ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:15 PM, 26 September 2026
ADVERTISEMENT
Asian Games 2026: જાપાનના નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં શનિવાર ભારત માટે ખાસ દિવસ રહ્યો હતો. કબડ્ડીમાં ભારતને બેવડી ખુશી મળી છે. પહેલા, મહિલા ટીમે ઈરાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. તેના થોડા સમય પછી પુરુષોની ટીમે ઈરાનને હરાવીને સોનાના મેડલ પર કબજો કર્યો. ભારતે ઈરાનને 40-34 થી હરાવ્યું. બંને મેચ ખૂબ જ રોમાંચક રહી હતી.
ADVERTISEMENT
ઈરાને પહેલા હાફમાં પોતાનો જલબો બતાવ્યો હતો, હાફ ટાઈમમાં 18-17 થી આગળ થઇ ગયુ હતું. જોકે ભારતીય ટીમે બીજા હાફમાં જોરદાર વાપસી કરી, ઈરાનને એક વખત ઓલઆઉટ પણ કર્યું. ઓમિદ ખોજાસ્તેહના શાનદાર સોલો ટેકલથી ઈરાનને સુપર ટેકલ મળ્યું, પરંતુ સુમિત આ હાફમાં ઈરાનના હુમલાખોરો માટે બ્લેક હોલ સાબિત થયો, અને ભારતીય કેપ્ટનના સનસનાટીભર્યા ટેકલથી ભારતને ફરીથી લીડ મળી. ત્યારબાદ તેણે ઈરાન પર ઓલઆઉટ એટેક શરૂ કર્યો, ઈરાનના એકમાત્ર ડાબા હાથના ખેલાડીને લોભાવીને ઓલઆઉટ એટેક કર્યો. આ વખતે ટેકલ જયદીપ દ્વારા કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / ના હોય! એશિયન ગેમ્સમાં ક્રિકેટ ટીમમાં એક જ નામના 7 ખેલાડી, સૌ કોઈ હેરાન
રમતમાં સાડા છ મિનિટ બાકી હતી ત્યારે ભારત મેચમાં ઘણુ આગળ વધી ચુક્યુ હતું. સુમિતનું ટેકલિંગ અને અર્જુનનું રેડિંગ સ્તર બહુ ઉચુ રહ્યુ હતું. અને શાડલોઈના થોડા પ્રયાસો સિવાય, ઈરાનને તેમનો સામનો કરવામાં મુશ્કેલી પડી રહી હતી. રમતમાં 3 મિનિટ અને 51 સેકન્ડ સુધી ભારત 36-29 થી આગળ હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો