ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / હિમાલયન સોલાર IPOનું એલાન: ₹103 સુધી પ્રાઇસ બેન્ડ, 25 સપ્ટેમ્બરથી ખુલશે ઈશ્યૂ

IPO / હિમાલયન સોલાર IPOનું એલાન: ₹103 સુધી પ્રાઇસ બેન્ડ, 25 સપ્ટેમ્બરથી ખુલશે ઈશ્યૂ

Published By: Kalpesh Kandoria

Last Updated: 06:33 PM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 98 થી રૂ. 103 નક્કી કરવામાં આવી છે; ઇશ્યૂ 25 સપ્ટેમ્બર 2026થી 29 સપ્ટેમ્બર 2026 સુધી ખુલ્લો રહેશે, એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડિંગ 24 સપ્ટેમ્બર 2026નાં રોજ ખુલશે.

ADVERTISEMENT

અમદાવાદ, 22 સપ્ટેમ્બર, 2026 : સોલાર પીવી મોડ્યુલ્સ અને સોલાર એનર્જી સોલ્યુશન્સના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અગ્રણી કંપની હિમાલયન સોલાર લિમિટેડે આજે તેના આગામી ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ.98 થી રૂ.103ની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. આ ઇશ્યૂ માટે સબ્સ્ક્રિપ્શન શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026નાં રોજ ખુલશે અને મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026નાં રોજ ક્લોઝ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026નાં રોજ ઓપન થશે.

  • 31 જુલાઈ, 2026નાં રોજ અમારી કંપની પાસે 10 ઓનગોઇંગ પ્રોજેક્ટ્સ છે, જેની કુલ ઓર્ડર બુક કિંમત રૂ.14,021.69 લાખ છે.
  • હિમાલયન સોલાર લિમિટેડ સોલાર PV મોડ્યુલ્સનાં ઉત્પાદન અને સોલાર EPC કોન્ટ્રાક્ટ્સ, સોલાર સપોર્ટ સર્વિસિસ અને સોલાર પ્રોડક્ટ્સનાં વેચાણ જેવાં ટર્નકી સોલાર એનર્જી સોલ્યુશન્સ ઓફર કરે છે.

કંપની આ IPO દ્વારા રૂ. 6,802.94 લાખ એકત્ર કરવાની યોજના ધરાવે છે અને NSE Emerge પર લિસ્ટ થશે. Finshore Management Services Limited આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર (BRLM) છે, જ્યારે Maashitla Securities Private Limited રજિસ્ટ્રાર છે.

આ IPOમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા રૂ.10/-ની ફેસ વેલ્યુ ધરાવતા 58,90,800 સુધીનાં ઇક્વિટી શેરનાં ફ્રેશ ઇશ્યૂ અને 7,14,000 સુધીનાં ઇક્વિટી શેરનું ઓફર ફોર સેલ સામેલ છે. માર્કેટ મેકર માટે 3,31,200 સુધીનાં ઇક્વિટી શેર અનામત રાખવામાં આવ્યા છે અને કુલ નેટ ઓફરિંગમાંથી, નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે ઓછામાં ઓછા 18,79,200 ઇક્વિટી શેર, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) માટે 12,55,200 સુધીના ઇક્વિટી શેર અને વ્યક્તિગત રોકાણકારો માટે ઓછામાં ઓછા 31,39,200 ઇક્વિટી શેર રાખવામાં આવ્યા છે.

હિમાલયન સોલાર લિમિટેડ IPOમાંથી મળનારી રકમમાંથી રૂ.1,298.30 લાખ સુધીનો ઉપયોગ હાલની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનાં એક્સપાન્શન અને અપગ્રેડેશન માટે વધારાનાં પ્લાન્ટ અને મશીનરીની ખરીદી માટે કેપિટલ એક્સપેન્ડિચર તરીકે કરવા માંગે છે; રૂ.211.99 લાખ સુધીની રકમ બાકી ઉધારનાં રિપેમેન્ટ/પ્રી-પેમેન્ટ માટે અને રૂ.2,950 લાખ સુધીની રકમ કંપનીની વર્કિંગ કેપિટલની જરૂરિયાતો માટે ઉપયોગમાં લેવામાં આવશે, જ્યારે બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

2015માં સ્થાપિત હિમાલયન સોલાર લિમિટેડ ઇન્ટીગ્રેટેડ ટર્નકી સોલાર એનર્જી સોલ્યુશન્સ ઓફર કરે છે. કંપની સોલાર વોટર પમ્પિંગ સિસ્ટમ્સ પર ફોકસ કરીને સોલાર પ્રોડક્ટ્સની ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, સપ્લાય, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ જેવી સેવાઓ પ્રદાન કરે છે. કંપની સમગ્ર ભારતમાં વિવિધ પ્રોજેક્ટ્સ માટે સર્વિસ પૂરી પાડે છે અને હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ અને મધ્ય પ્રદેશ જેવી અનેક રાજ્યની સરકારો સાથે પ્રતિષ્ઠિત સોલાર પાર્ટનર તરીકે એમ્પેનલ્ડ છે. અમારી કંપનીને સોલાર PV મોડ્યુલ્સ/પેનલ્સ, સોલાર પંપ કંટ્રોલર્સ, સોલાર ચાર્જ કંટ્રોલર્સ અને સોલાર વોટર પમ્પિંગ સિસ્ટમ્સની ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય માટે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમમાં ISO 9001:2015 પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

31 જુલાઈ, 2026નાં રોજ અમારી કંપની પાસે કુલ 10 ઓનગોઇંગ પ્રોજેક્ટ્સ છે, જેની કુલ ઓર્ડર બુક કિંમત રૂ.14,021.69 લાખ છે અને જેમાં મોટાભાગનાં પ્રોજેક્ટ્સ સરકારી છે. નાણાકીય વર્ષ 2026ની આવકમાં સોલાર EPC કોન્ટ્રાક્ટ (97.54%), સોલાર સપોર્ટ સર્વિસિસ (2.35%) અને સોલાર પ્રોડક્ટ્સનું વેચાણ (0.11%) સામેલ છે.

નાણાકીય વર્ષ 2026માં, હિમાલયન સોલાર લિમિટેડે કામગીરીમાંથી રૂ.17,034.32 લાખની આવક અને રૂ.2,066.61 લાખનો પ્રોફિટ (PAT) નોંધાવ્યો હતો, જેમાં PAT માર્જિન 12.13% હતું. નાણાકીય વર્ષ 2025માં, કંપનીએ રૂ.14,243.73 લાખની આવક અને રૂ.1,643.06 લાખનો PAT નોંધાવ્યો હતો, જેમાં PAT માર્જિન 11.54% હતું.

વધુ માહિતી માટે મુલાકાત લો: https://himalayansolar.co.in/investors/

Disclaimer: Himalayan Solar Limited is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offer of its Equity Shares and has filed the RHP with NSE. The RHP is available on the website of BRLM and at the website of SEBI/NSE. Any potential investors should note that investment in equity shares involves a high degree of risk, and for details relating to the same, please refer to the RHP. Potential investors should carefully consider all the information contained in the RHP, including the section titled “Risk Factors”, before making any investment decision.

સંકળાયેલા મુદ્દાઓ

Himalayan Solar Limited IPO Himalayan Solar IPO Solar IPO 2026

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ