ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / પત્નીના ત્રાસથી કંટાળી યુવકે ગળે ફાંસો ખાધો, આત્મહત્યા પહેલા વીડિયો બનાવી ખોલી પત્નીની પોલ
Last Updated: 12:12 AM, 1 October 2026
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડા સ્થિત બિસરાખ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૂળ કાનપુર દેહાતના નિવાસી અને ઓનલાઈન ડિલિવરી બોય તરીકે કામ કરતા 25 વર્ષીય અજય સિંહે પોતાના ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આત્મહત્યા કરતા પહેલા યુવકે એક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેણે પોતાની કરુણ સ્થિતિ અને પત્ની દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસની વ્યથા રજૂ કરી હતી.
ADVERTISEMENT
પોલીસ તપાસમાં સામે આવેલા તથ્યો અનુસાર, અજય સિંહે એક વર્ષ પહેલાં જ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે પત્ની સાથે ગ્રેટર નોઇડાના મિલ્ક લચ્છી ગામમાં ભાડાના મકાનમાં રહેતો હતો અને ઓનલાઈન ડિલિવરીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘટનાના આશરે 1 સપ્તાહ પહેલાં તેની પત્ની ઉન્નાવ સ્થિત પોતાના પિયર ગઈ હતી, જેના કારણે અજય ઘરમાં એકલો જ હતો.
ADVERTISEMENT
A 25-year-old man, Ajay Singh, died by suicide in Greater Noida's Bisrakh area. He was originally from Kanpur Dehat and was living in a rented house, working as an online delivery executive. @noidapolice has taken the body into custody and started investigation.
— Gaurav (@k_gauravs) September 30, 2026
Disclaimer: This… pic.twitter.com/0ktfpTpg39
ADVERTISEMENT
અંતિમ પગલું ભરતા પહેલાં અજયે પોતાના મોબાઈલમાં એક વીડિયો શૂટ કર્યો હતો. વીડિયોમાં અજયે પોતાની પત્ની પર અન્ય યુવકો સાથે ફોન પર વાત કરવાનો અને ગાળો આપીને માનસિક રીતે પ્રતાડિત કરવાનો સીધો આરોપ લગાવ્યો હતો. અજયના જણાવ્યા મુજબ, કોલ હિસ્ટ્રી પરથી તેને આ વાતની જાણ થઈ હતી અને જ્યારે તેણે પત્નીને અન્ય લોકો સાથે વાત કરવાની ના પાડી, ત્યારે બંને વચ્ચે ઉગ્ર વિવાદ શરૂ થયો હતો. સતત થતા ઝઘડા અને માનસિક ત્રાસથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હોવાનું વીડિયોમાં કબૂલ્યું હતું અને પોતાની મોત માટે પત્નીને જ જવાબદાર ઠેરવી હતી.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ બિસરાખ થાણાના ઈન્ચાર્જ રંજીત સિંહ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે ફાંસો ઉતારીને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, યુવક દ્વારા બનાવવામાં આવેલા વીડિયો અને અન્ય પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે અને કાયદાકીય કાર્યવાહી આગળ વધારવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ