ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ પ્લેન ક્રેશઃ બ્રિટિશ મૃતકોનાં પરિવારજનોની ડાઉનિંગ સ્ટ્રીટમાં બેઠકની માગ

દુર્ઘટના / અમદાવાદ પ્લેન ક્રેશઃ બ્રિટિશ મૃતકોનાં પરિવારજનોની ડાઉનિંગ સ્ટ્રીટમાં બેઠકની માગ

Published By: Hiralal Parmar

Last Updated: 04:57 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ-૧૭૧ દુર્ઘટનાને ૧૫ મહિના વીતી ગયા બાદ બ્રિટિશ મૃતકોનાં પરિવારજનો હવે બ્રિટનના વડા પ્રધાન કિર સ્ટાર્મર અને વિદેશ પ્રધાન એડ મિલિબેન્ડ પાસે તાત્કાલિક ડાઉનિંગ સ્ટ્રીટ બેઠકની માગ કરી રહ્યાં છે.

ADVERTISEMENT

અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ-૧૭૧ દુર્ઘટનાને ૧૫ મહિના વીતી ગયા બાદ બ્રિટિશ મૃતકોનાં પરિવારજનો હવે બ્રિટનના વડા પ્રધાન કિર સ્ટાર્મર અને વિદેશ પ્રધાન એડ મિલિબેન્ડ પાસે તાત્કાલિક ડાઉનિંગ સ્ટ્રીટ બેઠકની માગ કરી રહ્યાં છે. દુર્ઘટનાની તપાસ મૃતકોના અવશેષોની સંભાળ, કોન્સ્યુલર સહાય અને દુર્ઘટના સ્થળે કાયમી સ્મારક સહિતના મુદ્દે પરિવારજનોએ બ્રિટિશ સરકાર સમક્ષ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

ઓર્પિંગ્ટન, કેન્ટના મિતેન પટેલે ૨૧ સપ્ટેમ્બરે લખેલા ખુલ્લા પત્રમાં આ માગ કરી છે. પટેલે ૧૨ જૂન, ૨૦૨૫ની દુર્ઘટનામાં પોતાનાં માતા-પિતા અશોક અને શોભના પટેલને ગુમાવ્યાં હતાં. આ પત્રને બ્રિટિશ મૃતકોના ૨૩ પરિવારો, ૧૨ બિનબ્રિટિશ મૃતકોના પરિવારો અને મૃત પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલના પરિવારનો ટેકો હોવાનું જણાવાયું છે.

પટેલે પોતાને ‘શોકગ્રસ્ત નાગરિક, મતદાર અને સ્વર્ગસ્થ માતા-પિતા માટે ન્યાય માગતો અનાથ પુત્ર’ ગણાવતાં કહ્યું છે કે દુર્ઘટના બાદના સમગ્ર મામલામાં પરિવારોને વિદેશી સત્તાધિકારીઓ સાથેના વ્યવહાર માટે એકલા છોડી દેવામાં આવ્યા હોવાની તેમની લાગણી છે.

પરિવારજનોની મુખ્ય માગ છે કે બ્રિટનની એર એક્સિડન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાંચ (UK-AAIB)એ એઆઈ-૧૭૧ની તપાસમાં સક્રિય રીતે જોડાય અને દુર્ઘટનાના માળખાકીય તથા ટેકનિકલ કારણોનું સ્વતંત્ર મૂલ્યાંકન કરે. આ માગમાં યુકે સિવિલ એવિયેશન ઓથોરિટીની સેફ્ટી નોટિસ SN-૨૦૧૫/૦૦૫ સાથે જોડાયેલા મુદ્દાઓની પણ તપાસનો સમાવેશ થાય છે.

વધુ વાંચો : વડોદરામાં ફિલ્મ દંગલ જેવી કહાની : અખાડા પહેલવાન પિતાએ મોટી દીકરીને પહેલવાન બનાવી, કુશ્તીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

પીડિત પરિવારજનોનું એમ પણ કહેવું છે કે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સલામતીના પ્રોટોકોલની સમીક્ષા થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે સલામતીનાં પગલાં આંતરરાષ્ટ્રીય સ્તરે એકસમાન રીતે લાગુ થઈ શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad plane crash plane crash

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ