ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / 10 મહિનામાં 14 વખત ચૂંટણી પંચના નિર્ણય સામે વાંધો: બે ચૂંટણી કમિશનરોએ ઉઠાવ્યા સવાલ, SIR વચ્ચે આંતરિક મતભેદ ચર્ચામાં

ગુજરાત / 10 મહિનામાં 14 વખત ચૂંટણી પંચના નિર્ણય સામે વાંધો: બે ચૂંટણી કમિશનરોએ ઉઠાવ્યા સવાલ, SIR વચ્ચે આંતરિક મતભેદ ચર્ચામાં

Published By: Nidhi Panchal

Last Updated: 07:12 AM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મતદારયાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) વચ્ચે હવે ચૂંટણી પંચની આંતરિક કામગીરી અને નિર્ણય પ્રક્રિયાને લઈને પણ સવાલો ઊભા થયા છે. અહેવાલ મુજબ ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછા 14 વખત પંચના કેટલાક નિર્ણયો સામે સત્તાવાર વાંધો નોંધાવ્યો હતો.

ADVERTISEMENT

મતદારયાદીની સુધારણા માટે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા એટલે કે SIR વચ્ચે હવે પંચની અંદરના મતભેદો પણ ચર્ચામાં આવ્યા છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછી 14 વખત પંચના કેટલાક નિર્ણયો અને આદેશો સામે સત્તાવાર રીતે વાંધો ઉઠાવ્યો છે. બંનેએ કેટલાક નિર્ણયો તેમની જાણ બહાર લેવાયા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

election-2

30 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશોમાં 13 કરોડથી વધુ નામ ડ્રાફ્ટમાંથી બહાર

બિહારમાં જૂન-2025થી શરૂ થયેલી એસઆઈઆર પ્રક્રિયા બાદ 30 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ડ્રાફ્ટ મતદારયાદીમાં 13 કરોડથી વધુ નામો બહાર થયાં છે, જોકે આ આંકડો અંતિમ રીતે મતાધિકાર ગુમાવનારા મતદારોનો નથી. ડ્રાફ્ટ યાદીમાં બહાર થયેલાં નામોમાં મૃત્યુ પામેલા, સ્થળાંતર કરેલા, ડુપ્લિકેટ અથવા ચકાસણી દરમિયાન યોગ્ય રીતે ટ્રેસ ન થયેલા મતદારોનો સમાવેશ થઈ શકે છે.

નવા મતદાર માટે ફોર્મ-6માં ફેરફાર સામે વાંધો

બંને કમિશનરોએ ઉઠાવેલા મુદ્દાઓમાં નવા મતદાર નોંધણી ફોર્મ-૬માં થયેલો ફેરફાર પણ સામેલ છે. ફોર્મમાં એસઆઈઆરની અગાઉની મતદારયાદીમાં અરજદાર અથવા તેનાં માતા-પિતા કે દાદા-દાદીનું નામ હતું કે નહીં તે અંગેનો પ્રશ્ન ઉમેરાયો હતો. વિવેક જોશીએ મે મહિનામાં ફાઈલ પર આ ફેરફાર અંગે વાંધો નોંધાવ્યો હતો. તેમનું કહેવું હતું કે નિયમોમાં જરૂરી સુધારો કર્યા વિના ફોર્મમાં આવો ફેરફાર કરી શકાય નહીં. સુખબીરસિંહ સંધુએ પણ આ મુદ્દે સહમતી દર્શાવી હતી.

મતદાર ડેટાબેઝના નિયંત્રણ અંગે પણ સવાલ

બંને કમિશનરોએ ચૂંટણી પંચની મતદારયાદી સાથે જોડાયેલી માહિતી-વ્યવસ્થામાં વધી રહેલા કેન્દ્રીકરણ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. સામાન્ય વ્યવસ્થામાં મતવિસ્તારની મતદારયાદી તૈયાર કરવાની અને જાળવવાની જવાબદારી ચૂંટણી નોંધણી અધિકારીની હોય છે. મે મહિનામાં જોશીએ મતદારયાદીના ડેટાબેઝના ‘ક્રમશઃ કેન્દ્રીકરણ’ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ઓડિટ કરવાની વાત કરી હતી. ઓગસ્ટમાં સંધુએ પણ કેટલાક રાજ્ય ચૂંટણી અધિકારીઓને મતદારયાદીની ડિજિટલ વ્યવસ્થા સાથે જોડાયેલા પોર્ટલની સંપૂર્ણ અને યોગ્ય એક્સેસ ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

પશ્ચિમ બંગાળમાં 38 લાખથી વધુ અપીલો

પશ્ચિમ બંગાળની એસઆઈઆર પ્રક્રિયા પણ આ આંતરિક મતભેદોમાં મહત્ત્વનો મુદ્દો બની છે. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટ સમક્ષ આપેલી તાજેતરની માહિતી મુજબ કુલ 38.31 લાખથી વધુ અપીલો દાખલ થઈ હતી, તેમાંથી આશરે 22.21 લાખ અપીલો એવા મતદારો દ્વારા કરવામાં આવી હતી, જેમનાં નામ મતદારયાદીમાંથી દૂર થયાં હતાં. આ જ મુદ્દે સંધુએ સવાલ ઉઠાવ્યો હતો કે કેટલાક મતદારોને યાદીમાં સામેલ કરવાના ન્યાયિક અધિકારીઓના નિર્ણય સામે ચૂંટણી પંચ વતી અપીલ દાખલ કરવાની મંજૂરી કોણે આપી.

ગોવામાં 97 મતદારોનાં નામ ફરી ઉમેરાઈ શક્યાં નહીં.

એસઆઈઆર દરમિયાન સોફ્ટવેર દ્વારા ‘તાર્કિક વિસંગતતા’ તરીકે ઓળખાયેલા કેટલાક કેસોની સ્થાનિક ચૂંટણી નોંધણી અધિકારીઓએ તપાસ કરી હતી. દસ્તાવેજોની ચકાસણી બાદ 97 મતદારોને અંતિમ મતદારયાદીમાં સામેલ કરવાપાત્ર ગણવામાં આવ્યા હતા, પરંતુ આ નિર્ણયને સોફ્ટવેરમાં નોંધવા માટે જરૂરી સુવિધા ઉપલબ્ધ ન હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ગોવાના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ આ મુદ્દે આઠ વખત પત્ર લખીને અગાઉ દૂર કરાયેલાં નામોને ફરી સામેલ કરવા માટે ‘રોલબેક’ સુવિધા શરૂ કરવાની માગ કરી હતી. સમયસર સુવિધા સક્રિય ન થતાં આ ૯૭ મતદારોનાં નામ અંતિમ મતદારયાદીમાં રહી શક્યાં નહોતાં.

ચાર મહિનામાં પ્રથમ સંપૂર્ણ બેઠક

આ આંતરિક મતભેદો વચ્ચે 9 સપ્ટેમ્બરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરો વચ્ચે બેઠક યોજાઈ હતી. ચાર મહિનામાં આ તેમની પ્રથમ સંપૂર્ણ બેઠક હતી.

આ પણ વાંચો : રાજકોટમાં ગણેશ વિસર્જન સમયે 3 લોકો ડૂબ્યાં, પાણીમાંથી મૃતદેહ બહાર કઢાયા, એક જ પરિવારના હતા

કાયદો શું કહે છે?

ચૂંટણી પંચ બંધારણની કલમ-324 હેઠળની સંસ્થા છે. ૨૦૨૩ના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો સંબંધિત કાયદાની કલમ-18 મુજબ પંચનું કામ શક્ય હોય ત્યાં સુધી સર્વસંમતિથી થવું જોઈએ. જો મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો વચ્ચે કોઈ મુદ્દે મતભેદ થાય તો નિર્ણય બહુમતીના મતથી થાય છે. કાર્યપદ્ધતિ અને કામની વહેંચણી પણ સર્વસંમતિથી નક્કી કરવાની જોગવાઈ છે. એસઆઈઆર દરમિયાન માત્ર મતદારયાદીમાં થયેલા મોટા ફેરફારો જ નહીં, પરંતુ ચૂંટણી પંચની અંદર નિર્ણય કેવી રીતે લેવાય છે, કોને કઈ સત્તા છે અને મતદાર ડેટાના નિયંત્રણની જવાબદારી કોની છે તેવા પ્રશ્નો પણ હવે જાહેર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SIR Election Commission Internal Dispute

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ