ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 6 જ દિવસમાં કુલ 38 લાખથી વધુ ભક્તોએ કર્યા માં અંબાના દર્શન, ભાદરવી પૂનમ મહામેળાનો આજે છેલ્લો દિવસ
Last Updated: 09:14 AM, 26 September 2026
ADVERTISEMENT
સાત દિવસથી અંબાજીની ધરતી પર જે ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, તે આજે તેના શિખરે પહોંચ્યો છે. શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી મહામેળા-2026નો આજે છેલ્લો અને સાતમો દિવસ છે. મા અંબાના ધામ અંબાજીમાં સાત દિવસીય મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા છે. ભક્તોએ મા જગતજનની અંબાના દર્શન કરી તેમના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી છે. આજે સવારથી જ અંબાજીના નિજ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને મંદિરથી લઈને સમગ્ર અંબાજી સુધી ચારે તરફ ભક્તિમય માહોલ છવાયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભાદરવી મહામેળાના છઠ્ઠા દિવસે કુલ 3,72,126 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. આ સાથે છ દિવસમાં મા અંબાના દર્શન કરનારા ભક્તોની કુલ સંખ્યા 38,23,469 પર પહોંચી ગઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ વખતે 40 લાખથી વધુ ભક્તો દર્શન કરશે એવી ધારણા રાખવામાં આવી હતી. હવે આજે મેળાના અંતિમ દિવસે આ આંકડો પૂર્ણ થવાની સાથે અંદાજે 42થી 45 લાખ ભક્તો મા અંબાના દર્શન કરશે તેવો અંદાજ છે. ભક્તોની ભારે આવકને કારણે અંબાજી મંદિર અને આસપાસના વિસ્તારોમાં સતત 'જય અંબે'ના જયઘોષ ગુંજી રહ્યા છે. ભક્તોના પ્રવાહને કારણે સમગ્ર અંબાજી જાણે આસ્થાના રંગે રંગાઈ ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
મહામેળા દરમિયાન ભક્તોની મોટી સંખ્યામાં હાજરી વચ્ચે ભંડાર કાઉન્ટરની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે. ભાદરવી મેળાના છઠ્ઠા દિવસે ભંડાર કાઉન્ટર પરથી રૂ. 29,63,582ની આવક નોંધાઈ હતી. જ્યારે છ દિવસની કુલ આવક રૂ. 1,83,10,515 થઈ છે. આ આંકડા મેળા દરમિયાન ભક્તોની મોટી સંખ્યામાં હાજરી અને પ્રસાદ વ્યવસ્થાના વ્યાપને દર્શાવે છે. મહામેળાના છઠ્ઠા દિવસે ભક્તોને મોહનથાળ પ્રસાદના કુલ 2,63,657 પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે છ દિવસમાં અત્યાર સુધીમાં મોહનથાળ પ્રસાદના 28.90 લાખ પેકેટનું વિતરણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 3,927 ભક્તો-સંઘોએ ધજા ચડાવી છે.
ADVERTISEMENT
આજે ભાદરવી પૂનમના મેળાનો છેલ્લો દિવસ હોવાથી વહેલી સવારથી જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને આખું મંદિર પરિસર ભક્તોથી ઉભરાઈ ગયું હતું. અંબાજી મંદિરમાં આજે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી, જે 51 શક્તિપીઠ સર્કલ સુધી પહોંચી હતી. મા અંબાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા સમગ્ર વિસ્તાર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો.
આ પણ વાંચો : ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, બાબરામાં 1, બાવળામાં 2 ડૂબ્યા
ADVERTISEMENT
ભાદરવી પૂનમના પાવન દિવસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોતાની ધજા લઈને મા અંબાના શિખર પર ધજારોહણ કરવામાં આવશે. પોલીસ વિભાગ પણ પોતાની ધજાઓ સાથે મા અંબાના મંદિરે પહોંચશે. આ ઉપરાંત મહામેળા દરમિયાન કાર્યરત વિવિધ વિભાગો દ્વારા પણ મા અંબાને ધજાઓ અર્પણ કરવામાં આવશે. મહામેળો સુખ, શાંતિ અને સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે તમામ વિભાગો દ્વારા મા અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવવામાં આવશે. સાત દિવસ સુધી લાખો ભક્તોની આસ્થા અને ભક્તિનું સાક્ષી બનેલો ભાદરવી મહામેળો આજે ભાદરવી પૂનમના પાવન અવસરે પૂર્ણ થશે. આજે મેળાના અંતિમ દિવસે 40 લાખનો આંકડો પાર થવાની સાથે અંદાજે 42થી 45 લાખ ભક્તો મા અંબાના દર્શન કરી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો