ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના કામરેજ પાસે કાર ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ, એક જ પરિવારના 4ના મોત, શંખેશ્વર દર્શને જતા હતા
Last Updated: 12:22 PM, 25 September 2026
ADVERTISEMENT
સુરતમાંથી પસાર થતાં ભારતમાલા એક્સપ્રેસ વે પર કામરાજ નજીક હેરિયર કાર અને ડંપર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો જેમાં એક જ પરિવારના 4 સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. એક્સપ્રેસ વે પર ઉભેલા ડમ્પર પાછળ કાર ઘૂસી ગઈ હતી. ડમ્પરમાં એર પ્રેશરની સમસ્યા થતા ચાલકે ડમ્પર ઊભું રાખ્યું હતું.
ADVERTISEMENT
મુંબઈથી શંખેશ્વર મંદિરે દર્શન માટે જતા હતા
પરિવારના સભ્યો હેરિયર કારમાં બેસીને મુંબઈથી શંખેશ્વર મંદિરે દર્શન માટે જઈ રહ્યાં હતા. કાળમુખી દુર્ઘટનાને પગલે હાઈવે પર અરેરાટી સાથે ભારે અરેરાટી વ્યાપી હતી.
ADVERTISEMENT
ચાલક ડમ્પર ઊભું રાખ્યું તેમાં ટકરાઈ કાર
ADVERTISEMENT
મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર કામરેજ વિસ્તારમાં ટેકનિકલ ખામી સર્જાતા ચાલક ડમ્પર ઊભું રાખ્યું હતુ અને આ દરમિયાન ચાલક કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડમ્પરને ટકરાઈ હતી જેમાં 4ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. દુર્ઘટના બાદ એક્સપ્રેસ વે પર અફરાતફરી મચી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.