ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મનસુખ વસાવાની પાછી પાની, વનમંત્રીનો બચાવ કર્યો, હવે દોષનો ટોપલો ફોરેસ્ટ વિભાગ પર ઠાલવ્યો

નર્મદા / મનસુખ વસાવાની પાછી પાની, વનમંત્રીનો બચાવ કર્યો, હવે દોષનો ટોપલો ફોરેસ્ટ વિભાગ પર ઠાલવ્યો

Published By: Vishal Khamar
Reported By: Pravin Patvari

Last Updated: 06:54 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્મદા જંગલ જમીન વિવાદ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ સાગબારા ખેડૂતોના આક્રોશ અને ફોરેસ્ટ વિભાગની કામગીરી અંગે નિવેદન આપ્યું.

ADVERTISEMENT

નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાં જંગલ જમીનના હક્ક અને દાવા અરજીના મુદ્દે ખેડૂતોનો આક્રોશ યથાવત્ છે. આ સમગ્ર મામલે સાંસદ મનસુખ વસાવાએ ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવતાં જણાવ્યું હતું કે, વિવાદ માટે કોઈ જવાબદાર હોય તો ફોરેસ્ટ વિભાગ જવાબદાર છે. ખેડૂતોને દાવા અરજીની પ્રક્રિયામાં જરૂરી મદદ મળતી નથી અને ફોરેસ્ટ તેમજ આદિજાતિ વિભાગ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવતું નથી તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ખેડૂતોને ધમકાવતા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું કે, તેઓ ઉતાવળમાં કોઈ નિર્ણય લેતા નથી અને નિયમ મુજબ જ આગળ વધી રહ્યા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને સાગબારા વિસ્તારમાં ચાલી રહેલી પરિસ્થિતિની સંપૂર્ણ જાણકારી ન હોવાનો દાવો કરતાં તેમણે સ્થાનિક ફોરેસ્ટર અને DFOની કામગીરી સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે, મંત્રી અર્જુન મોઢવાડિયા પ્રત્યે પોતાને માન-સન્માન હોવાનું સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ સરકારનો જ ભાગ છે અને સરકાર વિરુદ્ધ બોલવાનો તેમનો કોઈ હેતુ નથી.

વસાવાએ સાગબારા વિસ્તારના ખેડૂતો સાથે તંત્ર અન્યાય કરી રહ્યું હોવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, એક તરફ જંગલ વિભાગ દ્વારા પ્લાન્ટેશન કરવામાં આવે છે અને બીજી તરફ ખેડૂતોને ખેતી કરતાં અટકાવવામાં આવે છે, જેને લઈને બેવડી નીતિ સામે ખેડૂતોમાં રોષ છે. તેમણે ચેતવણી આપી હતી કે જો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તો તેઓ પણ ખેડૂતોની સાથે આંદોલનમાં જોડાશે. પરિણામે સાગબારા જંગલ જમીન મુદ્દે તંત્ર અને ખેડૂતો વચ્ચેનો વિવાદ વધુ વકરવાની શક્યતા વચ્ચે ખેડૂતોનો આક્રોશ યથાવત્ જોવા મળી રહ્યો છે.

નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાં જંગલની જમીનના ખેડાણને લઈને ભાજપના બે નેતાઓ વચ્ચે મતભેદ સામે આવ્યા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જંગલની જમીન પર ખેડાણ કરતા આદિવાસીઓને હાજર કરવા સૂચના આપી હોવાના અહેવાલ બાદ સાંસદ મનસુખ વસાવા ખોપી ગામે પહોંચ્યા હતા.

સાંસદ મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, જંગલની જમીન પર ખેડાણ કરતા કેટલાક આદિવાસીઓને તેમના બળદો સાથે ટેમ્પોમાં પોલીસ દ્વારા લઈ જવામાં આવી રહ્યા હતા. આ અંગે જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે વન વિભાગની કાર્યવાહી સામે વાંધો વ્યક્ત કર્યો હતો.

મનસુખ વસાવાએ વનમંત્રી અર્જુન મોઢવાડિયાની કામગીરી અંગે સવાલો ઉઠાવતાં આદિવાસીઓ સાથેના વ્યવહારને લઈને આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે એક તરફ સરકારના મંત્રીઓ આદિવાસીઓના હિત અને કલ્યાણની વાત કરે છે, જ્યારે બીજી તરફ વનમંત્રીની સૂચનાના આધારે આદિવાસીઓને પોલીસ મારફતે લઈ જવામાં આવી રહ્યા છે.

સાંસદે વનમંત્રી પર આદિવાસી વિરોધી હોવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, "અંગ્રેજો જેવું અર્જુન મોઢવાડિયાનું શાસન છે." તેમણે વધુમાં કહ્યું હતું કે, "જો તમે માંડવી સુધી આવતા હોય તો અમને મળવા અહીં આવવું જોઈતું હતું."

આ સમગ્ર ઘટનાને પગલે સાગબારા વિસ્તારમાં જંગલ જમીનના ખેડાણ, આદિવાસીઓના હક અને વન વિભાગની કાર્યવાહીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. જોકે, વનમંત્રી અર્જુન મોઢવાડિયા તરફથી આ આક્ષેપો અંગેનો પક્ષ અથવા તેમની સૂચનાનો વિગતવાર આધાર અહીં ઉપલબ્ધ નથી.

આ પણ વાંચોઃ લવ જેહાદના કિસ્સાઓ વચ્ચે સુરતમાં નવરાત્રીને લઇ VHP-બજરંગદળની ગાઈડલાઈન જાહેર, જુઓ શું કહ્યું?

જંગલ જમીન પર ખેડાણ અને આદિવાસીઓના પરંપરાગત હકો અંગેનો મામલો કાયદાકીય તથા વહીવટી પ્રક્રિયા સાથે જોડાયેલો હોવાથી, આગળની કાર્યવાહી અને સંબંધિત વિભાગોના સત્તાવાર નિવેદન બાદ સમગ્ર ઘટનાની વધુ સ્પષ્ટતા થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Narmada forest land dispute Mansukh Vasava statement Sagbara forest land issue

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ