ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / 'કાર્યકર્તા પાસેથી 4 લાખ લીધા, ખોટું મતદાન કરાવ્યું' કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પર આક્ષેપ
Last Updated: 05:40 PM, 30 September 2026
ADVERTISEMENT
બનાસકાંઠના વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વિવાદમાં સપડાયા છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના ટોકરીયા ગામમાં ગ્રામસભામાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જીજ્ઞેશ મેવાણીએ કાર્યકર્તા પાસેથી 4 લાખ લીધા હતા તથા તેમને ઈશારે ખોટું મતદાન પણ કરાયું હતું.
ADVERTISEMENT
પ્રદ્યુમન વાજાએ ઝાટકણી કાઢી
શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ જીજ્ઞેશ મેવાણીની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે વોટ ચોરીનો આક્ષેપ કરતાં મેવાણી ખોટું મતદાન કરાવતા અચકાતા નથી. જીજ્ઞેશ મેવાણીના ચૂંટણી પંચના આક્ષેપો નિરાધાર છે. રાજકારણમાં શુદ્ધીની વાત કરતા કોંગ્રેસે જીજ્ઞેશ મેવાણી સામે શિસ્તભંગની કાર્યવાહી કરવી જોઈએ.
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અનુસાર, જાહેર સભા દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે 4 લાખ રૂપિયા લીધા હોવાનો સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
વડગામમાં યોગ્ય ગ્રાન્ટ નહીંનો પણ આરોપ
વડગામ મતવિસ્તારમાં વિકાસના કામો માટે યોગ્ય ગ્રાન્ટ ન ફાળવવામાં આવતી હોવાની પણ રજૂઆત કરાઈ હતી. જેમાં એટ્રોસિટી એક્ટના નામે સમાજના લોકોને એકબીજા વિરુદ્ધ ભડકાવીને ભાગલા પાડવાનો અને ગ્રાન્ટની રકમનો વિવેકપૂર્ણ ખર્ચ ન થતો હોવાનો પણ દાવો કરાયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો