ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નવરાત્રીને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે બોલાવી બેઠક, ગરબા આયોજકોને આપી ખાસ સૂચના
Last Updated: 09:06 PM, 30 September 2026
ADVERTISEMENT
11 ઓક્ટોબરથી નવરાત્રિ શરુ થઈ રહી છે. અમદાવાદ શહેર પોલીસે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની તૈયારીઓ શરૂ કરી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં કમિશનર કચેરી ખાતે 43થી વધુ ગરબા આયોજકો સાથે બેઠક યોજાઈ હતી.
ADVERTISEMENT
બેઠકમાં ગરબા આયોજકોને સૂચના
બે જેસીપી, તમામ ડીસીપી, એસીપી, પીઆઈ-પીએસઆઈ તેમજ ફાયર વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં ગરબા આયોજકોને લાઇટિંગ, ઇમર્જન્સી એક્ઝિટ, વાહન પાર્કિંગ અને જવલનશીલ પદાર્થો ન રાખવા અંગે સૂચનાઓ અપાઈ હતી. છેડતીની ઘટનાઓ અટકાવવા દરેક ગરબા વેન્યુ પર SHE ટીમની બહેનો તૈનાત રહેશે. બાઉન્સર અને ખાનગી સિક્યુરિટી સ્ટાફને પણ જરૂરી માર્ગદર્શન અપાયું છે.ગરબા સ્થળે ઓવરક્રાઉડિંગ અટકાવવા AI આધારિત CCTV મોનિટરિંગ કરાશે.
ADVERTISEMENT
4,500 લોકો ભેગા થતાં જ એલર્ટ
5 હજારની ક્ષમતા ધરાવતા ગ્રાઉન્ડમાં 4,500 લોકો હાજર થતાં જ AI વોર્નિંગ સિસ્ટમ આપમેળે એલર્ટ આપશે. નકલી અને બ્લેકમાં ટિકિટના વેચાણ સામે પણ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
મોડી રાત સુધી ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે
ગરબા પૂર્ણ થયા બાદ એકસાથે ખેલૈયાઓ રસ્તા પર નીકળતા ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ગરબા વેન્યુ આસપાસના ટ્રાફિક પોઇન્ટ અને સિગ્નલ પર મોડી રાત સુધી ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે. ખેલૈયાઓ સલામત રીતે ઘરે પહોંચે ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં આવશે.
ADVERTISEMENT
83 આયોજકોને લાઇસન્સ અપાયા
ગત વર્ષે 83 આયોજકોને લાઇસન્સ અપાયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં 9 આયોજકોને લાઇસન્સ આપવામાં આવ્યા છે. છેલ્લી ઘડીએ NOC માટે ભીડ ન થાય તે માટે લાઇસન્સ પ્રક્રિયા સરળ બનાવવામાં આવી હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું હતું.
ADVERTISEMENT
સામાન્ય નાગરિકોને પરેશાની ન થાય તેની સૂચના
ADVERTISEMENT
આ સાથે નકલી પાસ તથા ઓવરક્રાઉડિંગ સામે કાર્યવાહી કરવા પણ જણાવાયું હતું. એટલું જ નહીં ખેલૈયાઓને અગવડ ન પડે અને બાઉન્સરો દ્વારા સામાન્ય નાગરિકોને પરેશાની ન થાય તેની પણ સૂચના આપવામાં આવી હતી. નવરાત્રીના કાર્યક્રમો સમયસર શરૂ અને પૂર્ણ કરવા તેમજ આયોજકોએ સ્થાનિક પીઆઈ સાથે સતત સંપર્કમાં રહેવા જણાવાયું હતું. દરેક આયોજક એ નવરાત્રી ને લઈને અધિકારીઓ સાથે મળીને એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવાની પણ સૂચના આપી છે જેથી નવરાત્રી દરમ્યાન ટ્રાફિક કે અન્ય કોઈ સમસ્યાનું નિરાકરણ આવી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.