ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું 75 વર્ષની વયે નિધન, યશરાજ ફિલ્મ્સે કરી પુષ્ટિ; પરિવારે પ્રાઇવસી જાળવવાની અપીલ કરી

મનોરંજન / રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું 75 વર્ષની વયે નિધન, યશરાજ ફિલ્મ્સે કરી પુષ્ટિ; પરિવારે પ્રાઇવસી જાળવવાની અપીલ કરી

Published By: Pravin Joshi

Last Updated: 06:44 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીની માતા અને જાણીતા બંગાળી પ્લેબેક સિંગર ક્રિષ્ના મુખર્જીનું 75 વર્ષની વયે નિધન થયું છે. યશ રાજ ફિલ્મ્સ (YRF) દ્વારા એક નિવેદન જાહેર કરીને આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે.

ADVERTISEMENT

બોલિવૂડની જાણીતી અભિનેત્રી રાની મુખર્જીના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. રાની મુખર્જીની માતા ક્રિષ્ના મુખર્જીનું મંગળવારે 75 વર્ષની વયે નિધન થયું છે. યશ રાજ ફિલ્મ્સ (YRF) દ્વારા એક અધિકૃત નિવેદન જાહેર કરીને તેમના અવસાનના સમાચાર આપવામાં આવ્યા છે. જોકે, તેમના અવસાનનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

યશ રાજ ફિલ્મ્સ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, "ખૂબ જ ભારે હૃદય સાથે અમે જાહેરાત કરીએ છીએ કે રાની મુખર્જીના માતા શ્રીમતી ક્રિષ્ના મુખર્જીનું આજે બપોરે નિધન થયું છે. આ મુશ્કેલ સમયમાં મળેલો પ્રેમ, પ્રાર્થનાઓ અને સહકાર માટે પરિવાર સૌનો દિલથી આભાર માને છે અને આ સમયે પરિવારની પ્રાઇવસીનું સન્માન કરવાની વિનંતી કરે છે."

FDFEE

બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા પ્લેબેક સિંગર હતા ક્રિષ્ના મુખર્જી

ક્રિષ્ના મુખર્જી પોતે પણ કળા અને સંગીત ક્ષેત્ર સાથે ઊંડો સંબંધ ધરાવતા હતા. તેઓ બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક પ્રોફેશનલ પ્લેબેક સિંગર હતા અને તેમણે અનેક બંગાળી ફિલ્મોમાં યાદગાર ગીતો ગાયા હતા. સંગીતમય વાતાવરણના કારણે જ તેમણે રાની મુખર્જીને પણ અભિનય અને કળાના ક્ષેત્રમાં આગળ વધવા માટે હંમેશા પ્રોત્સાહિત કરી હતી.

રાની મુખર્જી સાથે હતો ખાસ સંબંધ

રાની મુખર્જી પોતાની માતાની ખૂબ જ નજીક હતી. રાનીના કરિયરની શરૂઆતથી લઈને દરેક સુખ-દુઃખમાં તેના માતા તેની સાથે અડીખમ ઊભા રહ્યા હતા. ફિલ્મ સ્ક્રીનિંગ, એવોર્ડ શો કે અન્ય પબ્લિક ઈવેન્ટ્સમાં ક્રિષ્ના મુખર્જી અવારનવાર દીકરી રાની સાથે જોવા મળતા હતા. રાની મુખર્જીના પિતા અને જાણીતા ફિલ્મમેકર રામ મુખર્જીના અવસાન બાદ પણ તેમણે જ પરિવારને મજબૂતીથી સંભાળ્યો હતો.

આ પણ વાંચોઃ બિહારમાં છેડતી તો દિલ્હીમાં 17 વર્ષીય સગીરા સાથે 3 નરાધમોની હેવાનિયત, 1નું એન્કાઉન્ટર

ઉલ્લેખનીય છે કે, રાની મુખર્જીએ 'ગુલામ', 'કુછ કુછ હોતા હૈ', 'સાથિયા', 'હમ તુમ' અને 'બ્લેક' જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને તાજેતરમાં 2026માં રિલીઝ થયેલી ફિલ્મ 'મર્દાની 3'માં પણ તે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. માતાના અચાનક નિધનથી સમગ્ર મુખર્જી પરિવાર ભારે શોકમાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RaniMukherjee KrishnaMukherjee BollywoodNews

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ