ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઓક્ટોબરથી નવા નિયમની અસરથી હાથમાં આવતી સેલરી ઘટી શકે? પગારની ગણતરીમાં શું બદલાશે અને કોના પર પડશે અસર

photo-story

7 ફોટો ગેલેરી

Salary Rule Change / ઓક્ટોબરથી નવા નિયમની અસરથી હાથમાં આવતી સેલરી ઘટી શકે? પગારની ગણતરીમાં શું બદલાશે અને કોના પર પડશે અસર

Last Updated: 05:11 PM, 30 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

EPFO દ્વારા PFની સેલરી લિમિટ 15,000 થી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવતા ઓક્ટોબરથી પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓના હાથમાં આવતા પગારમાં ફેરફાર થઈ શકે છે. આ નવા નિયમથી લાખો નોકરિયાતોની ભવિષ્યની પેન્શન સુરક્ષા વધુ મજબૂત થશે, પરંતુ દર મહિને ટેક-હોમ સેલેરીમાં થોડો કાપ જોવા મળશે.

1/7

photoStories-logo

1. મીનીમમ વેતન મર્યાદા વધી

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા PF માટેની મીનીમમ વેતન મર્યાદા 15,000 થી વધારીને 25,000 રૂપિયા કરવાના નિર્ણય બાદ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓમાં એક જ ચર્ચા છે કે, ઓક્ટોબર મહિનાથી હાથમાં આવતી સેલેરી ઓછી થઈ જશે? આ નવા ફેરફારના કારણે દેશના લગભગ 51 લાખ જેટલા વધારાના કર્મચારીઓ પેન્શન અને સામાજિક સુરક્ષાના દાયરામાં આવી જશે. પરંતુ આ નિર્ણયથી તમારી સેલેરી સ્લિપ અને દર મહિને બેંકમાં આવતા પગાર પર કેવી અસર પડશે તે સરળ જાણવાનો પ્રયાસ કરીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સેલેરી પર શું પડશે અસર?

આ નિયમથી દરેક નોકરિયાતનો ટેક-હોમ પગાર ઘટશે નહીં પરંતુ ચોક્કસ આવક સ્લેબમાં આવતા લોકોની પીએફ કાપલી વધશે. જેમાં જે લોકોનો પીએફ કપાત પહેલેથી જ તેમની પૂરી બેઝિક સેલેરી એટલે કે 25,000 કે તેથી વધુ પર થતો હતો તેમના ટેક-હોમ પગારમાં કોઈ ફેરફાર થશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. આ લોકોને સેલેરી થોડી ઓછી આવશે

જે કર્મચારીઓનો બેઝીક પગાર + DA 15,000 રૂપિયાથી વધુ અને 25,000 રૂપિયાની અંદર છે અને અત્યાર સુધી તેમનું PF 15,000 રૂપિયાની મર્યાદા પર જ કપાતું હતું, તેમનું પીએફ કન્ટ્રિબ્યુશન હવે વધી જશે. આમ તેમના હાથમાં આવતી સેલેરી થોડી ઓછી આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ગણતરીથી સમજો

જો બેઝિક + DA 20,000 રૂપિયા હોય તો જૂના નિયમ મુજબ 15,000ની મર્યાદા મુજબ દર મહિને 1,800 રૂપિયા PF કપાતું હતું. હવે 25,000 રૂપિયાની નવી મર્યાદા લાગુ થતાં 20,000 રૂપિયાના 12% લેખે 2,400 PF કપાશે. એટલે કે દર મહિને તમારા ટેક-હોમ સેલેરીમાંથી 600 રૂપિયા ઓછા આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. 1200 રૂપિયા ઓછા આવશે

જો બેઝિક + DA 25,000 રૂપિયા હોય તો કર્મચારીનું પીએફ કન્ટ્રિબ્યુશન વધીને 3000 રૂપિયા થશે. એટલે કે દર મહિને 1200 રૂપિયા જેટલી વધુ રકમ પીએફ ખાતામાં જમા થશે અને એટલો પગાર હાથમાં ઓછો આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. CTC મોડેલવાળી કંપનીઓ માટે

જો તમારી કંપનીમાં એમ્પ્લોયરનો પીએફ હિસ્સો પણ તમારી CTCનો જ ભાગ ગણાતો હોય તો આ કપાત બમણી થઈ શકે છે. દાખલા તરીકે 20,000 રૂપિયાની સેલેરી પર કુલ 1200 રૂપિયા અને 25,000રૂપિયાની સેલેરી પર કુલ 2400 રૂપિયા વધારાના પીએફમાં જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. PF વધવાથી CTC પર શું ફેર પડશે?

EPFO એ સ્પષ્ટ કર્યું છે કે PFની જવાબદારી સીધી CTC ના આધારે નક્કી નથી થતી પરંતુ નિયમ મુજબ નક્કી થાય છે. આથી સીલિંગ લિમિટ વધવાથી તમારી મૂળ CTC ઓટોમેટીક બદલાશે નહીં. પણ હાથમાં આવતો પગાર તરત થોડો ઓછો લાગશે પરંતુ એ રકમ તમારા જ PF ખાતામાં જમા થઈ રહી હોવાથી લાંબા ગાળે તમારું નિવૃત્તિ ફંડ અને પેન્શન વધુ સારું બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PF limit pension wage limit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ