીછો કર્યો, મોટરસાયકલ ક્યાં ઉભી રાખી અને યુવતી સાથે કઈ રીતે હરકત કરી હતી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે ઘટનાક્રમની વિગતો એકત્રિત કરી હતી. ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી આરોપીને જેલહવાલે કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.