ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વિદેશનો મોહભંગ, 40 ટકા લોકો હવે પરત ભારત આવી રહ્યાં છે, સર્વેમાં મોટો ખુલાસો
Last Updated: 05:02 PM, 23 September 2026
ADVERTISEMENT
પિતા અને સંતાનો વિદેશ જવા આંધળી દોટ મૂકતા હોય છે જોકે આ બધી વાતો વચ્ચે હવે વિદેશમાં રહેલા લોકો કોઈ ને કોઈ કારણે ભારત ની વાટ પકડી રહ્યા છે વડોદરાના ડોકટર તુષાર ચોક્સીના એક સર્વેમાં મોટો ઘટસ્ફોટ થયો છે અમેરિકા,ઓસ્ટ્રેલિયા,ન્યૂઝીલેન્ડ,કેનેડા અને બ્રિટન માં ગયેલા 40 ટકા લોકો પરત આવી રહ્યા છે યોગ્ય જોબ,યોગ્ય પગાર અને જીવન ધોરણ સેટ ના થતા લોકો ભારત પરત ફરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
ADVERTISEMENT
વડોદરાના ડોકટર તુષાર ચોક્સીના સર્વેમાં ખુલાસો
છેલ્લા 6 મહિનાથી આ ટ્રેન્ડ શરૂ થયો હોવાનું તારણ એ છે કે અમેરિકા સહિતના દેશો એ વિઝાના નિયમો કડક બનાવ્યા છે જેના કારણે પાંચ દેશોમાં વસવાટ કરવો અઘરો બન્યો છે બીજી બાજુ મોટા સપના જોઈને માતાપિતા ઘર,જમીન અને દાગીના વેચી ને સંતાનો ને વિદેશ મોકલે છે જોકે યોગ્ય સ્કીલ ના હોવા થી સારા પગાર ની નોકરી મળતી નથી જેના કારણે માલેતુજાર ના સંતાન પરત આવી રહ્યા છે જેના કારણે હવે વિદેશ માં સ્થાઈ થવાની ઘેલસા ના વળતા પાણી થઈ રહ્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો : રાપરમાં લંપટ આચાર્યે ધોરણ-8ની વિદ્યાર્થીનીની જાતિય સતામણી કરી, સ્કૂલમાંથી છુટો કરાયો
લોકો વિદેશથી આવી રહ્યાં છે પરત
ADVERTISEMENT
બીજાની દેખાદેખીમાં લોકો સંતાનોને વિદેશ માં મોકલવા કઈ પણ કરવા તૈયાર થઈ જાય છે અને સંતાનોને વિદેશ મોકલે છે જોકે વિદેશમાં એશ આરામથી જીવવું મુશ્કેલ બની રહ્યું છે જેના કારણે લોકો વિદેશથી પરત આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો