ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:51 PM, 23 September 2026
ADVERTISEMENT
સોના અને ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો છે. બુધવારે સાંજે કોમોડિટી માર્કેટથી લઈને સરાફા બજાર સુધી ભાવ નીચે આવી ગયા છે. MCX પર સાંજે આઠ વાગ્યે ફ્યુચર ચાંદી આશરે 3471 રૂપિયા ઘટીને 2,36,417 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી હતી. દિવસ દરમિયાન તે 4000 રૂપિયા સુધી પણ તૂટી ગઈ હતી. સોનાની વાત કરીએ તો તે 1600 રૂપિયા ઘટીને 1,51,052 રૂપિયા પર આવી ગયું હતું. આ ઘટાડો સાંજના સમયે અચાનક આવ્યો છે.
ADVERTISEMENT
સરાફા બજારમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,52,016 રૂપિયા રહ્યો, જે સવારના ભાવ કરતાં 200 રૂપિયા ઓછો છે. 22 કેરેટ સોનું આશરે 250 રૂપિયા ઘટીને 1,39,247 રૂપિયા અને 18 કેરેટ 190 રૂપિયા ઘટીને 1,14,012 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવ્યું હતું. ચાંદીનો ભાવ આશરે 3000 રૂપિયા ઘટીને 2,32,766 રૂપિયા રહ્યો છે.
ઇન્ટરનેશનલ માર્કેટમાં COMEX પર સોનું એક ટકા કરતાં વધુ ઘટીને 4,330.30 ડોલર પ્રતિ ઔંસ પર વેપાર કરી રહ્યું છે. ચાંદી આશરે 1.80 ટકા ઘટીને 65,365 ડોલર પ્રતિ ઔંસ પર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ અચાનક ઘટાડાના કારણોમાં અમેરિકન ડોલરનું મજબૂત થવું મુખ્ય છે. ડોલર બે મહિનાના ઊંચા સ્તરે પહોંચ્યો છે જેનાથી વિદેશી રોકાણકારો માટે સોનું મોંઘું થઈ જાય છે અને માંગ ઘટે છે. અમેરિકન ફેડરલ રિઝર્વે ગયા અઠવાડિયે વ્યાજદર 25 બેસિસ પોઇન્ટ વધારીને 3.75 %-4% કર્યો હતો. અધિકારીઓના નિવેદનોથી વધુ વ્યાજદર વધારાની સંભાવના વધી છે.
ADVERTISEMENT
યુએસ બોન્ડ યીલ્ડના ઊંચા સ્તરે પણ દબાણ વધ્યું છે. આ સાથે જ અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતની ખબરોથી જીઓ પોલીટીકલ તણાવ ઘટવાની અપેક્ષા બની છે, જેનાથી સલામત રોકાણ તરીકે સોનાની માંગમાં થોડો ઘટાડો થયો છે. તાજેતરની તેજી બાદ અમુક રોકાણકારોએ નફો વસૂલી લીધો જેનાથી ટૂંકા ગાળાનું દબાણ વધ્યું છે. આ ઘટાડો ખરીદદારો માટે મોકો બની શકે છે પણ માર્કેટમાં વધઘટ ચાલુ રહી શકે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી).
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો