ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં ગણેશ વિસર્જન સમયે 3 લોકો ડૂબ્યાં, પાણીમાંથી મૃતદેહ બહાર કઢાયા, એક જ પરિવારના હતા

દુખદ / રાજકોટમાં ગણેશ વિસર્જન સમયે 3 લોકો ડૂબ્યાં, પાણીમાંથી મૃતદેહ બહાર કઢાયા, એક જ પરિવારના હતા

Published By: Hiralal Parmar
Reported By: Sunny Maiyad

Last Updated: 11:00 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ગણેશ વિસર્જન વખતે 3 લોકોનો એક કરુણ બનાવ સામે આવ્યો છે. મૃતકો એક જ પરિવારના હતા.

ADVERTISEMENT

રાજકોટના કુવાડવા-વાંકાનેર રોડ પર ગણેશ વિસર્જન દરમિયાન એક અત્યંત હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. ખોડિયાર મંદિર પાસે, અજય વે-બ્રિજ સામે આવેલા જળાશયમાં ગણેશજીની પ્રતિમા પધરાવવા ગયેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના ડૂબવાને કારણે મોત થયા હતા. ગણેશજીની મૂર્તિ પધરાવતી વખતે તેઓ ઊંડા પાણીમાં જતા રહ્યાં હતા અને મોત નીપજ્યા હતા.

મૃતકો એક જ પરિવારના હતા

ત્રણેય મૃતકોની ઓળખ નયનભાઈ ચૌહાણ, ધીરુભાઈ ચૌહાણ અને નરેન્દ્રભાઈ ચૌહાણ તરીકે થઈ છે. મૃતકો એક જ ચૌહાણ પરિવારના હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને ત્રણેય લાશોને પાણીમાંથી બહાર કાઢી હતી.

વધુ વાંચો : વિદેશનો મોહભંગ, 40 ટકા લોકો હવે પરત ભારત આવી રહ્યાં છે, સર્વેમાં મોટો ખુલાસો

સરપંચ ઘટનાસ્થળે દોડી આવ્યા

આ બનાવની જાણ થતાં જ મૃતકોના સગા દિલીપભાઈ સોમાભાઈ ચૌહાણ, ગામના સરપંચ લાભુભાઈ તેમજ એરપોર્ટ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પંચનામું કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડબ્રહ્મામાં પણ ડૂબવાને કારણે યુવાનનું મોત

ઉલ્લેખનીય છે કે ગતરોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પંથકમાં ગણેશ વિસર્જન વખતે એક યુવાન અચાનક ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. 18 વર્ષીય વિપિન જગદીશકુમાર બારોટ નામનો યુવક અન્ય શ્રદ્ધાળુઓ સાથે ગણેશ વિસર્જન માટે નદીએ ગયો હતો. વિસર્જનની પ્રક્રિયા દરમિયાન યુવકનો પગ લપસતાં કે પાણીના ઊંડાણનો તાગ ન મળતાં તે ધસમસતા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યો ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ અને 112 ની ઇમરજન્સી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને લાશ બહાર કાઢી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Rajkot Ganesh immersion Rajkot news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ