ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મધદરિયે અરબ સાગરમાં 3 હજાર કરોડની કિંમતનું ડ્રગ્સ કેવી રીતે ઝડપ્યું ? ATSએ કર્યો મોટો ખુલાસો
Last Updated: 03:30 PM, 30 September 2026
ADVERTISEMENT
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મધ દરિયે 500 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે અને 5 પાકિસ્તાની નાગરિકોને ઝડપ્યાં છે. ATSએ પકડેલા ડ્રગ્સની કિંમત અંદાજિત 3 હજાર કરોડ જેટલી છે. બોટમાં સવાર પાંચેય પાકિસ્તાન નાગરિકને હાલમાં મુંબઈ ખાતે લઈ જઈ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ATSએ શું કર્યો ખુલાસો?
ATSના ડીઆઈજી સુનિલ જોષીએ આખી ઘટનાની જાણકારી આપતાં કહ્યું કે એક ટીમ બનાવીને કોચીન ગયા હતા. 14 સપ્ટેમ્બરથી ઓપરેશન શરુ થયું હતું. 25 સપ્ટેમ્બર સાઉથ વેસ્ટ પાસે આઝાદ નામની ઈરાની બોટ મળી હતી. દરિયામાં વાપરી શકાય તેવા ડિવાઇસ ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે બોટમાંથી 5 પાકિસ્તાની ઝડપાયા છે. પાકિસ્તાનની નાની બોટમાં મુદ્દામાલ રાખવા આવ્યો હતો. ડ્રગ્સ ગુજરાતમાં આપવા હાજી સલીમ અને નાઇઝિરિયન લિન્ક હતી. તેમણે કહ્યું કે ડ્રગ્સ ચેન્નઈમાં લેન્ડ કરીને પંજાબમાં ડ્રગ્સ મોકલવાનું હતું. તેમણે કહ્યું કે આરોપીઓને મુંબઈ પોર્ટ પર લઈ ગયા છે તેમજ આવતીકાલે ગુજરાત લાવવામાં આવશે.
ADVERTISEMENT
વધુ વાંચો : જમ્મુ કાશ્મીરમાં CISF કેમ્પમાં ગોળીબાર, જવાને સહકર્મીઓ પર વરસાવી ગોળીઓ, 4 શહીદ
5 પાકિસ્તાની દાણચોરો ઝડપાયા
ADVERTISEMENT
ડીઆઈજીએ કહ્યું કે 5 પાકિસ્તાની દાણચોરોની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગુજરાત ATS અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી સાથે હાથ ધરવામાં આવેલા ગુપ્ત માહિતીના આધારે સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડના એકમોએ અરબી સમુદ્રમાં લક્ષદ્વીપની પશ્ચિમમાં એક શંકાસ્પદ ઈરાની બોટને અટકાવી હતી. બોટની ઓળખ કરી, સતત તેનો પીછો કરી ઝડપથી કાર્યવાહી કરતા એક મુખ્ય આંતરરાષ્ટ્રીય ડ્રગ દાણચોરી નેટવર્કને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.