ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ પર નાણા મંત્રાલયની મોટી જાહેરાત, વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં
Last Updated: 08:11 PM, 30 September 2026
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારા લોકો માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં નાણાકીય વર્ષ 2026-27 ની ત્રીજી ત્રિમાસિક એટલે કે 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર 2026 માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સની વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જે દરો લાગુ હતા તે જ આગામી ત્રણ મહિના સુધી ચાલુ રહેશે.
ADVERTISEMENT
નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે 30 સપ્ટેમ્બરે ઓફિસ મેમોરેન્ડમ ઈશ્યુ કરીને આ બાબત સ્પષ્ટ કરી છે. જેમાં અધિકારીઓની મંજૂરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આથી 1 ઓક્ટોબરથી નવા દર લાગુ થવાને બદલે હાલના દરો જ યથાવત રહેશે.
આ નાની બચત યોજનાઓમાં PPF, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, કિસાન વિકાસ પત્ર, સુકન્યા સમૃદ્ધિ યોજના અને સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ જેવા ઓપ્શનોનો સમાવેશ થાય છે. આ યોજનાઓ મોટા ભાગે પોસ્ટ ઓફિસ નેટવર્ક દ્વારા ચલાવવામાં આવે છે અને લોકો તેનો ઉપયોગ સુરક્ષિત બચત અને લાંબા ગાળાના રોકાણ માટે કરે છે.
ADVERTISEMENT
આ નિર્ણયથી અક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન આ યોજનાઓમાં નવું રોકાણ કરનારા લોકોને હાલના જ વ્યાજ દરો મળશે. જેમાં પહેલેથી રોકાણ કરી ચૂકેલા લોકો માટે પણ તરત કોઈ ફેરફાર થશે નહીં. જોકે નવું રોકાણ કરતા પહેલાં યોજનાની મુદત, વ્યાજની ગણતરી, ટેક્સ બેનીફીટ અને વિડ્રોના નિયમો વિશે જાણકારી મેળવી લેવી જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ આદેશ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ્સ, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ, RBI અને નેશનલ સેવિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ સહિત સંબંધિત વિભાગોને મોકલવામાં આવ્યો છે. જેમાં સામાન્ય રીતે આ દરોની સમીક્ષા દર ત્રિમાસિકે થાય છે પરંતુ આ વખતે સરકારે હાલના દરો જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ