ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરાની કોલેજમાં ભણતી યુવતીને નશો કરાવી દુષ્કર્મનો પ્રયાસ, તબિયત લથડતા ફૂટ્યો ભાંડો

ક્રાઈમ / વડોદરાની કોલેજમાં ભણતી યુવતીને નશો કરાવી દુષ્કર્મનો પ્રયાસ, તબિયત લથડતા ફૂટ્યો ભાંડો

Published By: Hiralal Parmar
Reported By: Manav Thakor

Last Updated: 03:08 PM, 30 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈની હોટેલમાં વડોદરાની કોલેજમાં ભણતી એક યુવતીને નશો કરાવી દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે.

ADVERTISEMENT

મુંબઈની હોટેલમાં વડોદરાની કોલેજમાં ભણતી એક યુવતીને નશો કરાવી દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. ગુજરાત પરત ફરતી વખતે વાપી નજીક યુવતીની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી અને પછી ડુંગરા પોલીસની એન્ટ્રી થતાં સમગ્ર કાંડ નો ભાંડો ફૂટી ગયો હતો. ડુંગરા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

મુંબઈની પાર્ટીમાં દારુ અને ડ્રગ્સનો નશો કરાવ્યો

વડોદરા ના એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી તેના મિત્રો સાથે મુંબઈ ફરવા ગયો હતો અને ત્યારબાદ તેઓ મુંબઈની એક હોટલમાં નસીલી પાર્ટી કરી હતી જોકે આ પાર્ટીમાં વડોદરાની એક કોલેજીયન યુવતી પણ જોડાઈ હતી.. વડોદરાના એમએસ યુનિવર્સિટીમાં ભણતા સફાન શેખ સુરતના અન્ય ચાર મિત્રો સાથે મુંબઈમાં નશાની પાર્ટી કરવા માટે આવ્યો હતો ત્યારે આ પાર્ટીમાં વડોદરા ની યુવતી ને તેના મિત્ર સફાન પર ભરોસો રાખવો ભારે પડ્યો હતો. નશાની હાલતમાં આ યુવતી પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.. લોકોએ હોટેલમાં યુવતીને દારૂ અને ડ્રગ્સનું સેવન કરાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.

કારમાં પાછા લઈને આવતાં યુવતીની તબિયત લથડી

ઘટના બાદ આરોપીઓ યુવતીને લઈને કારમાં ગુજરાત પરત ફરી રહ્યા હતા. દરમિયાન વાપી નજીક યુવતીની તબિયત અચાનક લથડી હતી. જેથી તેને સારવાર માટે વાપીની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. યુવતીની સ્થિતિ અંગે તબીબોને શંકા જતા તેમણે ડુંગરા પોલીસને જાણ કરી હતી. ડુંગરા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને યુવતીની પૂછપરછ કરી હતી. ત્યારબાદ યુવતીની ફરિયાદના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસે આ કેસમાં સફાન ઝફર શેખ અને ફરીદ વાહીદ કોઠીયાવાલાની ધરપકડ કરી છે.

વધુ વાંચો : લગ્નમાં ભેટ તરીકે મળ્યું 10 લાખ રોકડા ભરેલું કવર, ઉડી ગયા દુલ્હાના હોશ, સુહાગરાતે જ ચિંતા

આરોપીઓ ફરાર

ડુંગરા પોલીસની જાત્રામાં ઊભેલો આ સાફાન શેખ નામનો આ ઈસમ વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.. તો અન્ય આ ઈસમ નું નામ ફરીદ કોઠીયાવાલા છે.. હાલે ઝડપાયેલા આ બંને આરોપીઓ ઉચ્ચ અભ્યાસ ધરાવે છે તો આ મામલે અન્ય ત્રણ આરોપીઓ સલમાન ,વસીમ અને ફૈઝાન મુલતાની ફરાર છે. મુંબઈની હોટલમાં યુવતી નશાની હાલતમાં હતી ત્યારે તેની સંમતિ વિના તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ યુવતી કરી રહી છે. સમગ્ર ઘટનામાં યુવતીને ધમકી આપવામાં આવી હોવાનો પણ આરોપ છે.. યુવતી તેમજ ઝડપાયેલા બંને આરોપીઓના મેડિકલ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Vadodara news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ