ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / સચિન તેંડુલકરે OpenAI સાથે કર્યો કરાર, ChatGPTના ઉપયોગ અને AIના ફાયદા વિશે લોકો સાથે અનુભવ શેર કરશે
5 ફોટો ગેલેરી
Last Updated: 05:06 PM, 28 September 2026
1/5
ક્રિકેટના મેદાનમાં અનેક રેકોર્ડ સર કરનાર 'માસ્ટર બ્લાસ્ટર' સચિન તેંડુલકર હવે ટેકનોલોજીની દુનિયામાં એક નવી ઇનિંગની શરૂઆત કરશે. જેમાં વર્લ્ડ ફેમસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિસર્ચ કંપની OpenAI સાથે સચિને એક મોટું કોલોબરેશન જાહેર કર્યું છે. આ પાર્ટનરશીપનો મુખ્ય હેતુ લોકો સુધી ChatGPTની ક્ષમતાઓ પહોંચાડવાનો અને ટેકનોલોજી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે.
2/5
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ જાહેરાત કરતા સચિને પોતાની એક્સાઈટમેન્ટ વ્યક્ત કરી હતી. તેમને પોતાના અંગત અનુભવો શેર કરતાં જણાવ્યું કે,પોતાની જિજ્ઞાસાવૃત્તિને પ્રોત્સાહિત કરવામાં ChatGPT ખૂબ મદદરૂપ રહ્યું છે. આ સિવાય ChatGPT દ્વારા અન્ય કઈ નવી બાબતો થઈ શકે તે શોધવું, ઉપયોગી અનુભવો લોકો સાથે શેર કરવા અને લોકોને પોતાની જરૂરિયાત મુજબ આ AI ટૂલ વાપરવા પ્રોત્સાહિત કરવાનું પણ જણાવ્યું.
ADVERTISEMENT
3/5
4/5
ADVERTISEMENT
5/5
OpenAI ભારત જેવા વિશાળ માર્કેટમાં ChatGPT અને પોતાની બીજી AI સર્વિસનો વ્યાપ વધારવા સતત પ્રયાસ કરી રહી છે. ભારતમાં સચિન તેંડુલકરની લોકપ્રિયતા અને ફેન ફોલોઇંગ જોરદાર છે. જેથી તેમની સાથેની આ ભાગીદારીથી દેશના સામાન્ય લોકો સુધી AI ટેકનોલોજીને સરળતાથી પહોંચાડવામાં મદદ મળશે. સચિન ઈચ્છે છે કે લોકો પોતાની જરૂરિયાત અને વિચારો મુજબ ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ કરતા શીખે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ