ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:35 PM, 24 September 2026
ADVERTISEMENT
ગુરુવારે ટ્રેડિંગની શરૂઆત સાથે જ શેરબજારમાં ભારે અફરાતફરી મચી ગઈ અને બંને મુખ્ય સૂચકાંકોમાં મોટો ઘટાડો જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેર ધરાવતો સેન્સેક્સ ખુલતાની સાથે જ 700 પોઈન્ટથી વધુ તૂટ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી સૂચકાંકમાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો; ટ્રેડિંગ શરૂ થતાં જ NSE નિફ્ટી 200 પોઈન્ટથી વધુ નીચે સરકી ગયો.
ADVERTISEMENT
દરમિયાન, શેરબજારમાં જેમ જેમ કારોબાર આગળ વધ્યો, તેમ બંને સૂચકાંકોમાં ઘટાડો વધુ તીવ્ર બન્યો. બપોરે લગભગ 2 વાગ્યે, BSE સેન્સેક્સ 1,100 પોઈન્ટ નીચે કારોબાર કરી રહ્યો હતો, જ્યારે NSE નિફ્ટીમાં આશરે 300 પોઈન્ટનો ઘટાડો થયો હતો.
સેન્સેક્સ અને નિફ્ટીમાં ખુલતા જ ઉતાર-ચઢાવ
ADVERTISEMENT
ગુરુવારે જ્યારે ટ્રેડિંગ શરૂ થયું, ત્યારે BSE સેન્સેક્સ 74,272ના સ્તરે ખુલ્યો જે અગાઉના 74,828ના બંધ ભાવ કરતાં નીચો હતો અને ત્યારબાદ મિનિટોમાં જ તેમાં ભારે ઘટાડો જોવા મળ્યો. ટ્રેડિંગની માત્ર પાંચ મિનિટમાં જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ્સ તૂટીને 74,120ના સ્તર પર આવી ગયો.
શરૂઆતના કારોબારમાં, 50 શેર ધરાવતો NSE નિફ્ટી ઇન્ડેક્સ પણ સેન્સેક્સની સાથે જ આગળ વધતો જોવા મળ્યો હતો. નિફ્ટી 23,221ના સ્તરે ખૂલ્યો હતો, જે તેના અગાઉના 23,446ના બંધ ભાવ કરતાં નીચો હતો અને ત્યારબાદ તેમાં 200થી વધુ પોઈન્ટનો ઘટાડો થતાં તે 23,205ના સ્તરે કારોબાર કરતો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
આ અહેવાલ લખતી વખતે (બપોરે 2 વાગે), સેન્સેક્સ 1200 પોઈન્ટથી વધુ એટલે કે 1.57 ટકા તીવ્ર ઘટાડા સાથે 73,582 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 375 પોઈન્ટ ઘટીને 23,048 પર આવી ગયો હતો.
તાશના પત્તાની જેમ વિખરાઇ ગયુ શેર માર્કેટ
ADVERTISEMENT
શેરબજારમાં આવેલા કડાકા વચ્ચે, રિલાયન્સથી લઈને HDFC બેંક સુધીના શેરો નીચા સ્તરે ખુલ્યા હતા. સૌથી વધુ અસરગ્રસ્ત શેરોમાં બજાજ ફાઇનાન્સ (5% ઘટાડો), એક્સિસ બેંક (3.70% ઘટાડો), બજાજ ફિનસર્વ (3.50% ઘટાડો) અને કોટક બેંક (2% ઘટાડો) જેવી BSE લાર્જ-કેપ કંપનીઓના શેર નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
આ ઉપરાંત, મિડકેપ કેટેગરીના શેરોમાં જેમાં PolicyBazaar (10%), MFSL (9.10%), AU Bank (5%), IDFC First Bank (3.30%) અને Yes Bank (2.60%) નો સમાવેશ થાય છે, ઘટાડો જોવા મળ્યો.
ADVERTISEMENT
NSE IPOની આજે લિસ્ટિંગ, શું થશે?
શેરબજારમાં ભારે અસ્થિરતા પ્રવર્તી રહી છે અને આવા માહોલ વચ્ચે NSEના શેર બજારમાં પ્રવેશવા જઈ રહ્યા છે. આ બાબતે રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, 22,561.57 કરોડ રુપિયા નું મૂલ્ય ધરાવતો NSEનો IPO 17 થી 21 સપ્ટેમ્બર દરમિયાન ખુલ્લો હતો અને તેને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. જોકે, ગ્રે માર્કેટના સંકેતો નબળા લિસ્ટિંગ તરફ ઈશારો કરી રહ્યા છે; લિસ્ટિંગના થોડા સમય પહેલાં NSEના IPOનું GMP માત્ર 2 ટકાની આસપાસ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ખેડૂતોને PM કિસાન યોજનાના 24માં હપ્તાની રાહ, શું દશેરા પર આવશે પૈસા? જાણો લેટેસ્ટ અપડેટ
બજાર ક્રેશના આ મોટા કારણ
શેરબજારમાં આવેલા ઘટાડાના કારણોની વાત કરીએ તો, અમેરિકાથી લઈને એશિયા સુધીના બજારોમાં જોવા મળેલી નરમાઈને કારણે બજારની ધારણા (સેન્ટિમેન્ટ) નબળી પડી છે. યુએસ ટ્રેઝરી યીલ્ડ બે દાયકાની ઊંચી સપાટીએ પહોંચવાને પગલે અગાઉના ટ્રેડિંગ સત્રમાં ડાઉ જોન્સમાં 250 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને તે 100 ડોલરની સપાટીની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે.
DISCL AIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT