ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શુભમન ગિલે તોડ્યો સેહવાગનો રેકોર્ડ, મોટા સ્કોરની યાદીમાં નવી એન્ટ્રી, રોહિત ટોપ પર

ક્રિકેટ / શુભમન ગિલે તોડ્યો સેહવાગનો રેકોર્ડ, મોટા સ્કોરની યાદીમાં નવી એન્ટ્રી, રોહિત ટોપ પર

Published By: Nirav Kumar

Last Updated: 08:40 AM, 1 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુભમન ગિલે વેસ્ટ ઈન્ડીઝ સામે 223* રન બનાવીને વનડે ઇતિહાસમાં ત્રીજા સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્માનો 264નો વર્લ્ડ રેકોર્ડ હજુ પણ અકબંધ છે.

ADVERTISEMENT

ભારતીય કેપ્ટન શુભમન ગિલે વેસ્ટ ઈન્ડીઝ સામે 233 રનની અણનમ ઇનિંગ રમીને ઇતિહાસ રચી દીધો છે. આ ઇનિંગ વનડે ક્રિકેટના ઇતિહાસમાં કોઈ પણ ખેલાડી દ્વારા બનાવાયેલો ત્રીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. ગિલે આ યાદીમાં પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દીધો છે.

ટીમ ઈન્ડિયાએ આ ડબલ સેન્ચુરીના જોરે વેસ્ટ ઈન્ડીઝ સામે 406 રનનો ઐતિહાસિક ટાર્ગેટ ચેઝ કર્યો અને ત્રણ મેચની સિરીઝમાં 2-0 ની લીડ મેળવી લીધી. ગિલની આ ઇનિંગે અનેક રેકોર્ડ તોડી નાખ્યા. વનડે ક્રિકેટમાં એક જ ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજા ખેલાડી તરીકે તેમનું નામ નોંધાયું છે.

રોહિત શર્મા હજુ પણ આ લિસ્ટમાં ટોપ પર છે. 2014માં શ્રીલંકા સામે તેને 264 રનની વર્લ્ડ રેકોર્ડ ઇનિંગ રમી હતી. બાર વર્ષ પસાર ગયા છતાં કોઈ તેમના આ રેકોર્ડની નજીક પણ પહોંચી શક્યું નથી. વનડેમાં 250થી વધુ રન બનાવનારા એકમાત્ર બેટ્સમેન રોહિત જ છે. તે ઇનિંગમાં તેને 173 બોલનો સામનો કરીને 33 ચોગ્ગા અને 9 છક્કા ફટકાર્યા હતા.

બીજા સ્થાને ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલ છે. તેને 2015માં વેસ્ટ ઈન્ડીઝ સામે 237 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં 24 ચોગ્ગા અને 11 છક્કા સામેલ હતા.

ગિલ પહેલાં ત્રીજા સ્થાને સેહવાગ હતા. તેને પણ વેસ્ટ ઈન્ડીઝ સામે જ 2011માં 219 રનની તોફાની ઇનિંગ રમી હતી. હવે ગિલે 133 બોલમાં 223 રન બનાવીને આ સ્થાન પોતાનું કરી લીધું છે. આ ઇનિંગમાં 26 ચોગ્ગા અને 8 છક્કા સામેલ હતા.

વધુ વાંચો : વન-ડેમાં 12,000 રન પૂરા કરી રોહિત શર્માએ રચ્યો નવો ઈતિહાસ, બન્યો વિશ્વનો બીજો સૌથી ઝડપી બેટ્સમેન

પાંચમા સ્થાને યુનિવર્સ બોસ ક્રિસ ગેલ છે. તેને 2015 વનડે વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે 215 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી જેમાં 16 છક્કા અને 10 ચોગ્ગાનો સમાવેશ હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ODI history highest score Shubman Gill

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ