ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / દ્વારકા જતા પદયાત્રીઓના સંઘને આઇસરે અડફેટે લીધા, એકનું મો*ત અને 7 ઈજાગ્રસ્ત, ચાલક અકસ્માત સર્જી ફરાર!

ગુજરાત / દ્વારકા જતા પદયાત્રીઓના સંઘને આઇસરે અડફેટે લીધા, એકનું મો*ત અને 7 ઈજાગ્રસ્ત, ચાલક અકસ્માત સર્જી ફરાર!

Published By: Jinal Chauhan

Last Updated: 08:49 AM, 15 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરમાં લીંબડી-અમદાવાદ હાઈવે પર દ્વારકા દર્શને પગપાળા જઈ રહેલા પદયાત્રીઓના સંઘને આઇસર ચાલકે અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં એક પદયાત્રીનું મોત થયું છે, જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ADVERTISEMENT

દ્વારકાધીશના દર્શનની આશા સાથે પગપાળા યાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓ માટે રસ્તા પર અચાનક કાળ બનીને આઇસર આવી હતી. સુરેન્દ્રનગરના કાનપરા નજીક આ અકસ્માત સર્જાયો હતો. અંદાજે 65થી વધુ પદયાત્રીઓનો સંઘ પગપાળા દ્વારકા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન પૂરઝડપે આવેલા આઇસર ચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

કાનપરા પાસે પદયાત્રીઓને આઇસરે અડફેટે લીધા

મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-અમદાવાદ હાઈવે પર કાનપરા નજીક આ અકસ્માત સર્જાયો હતો. 65થી વધુ પદયાત્રીઓનો સંઘ પગપાળા દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યો હતો. તમામ પદયાત્રીઓ સંઘમાં સાથે ચાલીને પોતાની ધાર્મિક યાત્રા આગળ વધારી રહ્યા હતા.આ દરમિયાન એક આઇસર વાહનના ચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અચાનક બનેલી આ ઘટનામાં અનેક પદયાત્રીઓ રસ્તા પર પટકાયા હતા. અકસ્માતને કારણે સંઘમાં અફરાતફરી મચી ગઈ હતી.

એક પદયાત્રીનું મોત, 7 લોકો ઈજાગ્રસ્ત

આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત થયું છે. જ્યારે અન્ય 7 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ 7 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.દ્વારકાધીશના દર્શન માટે નીકળેલા સંઘમાં અકસ્માત સર્જાતાં અન્ય પદયાત્રીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. એક તરફ યાત્રામાં જોડાયેલા વ્યક્તિનું મોત થતાં શોક છવાયો છે, તો બીજી તરફ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

અકસ્માત બાદ આઇસર ચાલક ફરાર

અકસ્માાત સર્જ્યા બાદ આઇસર ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ જતાં તેની સામે કાર્યવાહીનો સવાલ પણ ઊભો થયો છે. હાઈવે પર પદયાત્રીઓની સુરક્ષાને લઈને પણ આ ઘટનાએ ચિંતા વધારી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ગીર ગઢડામાં મકાનની અગાસી પર સિંહ પરિવારના ધામા! તો આંબરડી સફારી પાર્કમાં સિંહ પજવણીનો વીડિયો વાયરલ!

પોલીસે તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. આઇસર ચાલક કોણ હતો અને કયા સંજોગોમાં અકસ્માત સર્જાયો તેની તપાસ કરવામાં આવી રહી છે. ફરાર ચાલકને શોધવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે.દ્વારકા દર્શન માટે નીકળેલા પદયાત્રીઓના સંઘ સાથે બનેલી આ દુર્ઘટનાને કારણે યાત્રામાં જોડાયેલા લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar Accident VTV Gujarati Dwarka Pilgrims Accident

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ