ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / Indian Economy માટે મોટી ખુશખબર! Fitchથી ADB સુધી 3 વૈશ્વિક એજન્સીઓએ વધાર્યું India GDP Growthનું અનુમાન
5 ફોટો ગેલેરી
Last Updated: 09:00 AM, 24 September 2026
1/5
યુએસ-ઈરાન યુદ્ધ હોય, રશિયા-યુક્રેન યુદ્ધ હોય કે અન્ય વૈશ્વિક તણાવ હોય, ઘણા દેશો તેલ અને ગેસ કટોકટી, મોઘવારી અને આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. આ પડકારો છતાં ભારતીય અર્થતંત્ર ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. ત્રણ વૈશ્વિક એજન્સીઓએ એક જ દિવસમાં ભારતીય અર્થતંત્રની મજબૂતાઈનો સ્વીકાર કર્યો છે અને ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ વધાર્યો છે.
2/5
S&P ગ્લોબલ રેટિંગ્સે મજબૂત ઔદ્યોગિક એક્ટિવિટિઝ, હેલ્થ સેવાઓ સુધી પહોચ, મજબૂત માલસામાન નિકાસ અને સરકારી રોકાણમાં વધારો ટાંકીને ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધાર્યો છે. S&P એ માર્ચ 2027 માં પૂરા થતા નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર 7% સુધી પહોંચવાનો અંદાજ લગાવ્યો છે. અગાઉ તે 6.6% હતો, જે 40 બેસિસ પોઈન્ટનો વધારો દર્શાવે છે.
ADVERTISEMENT
3/5
ફિચ રેટિંગ્સે નાણાકીય વર્ષ 27 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 6.9% કર્યો છે. અગાઉ પૂર્વાનુમાન 6.4% હતી, જે 50 બેસિસ પોઈન્ટનો વધારો દર્શાવે છે. એજન્સીએ ભારતમાં અપેક્ષા કરતાં વધુ મજબૂત આર્થિક પ્રવૃત્તિ અને સાત મહિનાથી ચાલી રહેલા પશ્ચિમ એશિયાઈ યુદ્ધ છતાં ભારતની સારી સ્થિતિને આના મુખ્ય કારણો ગણાવ્યા હતા.
4/5
ફિચ અને S&P ગ્લોબલ ઉપરાંત એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ પણ ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર આપ્યા છે. ભારતમાં મજબૂત પબ્લિક રોકાણ અને દક્ષિણ એશિયામાં સ્થિર નિકાસ વૃદ્ધિને કારણે આ વર્ષની વૃદ્ધિ દરનું અનુમાન જુલાઈમાં અગાઉ જણાવેલ 6% થી વધારીને 6.4% કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
6 ફોટોઝ
Mangal Nakshatra Parivartan 2026 / આ તારીખે મંગળ શનિના પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે, આ 3 રાશિના જાતકોએ ગુસ્સો, ઉતાવળ અને કાર્યક્ષેત્રની અડચણોથી સાવધાન રહેવું