ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીના હનુમાન ખીજડિયા ગામે દીપડાનો હુમલો, 7 વર્ષના બાળકને ગંભીર ઈજા
Last Updated: 05:46 PM, 25 September 2026
ADVERTISEMENT
અમરેલી જિલ્લાના હનુમાન ખીજડિયા ગામે દીપડાએ 7 વર્ષના બાળક પર હુમલો કરતાં ચકચાર મચી છે. ખેતરમાં પિતા સાથે રમતા સાયારામ નામના બાળક પર કપાસના વાવેતરમાંથી અચાનક બહાર આવેલા દીપડાએ હુમલો કર્યો હતો.
ADVERTISEMENT
હુમલામાં બાળકને ચહેરા અને નાકના ભાગે ગંભીર ઈજાઓ થઈ
મળતી માહિતી મુજબ, બાળક ખેતરમાં પિતા સાથે રમતો હતો ત્યારે કપાસના પાકમાંથી અચાનક દીપડો બહાર આવ્યો અને બાળક પર હુમલો કર્યો. દીપડાના હુમલામાં બાળકના ચહેરા અને નાકના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ADVERTISEMENT
હોસ્પિટલમાં સારવાર હેઠળ
હુમલા સમયે બાળકના પિતાએ સમયસૂચકતા વાપરી બૂમાબૂમ કરતાં દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત સાયારામને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ બાળક જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ‘તારા પિતા મકાન અને કાર આપશે તો જ લઈ જઈશ’, લગ્નના બીજા દિવસથી જ સાસરિયાંના ત્રાસનો પત્નીએ લગાવ્યો આક્ષેપ
ઘટનાથી સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ
ADVERTISEMENT
ગામ વિસ્તારમાં દીપડાના હુમલાની ઘટનાથી સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. ઘટનાને પગલે વન વિભાગ દ્વારા દીપડાની હિલચાલ અંગે તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરાય તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.