ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગર મનપા માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર, યુવાનો અને મહિલાઓ માટે મોટા વચનો આપ્યાં

રાજનીતિ / ગાંધીનગર મનપા માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર, યુવાનો અને મહિલાઓ માટે મોટા વચનો આપ્યાં

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 03:56 PM, 1 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મનપા માટે કોંગ્રેસે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે જેમાં તેણે ‘કોંગ્રેસના કમિટમેન્ટ’નો નારો આપ્યો છે.

ADVERTISEMENT

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પાટનગરમાં રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં ‘કોંગ્રેસના કમિટમેન્ટ’નો નારો આપ્યો છે. કોંગ્રેસે મહિલાઓ, યુવાનો અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પર દાવ ખેલ્યો છે, તો બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસના આ મેનિફેસ્ટો સામે જોરદાર મોરચો માંડ્યો છે. ભાજપે આ ઢંઢેરાને હાસ્યાસ્પદ ગણાવી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ગણાવ્યો છે.

મૂળભૂત સુવિધાઓને કેન્દ્રમાં રાખીને આક્રમક પ્રચાર

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે મૂળભૂત સુવિધાઓને કેન્દ્રમાં રાખીને આક્રમક પ્રચાર શરૂ કર્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી શહેરીજનો અને સમાવિષ્ટ વિસ્તારોને પૂરતી પ્રાથમિક માળખાગત સુવિધાઓ નહીં મળે, ત્યાં સુધી નાગરિકો પાસેથી કોઈ ટેક્સ લેવામાં આવશે નહીં. વર્તમાન શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના સીધા આક્ષેપ કરતાં કોંગ્રેસે જણાવ્યું કે ભ્રષ્ટાચારની ફરિયાદો માટે સમર્પિત ઓનલાઈન પોર્ટલ ઊભું કરાશે. આ સાથે જ મનપાના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે લોકભાગીદારી વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

યુવાનો અને મહિલાઓ માટે મોટા વચનો આપ્યાં

કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં યુવાનો અને મહિલાઓ માટે મોટા વચનો આપ્યા છે. મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પ્રથા સંપૂર્ણ નાબૂદ કરવાની સાથે પાટનગરના ૧૦ હજાર યુવાનોને સ્થાનિક સ્તરે રોજગારી આપવાનું આયોજન દર્શાવ્યું છે. ગાંધીનગરને ‘જેન-ઝી સિટીનું મોડેલ બનાવી યુવાનો માટે હાઈ-ટેક લાઈબ્રેરી, કેફે કલ્ચર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આધુનિક વ્યવસ્થાઓ ઊભી કરવાનું વચન આપ્યું છે. મહિલા સશક્તિકરણ માટે વોર્ડ દીઠ ચાર ‘પિંક બસ’, મહિલાઓના નામે પ્રોપર્ટી હશે તો ટેક્સમાં રાહત અને જાહેર સ્થળોએ સેનેટરી પેડ વેન્ડિંગ મશીન મૂકવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

વધુ વાંચો : અમદાવાદમાં પાન પાર્લરની આડમાં હાઈબ્રિડ ગાંજાના વેચાણનો પર્દાફાશ, ચાર આરોપીઓની ધરપકડ

કોંગ્રેસના મેનિફેસ્ટો સામે ભાજપે વળતો પ્રહાર કર્યો

કોંગ્રેસના મેનિફેસ્ટો સામે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસના જૂના કારનામા જોઈને જનતાનો તેમના કમિટમેન્ટ પરથી વિશ્વાસ સંપૂર્ણ ઊઠી ગયો છે. ભાજપે સવાલ ઉઠાવ્યો કે જ્યારે ગાંધીનગર મનપામાં કુલ ૧૦ હજાર કર્મચારીઓનું મહેકમ જ નથી, તો પછી યુવાનોને ૧૦ હજાર નોકરી આપવાની વાત જ હાસ્યાસ્પદ છે. ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો કે ૨૦૧૧ થી ૨૦૧૫ના કોંગ્રેસ શાસનમાં ગાંધીનગર ‘ધૂળિયું શહેર’ હતું, જ્યારે ભાજપ આવ્યા બાદ ચોતરફ વિકાસ થયો છે. કોંગ્રેસ જેન્ડર ડિસ્ક્રિમિનેશન અને અવાસ્તવિક વાયદાઓ કરીને શિક્ષિત નાગરિકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહી છે. ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણી ને લઈ બન્ને રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રચાર ની સાથે સામસામે આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે ભાજપ ટૂંક સમયમાં મેનિફેસ્ટો જાહેર કરશે. ત્યારે ગાંધીનગર શહેરના લોકો તેને કેટલો સ્વિકારે છે તે જોવું રહ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gandhinagar news gandhinagar

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ