ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / GPSCના સભ્યપદની નિયુક્તિને લઇ વિવાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મીડિયા કન્વીનર વિફર્યા

ડખો પડ્યો / GPSCના સભ્યપદની નિયુક્તિને લઇ વિવાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મીડિયા કન્વીનર વિફર્યા

Published By: Dhruv Brahmbhatt

Last Updated: 09:14 PM, 30 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન' GPSC નથી રહ્યું, ભાજપે તેને 'ગમતા પાર્ટી સિલેક્શન કમિશન' બનાવી દીધું છે: ડૉ. મનીષ દોશી

ADVERTISEMENT

ડૉ. શિશિર ત્રિવેદીની ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન સભ્ય તરીકેની નિમણૂક તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને તેમની જગ્યાએ બિનરાજકીય, પ્રામાણિક અને ઉત્કૃષ્ટ શૈક્ષણિક-વહીવટી લાયકાત ધરાવતા નિષ્ણાતોની નિયુક્તિ કરવામાં આવે.

વધુ વાંચો : યુવા પ્રોફેશનલથી સંસદ સુધીની સફર: અખિલેશ યાદવે ધનરાજ નથવાણીને રાજ્યસભા માટે આપ્યું સમર્થન

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) જેવી રાજ્યની સર્વોચ્ચ અને સ્વાયત્ત ભરતી સંસ્થા પોતાનાં પક્ષનાં કાર્યાલયની જેમ ચાલવા માંગતી ભાજપ આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 28 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, ભાજપના સક્રિય કાર્યકર્તા ડૉ. શિશિર મનોહરભાઈ ત્રિવેદીને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના બિનસરકારી સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓની મૌખિક પરીક્ષા લેતા અને ઉમેદવારોના ભવિષ્યનું પસંદગી કરતા આયોગમાં તટસ્થ, શૈક્ષણિક કે વહીવટી નિષ્ણાતને બદલે પોતાના કટ્ટર પક્ષીય પ્રચારકને બેસાડીને ભાજપે સાબિત કરી દીધું છે કે તેના માટે યોગ્યતા અને મેરિટ કરતાં પક્ષભક્તિ જ સર્વોપરી છે. જે વ્યક્તિને ઇન્ટરવ્યૂ બોર્ડમાં નિષ્પક્ષ ન્યાયાધીશની ભૂમિકા ભજવવાની છે, તે આજે પણ પોતાની 'X' (ટ્વિટર) પ્રોફાઈલ પર ગર્વથી “Karyakarta: BJP” લખે છે અને તેમનું ભાજપનું મેમ્બરશિપ કાર્ડ જાહેરમાં ફરી રહ્યું છે.

વધુ વાંચો : પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ પર નાણા મંત્રાલયની મોટી જાહેરાત, વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં

2021થી 2024 દરમિયાન ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂકેલા ડૉ. ત્રિવેદી નાનપણથી RSS સાથે જોડાયેલા છે અને થાંભલા પર ચડીને ભાજપનો ઝંડો લગાવવા સહિત પક્ષીય વિચારધારાનો પ્રચાર સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ કરતા રહ્યા છે. આવી કટ્ટર પક્ષીય પૃષ્ઠભૂમિ ધરાવતી વ્યક્તિ નિમણૂક પામ્યા પછી પણ જો પોતાને ભાજપ કાર્યકર્તા તરીકે ઓળખ હોય, તો તે ઇન્ટરવ્યૂ બોર્ડમાં બેસીને રાજ્યના હજારો ઉમેદવારો સાથે કેવી રીતે ન્યાય કરી શકશે? તે એક મોટો પ્રશ્ન છે. વર્ષોની કઠોર મહેનત અને રાત-દિવસ એક કરીને લેખિત પરીક્ષા પાસ કરનારા હજારો તેજસ્વી ઉમેદવારો માટે આ નિમણૂક સીધો આઘાત છે. ઇન્ટરવ્યૂમાં ગુણ આપનાર જ જો પક્ષનો કટ્ટર કાર્યકર્તા હશે, તો ભાજપ પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને ઓળખીને વિશિષ્ટ લાભ આપવાની અને અન્ય સામાન્ય ઉમેદવારોને દબાવી દેવાની પૂર્ણ સંભાવના ઊભી થાય છે, જેનાથી કોડિંગ, ચિઠ્ઠી અને સેટિંગની આશંકાઓ વધુ મજબૂત બને છે.

લેખિતમાં સારા માર્ક્સ હોય તેને ઇન્ટરવ્યૂમાં કાપી નાખવાનો જૂનો ટ્રેક રેકોર્ડનાં આરોપ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન પર પહેલેથી છે, જેને હવે સરકારે મહોર મારી છે. વધુમાં, જે વ્યક્તિ વર્ગ-1 અને વર્ગ-2ના ભાવિ અધિકારીઓને તોલશે, તેમની પોતાની લેખન ક્ષમતા અત્યંત હાસ્યાસ્પદ છે. તેમણે ગાંધીજીના અમર શબ્દો “My life is my message” ના બદલે “My life is my massage” લખ્યું છે અને માતૃભાષામાં “ભારતીય” ને બદલે “ભારતિય” લખે છે. જેમને માતૃભાષા કે અંગ્રેજીમાં પ્રાથમિક ભાષા શુદ્ધિની સૂઝ નથી, તેવા વ્યક્તિને વૈજ્ઞાનિક, કાયદાવિદ કે નિવૃત્ત ન્યાયમૂર્તિઓની જગ્યાએ બેસાડવું એ ગુજરાતની ભણેલી-ગણેલી યુવા પેઢીનું ઘોર અપમાન છે. આ ઘટનાક્રમ ભાજપ સરકાર દ્વારા બંધારણીય સંસ્થાઓના રાજકીયકરણની જૂની પેટર્નનો જ એક ભાગ છે.

વધુ વાંચો : 'કાર્યકર્તા પાસેથી 4 લાખ લીધા, ખોટું મતદાન કરાવ્યું' કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પર આક્ષેપ

ફેબ્રુઆરી 2026માં ખુદ મુખ્યમંત્રીએ સ્વીકાર્યું હતું કે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં 7માંથી 6 સભ્યપદ ખાલી છે. વર્ષો સુધી જગ્યાઓ ખાલી રાખીને ભરતી અટકાવ્યા પછી જ્યારે નિમણૂકો કરવામાં આવી, ત્યારે ન્યાય આપવાને બદલે પોતાના જ મળતીયાઓને બેસાડી દેવામાં આવ્યા છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન હસમુખ પટેલ પર પણ પહેલેથી જ પક્ષપાત અને અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, બક્ષીપંચનાં ઉમેદવારો સાથે અન્યાયના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે બોર્ડમાં પક્ષીય કાર્યકર્તાનો ઉમેરો કરવો એ અગ્નિમાં ઘી હોમવા સમાન છે.

વધુ વાંચો : PM મોદી-ટ્રમ્પ વચ્ચે ફરીથી ટેલિફોનિક વાતચીત, ચર્ચાયા આ મહત્વના મુદ્દાઓ

આ સંદર્ભે કોંગ્રેસ પક્ષ સરકારને સીધો પ્રશ્ન પૂછે છે કે શું સમગ્ર ગુજરાતમાં આ કાર્યકર્તા સિવાય કોઈ તટસ્થ શિક્ષણવિદ, વૈજ્ઞાનિક કે કાયદાવિદ નહોતા મળ્યા? પસંદગીનો માપદંડ મેરિટ છે કે પક્ષભક્તિ? અને નિમણૂક પહેલાં માનનીય રાજ્યપાલ કે સરકારે તેમની રાજકીય સક્રિયતા અંગે કોઈ તપાસ કેમ ન કરી? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આકરા શબ્દોમાં માંગણી કરે છે કે ડૉ. શિશિર ત્રિવેદીની ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન સભ્ય તરીકેની નિમણૂક તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને તેમની જગ્યાએ બિનરાજકીય, પ્રામાણિક અને ઉત્કૃષ્ટ શૈક્ષણિક-વહીવટી લાયકાત ધરાવતા નિષ્ણાતોની નિયુક્તિ કરવામાં આવે. સાથોસાથ ઇન્ટરવ્યૂ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે સંપૂર્ણ વિડિયો-રેકોર્ડિંગ, માર્ક્સની પારદર્શિતા અને બોર્ડ રોટેશન પદ્ધતિ અમલી બનાવવામાં આવે. જે વ્યક્તિ ગાંધીજીના 'Message' ને 'Massage' લખે, 'ભારતીય' ને 'ભારતિય' લખે, થાંભલા પર ચડીને ભાજપનો ઝંડો લગાવે અને X પર પોતાને 'BJP Karyakarta' કહે, તે જો ડેપ્યુટી કલેક્ટર કે DySP બનનારા ઉમેદવારોને માર્ક્સ આપે તો એ ભરતી નથી પરંતુ ભાજપના પોતાના પક્ષની ભરતી છે. રાજ્યના યુવાનોની મહેનતને વેચાવા નહીં દે અને આ અન્યાય સામે લડત ચાલુ રાખશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Public Service Commission Shishir Trivedi Gujarat Congress

Published by

Dhruv Brahmbhatt

Dhruv Brahmbhatt is a Sr. Journalist at VTV Gujarati and writing detailed analysis-based stories for 5 years.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ